Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
GujaratPolitics

મિશન ગુજરાતના નવા સારથી બન્યા હર્ષ સંઘવી

મોદી-શાહના ભરોસાનું નવું સરનામ

ઓલિમ્પિક, કોમનવેલ્થ, દાવોસ બાદ હવે શ્રીલંકા.. ગુજરાતના નાયબ મુખ્યમંત્રીનું રાષ્ટ્રીય સ્તરે કદ વધી રહ્યું છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૫ ફેબ્રુઆરી ૨૦૨૬: ઓલિમ્પિક, કોમનવેલ્થ, દાવોસ બાદ હવે શ્રીલંકા…. ગુજરાતના નાયબ મુખ્યમંત્રીનું રાષ્ટ્રીય સ્તરે કદ વધી રહ્યું છે. આજે હર્ષ સંઘવી ઐતિહાસિક ધરોહરના નામે ગુજરાતના દેવનીમોરીથી શ્રીલંકાને સાધવાની ભારતની રાજકીય ડિપ્લોમસીનું પ્રતિનિધત્વ તો કરી રહ્યાં છે પણ ભારતનો ચીનને આપવાનો સંદેશનો ભાગ બની રહ્યાં છે. આ સાથે જ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુુજરાતના રાજકારણમાં લાંબી છલાંગ લગાવી છે. આવી તક ભાગ્યે જ કોઈ નેતાને સાંપડી છે.
ગુજરાતના રાજકારણમાં એક સમયે જેમનું મંત્રાલય છીનવાઈ જશે એવી ગાંધીનગરના ગલિયારામાં વાતો થતી હતી, આજે એ જ ચહેરો દેશના ગ્લોબલ પોસ્ટર બોય’ બનીને ઉભર્યો છે. અમે અહીં વાત કરી રહ્યાં છીએ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની. જે રીતે પીએમ મોદીએ તેમના પર ભરોસો મૂક્યો છે, તે જોતાં એ સ્પષ્ટ છે કે હર્ષ સંઘવી હવે માત્ર ગુજરાતના ગૃહમંત્રી કે નાયબ મુખ્યમંત્રી સુધી સીમિત નથી, પણ ભારતની આંતરરાષ્ટ્રીય ડિપ્લોમસીનો એક મહત્વનો હિસ્સો બની રહ્યાં છે.

Related posts

તૃણમૂલના ૨૦ સાંસદ અને ૫૦ ધારાસભ્ય પક્ષપલટાની તૈયારીમાં

Master Admin

ચોમાસાની એન્ટ્રી પહેલા રાજ્યમાં પાણી સંકટ ઘેરાયું

Master Admin

કોંગ્રેસના દિગ્ગજ નેતાના દાવાથી AAPના ધબકારા વધ્યા

Master Admin

Leave a Comment

Translate »