Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

મધ્યપૂર્વનું યુદ્ધ અને હોર્મુઝ નાકાબંધી ૩૬ કરોડ લોકોને ભૂખે મારશે?

યુએનએ આપી ચેતવણી

હોર્મુઝ દરિયાઈ માર્ગના કારણે તેલ અને LNG પુરવઠામાં વિક્ષેપને કારણે આયાત-નિર્ભર દેશોમાં ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં ૨૪% સુધીનો વધારો થઈ શકે છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી/ ન્યૂ યોર્ક, તા.૨૦ માર્ચ ૨૦૨૬ –– વિશ્વ અત્યારે વિનાશની દિશામાં આગળ વધી રહ્યું છે. છેલ્લા ૫ વર્ષથી વિશ્વમાં યુદ્ધનો માહોલ ચાલી રહ્યું છે. અત્યારે વિશ્વ જે દિશામાં આગળ વધી રહ્યું તેને જોતા માનવીય નુકસાનના તમામ રેકોર્ડ તૂટી શકે છે. મધ્યપૂર્વના યુદ્ધના કારણે પણ છેલ્લા ૩ મહિલામાં ૪.૫ કરોડથી વધારે લોકોને ભૂખમરાનો સામનો કરવો પડશે તેવો યુએન ફૂડ સિક્યુરિટી પ્રોગ્રામ્સ (WFP)ના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. ભૂખમરીના આ મોટો આંકડો સાબિત થઈ શકે તેમ છે. આમ, પણ મધ્યપૂર્વની હાલત જોતા અત્યારે અનેક દેશોમાં આર્થિક સંકટ આવ્યું છે. તેવામાં હવે WFP દ્વારા ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે, જો મધ્યપૂર્વનો સંઘર્ષ જૂન સુધીમાં પૂર્ણ નહીં થાય તો, ખોરાકથી વંચિત લોકોની સંખ્યા ૩૬.૩ કરોડ સુધી પહોંચી જશે. તે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો હશે. જે ખરેખર ચિંતાની વાત છે. WFPના આંકડા પ્રમાણે ૨૦૨૨માં જ્યારે રશિયા અને યુક્રેનનું યુદ્ધ શરૂ થયું ત્યારે ૩૪.૯ કરોડ લોકોને ભૂખમરીનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ મધ્યપૂર્વનું યુદ્ધ આંકડામાં આશ્ચર્યજનક રીતે વધારો કરી શકે છે. આ અંગે વિગતે આપતા WFP ના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કાર્લ સ્કાઉએ કહ્યું કે, “આ સંઘર્ષ સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે, જે પરિવારો પહેલાથી જ ખોરાક મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે તે લોકોને સૌથી વધારે માર પડી શકે છે. પરંતુ પ્રશ્ન એ છે કે, મધ્યપૂર્વમાં લાગેલી યુદ્ધની આ આગ ક્યારે શાંત થશે? શું યુએન દ્વારા આમાં કોઈ હસ્તક્ષેપ કરવામાં આવશે? આવા અનેક સવાલો અત્યારે થઈ રહ્યાં છે. બીજી એક ચોંકાવનારી વાત કરવામાં આવે તો, અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર હુમલો કર્યો તે બાદ ૨૮ ફેબ્રુઆરીથી ઈરાને હોર્મુઝ દરિયાઈ માર્ગ પર નાકાબંધી કરી દીધી છે. જેના કારણે વિશ્વમાં ખાતરનું સંકટ જોવા મળી શકે છે. કારણ કે, આ માર્ગેથી વિશ્વનું ૨૫ ટકા ખાતર જાય છે. ઈરાને હોર્મુઝ પર નાકાબંધી કરી તેના કારણે સૌથી વધારે એશિયાઈ અને આફ્રિકન દેશોને અસર થઈ રહી છે. હોર્મુઝ દરિયાઈ માર્ગના કારણે તેલ અને LNG પુરવઠામાં વિક્ષેપને કારણે આયાત-નિર્ભર દેશોમાં ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં ૨૪% સુધીનો વધારો થઈ શકે છે. સ્વાભાવિક છે કે, ખાદ્ય ભાવોમાં વધારો થવાના કારણે ભૂખમરીનાં આંકડામાં વધારે થશે. એમાં પણ સૌથી વધારે એશિયામાં ૯૧ લાખ કરતા પણ વધારે લોકોને ભૂખમરીનો સામનો કરવો પડશે. પૂર્વ અને દક્ષિણ આફ્રિકાના દેશોમાં પણ કરોડો લોકો પ્રભાવિત થવાના છે.

Related posts

નાઈજીરિયામાં ISના આતંકીઓનો બે ગામો પર હુમલો, ૧૬૨ લોકોનાં મોત

Master Admin

ભારત-ઈઝરાયેલ વચ્ચે અનેક મહત્વના કરારો પર હસ્તાક્ષર

Master Admin

ફ્યૂલના ભાવ વધશે તો ભારત સહિતના દેશોમાં મોંઘવારી માઝા મૂકશે

Master Admin

Leave a Comment

Translate »