Nirmal Metro Gujarati News
article

માર્ગ શિષ્ટ શબ્દ મારગ ઈષ્ટ શબ્દ છે

માર્ગ શ્લોકભાષા છે,મારગ લોક ભાષા છે.

માર્ગ વિદ્વાનોની ભાષા છે અને મારગ કબીર,નામદેવ,ગંગાસતી,સાધુની ભાષા છે.

પિતા જો પ્રેમી હોય તો દીકરાએ બાપનાં માર્ગ પર ચાલવું જોઈએ.

પતિ સત્ય હોય તો પત્નીએ પોતાના પતિના માર્ગ પર ચાલવું જોઈએ.

મા જો કરુણામૂર્તિ હોય તો પુત્રીએ માતાના માર્ગે ચાલવું જોઈએ.

અમેરીકાનાં લિટલ રોક ખાતે ચાલતી રામકથાનાં બુધવારનાં પાંચમા દિવસે આ પ્રાંતનાં ગવર્નર સાહિબાએ વ્યાસપીઠ વંદના કરી પોતાનો શબ્દભાવ રાખ્યો.

અહીંનાં સાંધ્ય કાર્યક્રમોમાં રજૂ થયેલી કલા અને પ્રવચનોનો ઉલ્લેખ કરીને પ્રસન્નતા વ્યક્ત કરતા બાપુએ માતા-પિતાઓને અરજ કરી કે બાળકોનાં આહાર વિહાર પર ધ્યાન આપજો.ગમે એટલી મોટી વ્યક્તિમાં એકાદ નાનકડી કમજોરી હોય છે,જેમ મસમોટા જહાજને એકાદ નાનકડું છિદ્ર ડૂબાડી શકે છે.માટે બાળકો માટે સમય કાઢજો.એકાદ ડોલર ઓછો કમાશો તો ચાલશે,નહિતર સંપતિ બચશે,સંતતિ નહિ બચે.

ડેલ કાર્નેગીનો પ્રસિધ્ધ કિસ્સો પણ ટાંક્યો.જેમાં ક્રોધ આવે ત્યારે સમય કાઢી નાખવામાં આવે તો ક્રોધનું શમન થાય છે એ કહ્યું.કોઈને બાધક બને એ સાધક બની જ ન શકે એમ કહી જણાવ્યું કે થોડો પણ સમય મળે ત્યારે નામ સ્મરણ,જેમાં પણ રુચિ હોય એવા હરિનામનો જપ કરવો જોઈએ. આજે ગુજરાતી લેખક,વક્તા ભદ્રાયુભાઈ વચ્છરાજાનીની જિજ્ઞાસા તેમજ તુષાર શુક્લની કવિતા પણ સામગ્રી તરીકે આવી.ભદ્રાયુભાઈએ પૂછ્યું કે શબદ અને શબ્દ તેમજ માર્ગ અને મારગમાં કોઈ અંતર છે કે નહીં?બાપુએ કહ્યું કે આમ તો કોઈ અંતર નથી.પણ,એટલું જ છે કે માર્ગ શિષ્ટ શબ્દ મારગ ઈષ્ટ શબ્દ છે.માર્ગ શ્લોકભાષા છે મારગ લોક ભાષા છે.માર્ગ વિદ્વાનોની ભાષા છે અને મારગ કબીર,નામદેવ,ગંગા સતી,સાધુની ભાષા છે.એ જ રીતે શબ્દ શિષ્ટ છે અને શબદ કબીર,નાનક આદિની ભાષા છે.પણ શબદ વધારે નજીક પડે છે,મારગ પણ વધારે નજીક પડે છે.મારગ આપણને ચાલવાની પ્રેરણા આપે છે,નિમંત્રણ આપે છે.

આજે પંચમાર્ગ ની વાત કરતા ત્રણ પારિવારિક,એક રાજકીય અને એક શુદ્ધ આધ્યાત્મિક માર્ગની વાત કરી અને જણાવ્યું કે હું કહી દઉં એ પહેલા તરત પ્રતિક્રિયા ન આપતા.

દીકરાએ બાપના માર્ગ પર ચાલવું જોઈએ.પત્નીએ પતિના માર્ગ પર ચાલવું જોઈએ અને પુત્રીએ પોતાની માતાના માર્ગ પર ચાલવું જોઈએ.

પણ પિતા દુરાચારી હોય તો? દીકરો કઈ રીતે એના માર્ગ પર ચાલે?જેમ કે પ્રહલાદ હિરણ્યકશ્યપુના માર્ગ પર ન ચાલી શકે.

પણ પિતા જો પ્રેમી હોય તો દીકરાએ બાપનો માર્ગે પર ચાલવું જોઈએ.પ્રમાણ છે:મહારાજા દશરથ. દશરથ પ્રેમી છે.એને ધર્મ,કર્મ અને ભક્તિમાં પ્રેમ છે. પતિ સત્ય હોય તો પત્નીએ પોતાના પતિના માર્ગ પર ચાલવું જોઈએ.જેનું પ્રમાણ છે:સત્યવાન અને સાવિત્રી.

મહાભારતની સત્યવાન સાવિત્રીની રસાળ રસપ્રદ કથા બાપુએ સંભળાવી.

મા જો કરુણામૂર્તિ હોય તો પુત્રીએ માતાના માર્ગે ચાલવું જોઈએ.પૃથ્વી માતા છે અને એની પુત્રી છે મા જાનકી.જાનકી પૃથ્વીનાં-કરુણાનાં માર્ગે ચાલી છે.

જે રાજા નીતિ જાણે છે એવા રાજાના માર્ગે પ્રજાએ ચાલવું જોઈએ.પોતાના બુદ્ધપુરુષના માર્ગ પર આપણે માર્ગી બનવું જોઈએ.

વિષ્ણુ દાદા ગાર્ગી માર્ગી,શ્લોક માર્ગી હતા. ત્રિભુવનદાદા માર્ગી માર્ગી,લોકમાર્ગી હતા.

સનકુતમારો પાસે નારદ ગયા છે.છાંદોગ્ય ઉપનિષદનો એ પ્રસંગ જેમાં નારદ અનેક પ્રશ્ન પૂછે છે ત્યારે સનતકુમારો કહે છે કે તમે કેટલું જાણો છો એ બતાવો.નારદ લાંબી યાદી આપે છે ત્યારે સનત કુમાર કહે છે કે આ તો નામ માત્ર છે!

એનો અર્થ એમ પણ થાય કે જાણવા યોગ્ય માત્ર નામ છે.

અહીં નામથી સુમિરન સુધીની યાત્રાના ૧૨ તબક્કાઓ સનતકુમારોએ બતાવ્યા.જેમાં:

નામ,વાણી,મન,ધ્યાન,ચિત્ત,વિજ્ઞાન,બળ,અન્ન,જળ, તેજ,આકાશ અને સુમિરણ સુધી કઈ રીતે યાત્રા થાય એ સનતકુમારોએ બતાવ્યું.

કથા પ્રવાહમાં શિવચરિત્રની કથા જેમાં શિવ વિવાહ થયા એ પહેલા બુદ્ધિરૂપી સતી બળી ગઈ અને શ્રદ્ધારૂપી પાર્વતીનો નવો જન્મ થયો.જેણે શિવને રામ વિશેનાં પ્રશ્ન પૂછ્યા.રામ જન્મનાં પાંચ કારણોની વાત શિવે બતાવી.રાવણનાં રાક્ષસ વંશની કથા કરીને અવધપુરીમાં,દશરથના મહેલમાં,મા કૌશલ્યાની કૂખે રામનું પ્રાગટ્ય થયું અને વ્યાસપીઠથી સમગ્ર ત્રિભુવનને રામજન્મની વધાઈ સાથે કથાને વિરામ આપવામાં આવ્યો.

કથા વિશેષ:

ફહમી બદાયુનીનાં શેર:

કોઈ તિતલી નહીં બતાતી હૈ,

કી તેરી ખુશ્બુ કહાં સે આતી હૈ.

યે મહોબ્બત કા હૈ મયખાના,

યહાં પ્યાસ હી પ્યાસ કો બૂઝાતી હૈ.

મૈને ઢુંઢા શરાબ કે અંદર,

નશા તો થા નકાબ કે અંદર!

આજ ભાઈ કા ફોન આ હી ગયા,

કુછ કમી થી હિસાબ કે અંદર!

સહેરાને માંગા પાની,

દરિયા પર બરસ ગયા પાની,

મા કી આંખો મેં થા પાની,

બચ્ચોંને જબ ખાયા પાની!

આખિર કિસ કિસ નીમકી જડોં મેં,

કબ તક ડાલે મીઠા પાની! માર્ગ શિષ્ટ શબ્દ મારગ ઈષ્ટ શબ્દ છે.

કબ તક ડાલે મીઠા પાની!

Related posts

Morari Bapu’s tributes and assistance to victims of Maha Kumbh stampede

Reporter1

Step by Step First Aid for Heart Attacks: Recognize and Respond Fast Dr Dinesh Raj, Senior Interventional Cardiologist, HCG Hospitals, Rajkot

Reporter1

Cognizant’s “Vibe Coding” Event Sets GUINNESS WORLD RECORDSTM Title

Reporter1
Translate »