Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
GujaratPolitics

મહેસાણાના ૧૦ ગામમાં ઉઠ્યો ચૂંટણી બહિષ્કારનો સૂર

કુકસ ગામે ચૂંટણીનો બહિષ્કાર કરવા યોજાઈ સભા

ટી.પી. (ટાઉન પ્લાનિંગ) સ્કીમને લઈને છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વિરોધના પગલે ગ્રામજનોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
મહેસાણા,તા.૧૦ એપ્રિલ ૨૦૨૬ — એક તરફ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઇ છે, ત્યારે વિવિધ પક્ષો જનતાને રિઝવવા વિવિધ ક્ષેત્રોમાં પ્રચાર અને પ્રસારના કામે લાગી ગઇ છે. બીજી તરફ ચૂંટણી ટાણે જ પોતાના ક્ષેત્રમાં દેખાતા નેતાઓ સામે રોષ પણ જોવા મળી રહ્યો છે. મહેસાણામાં ૧૦ ગામના લોકોમાં ચૂંટણી ટાણે વિરોધનો સૂર જોવા મળી રહ્યો છે.
મહેસાણામાં ચૂંટણી બહિષ્કારના મુદ્દે ૧૦ ગામોના લોકોની વિશાળ બેઠક યોજાઈ હતી. કુકસ ગામમાં યોજાયેલી આ સભામાં આસપાસના ૧૦ ગામોના ગ્રામજનો એકત્ર થયા હતા અને ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચર્ચા કરવામાં આવી હતી.

મહાનગરપાલિકાની ડી.પી. (ડેવલપમેન્ટ પ્લાન) અને ટી.પી. (ટાઉન પ્લાનિંગ) સ્કીમને લઈને છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વિરોધના પગલે ગ્રામજનોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.

સ્થાનિક લોકોનો આરોપ છે કે આ યોજનાઓમાં ગામોના હિતોને અવગણવામાં આવી રહ્યા છે, જેના કારણે જમીન અને વિકાસ સંબંધિત પ્રશ્નો ઉભા થયા છે. આ મુદ્દે ગ્રામજનોએ સંગઠિત થઈને મહેસાણા મહાનગરપાલિકા સામે ઉગ્ર વિરોધ કરવાની રણનીતિ ઘડી છે.સભામાં હાજર લોકોએ જણાવ્યું કે જો તેમની માંગણીઓનો યોગ્ય રીતે ઉકેલ નહીં આવે તો તેઓ કાનૂની લડત સહિત ચૂંટણી બહિષ્કાર સુધીના પગલાં ભરશે. ગ્રામજનોએ એકજૂથ થઈને આગામી દિવસોમાં આંદોલનને વધુ તેજ કરવાની પણ ચર્ચા કરી હતી.

Related posts

ગુજરાતના લોકો પર માથાદીઠ દેવું રૂ. ૬૫,૧૦૦, આવક કરતા અઢી ગણું દેવું

Master Admin

હર્ષ સંઘવી અને જિગ્નેશ મેવાણી ફરી એકવાર આમને-સામને આવ્યા

Master Admin

ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હીટવેવની આગાહી

Master Admin

Leave a Comment

Translate »