Nirmal Metro Gujarati News
business

મેટરે રાજકોટમાં નવા એક્સપિરિયન્સ હબના ઉદઘાટન સાથે વિસ્તરણ કર્યું, ગુજરાતની ઇલેક્ટ્રિક સફરને બળ આપ્યું

 

રાજકોટ, 04 ઓગસ્ટ, 2025: ભારતના અગ્રણી ઇલેક્ટ્રિક મોબિલિટી ઇનોવેટર મેટરએ આજે ગુજરાતના રાજકોટમાં તેના નવા એક્સપિરિયન્સ હબનું ઉદઘાટન કરીને સમગ્ર ભારતમાં ઝડપથી વિકસતા તેના રિટેઇલ નેટવર્કમાં મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે.

રાજકોટમાં મેટરનું એક્સપિરિયન્સ હબ 3K રાઇડ્સ, શોપ નં. 21 અને 22, વેસ્ટ ગેટ 2, 150 ફુટ રિંગ રોડ, અયોધ્યા ચોક, રાજકોટ – 360006 ખાતે આવેલું છે, જે રાઇડર્સને બ્રાન્ડની અદ્યતન ઇવી ટેક્નોલોજીનો અનુભવ કરવાની ઉત્તમ તક પ્રદાન કરે છે. આ હબના કેન્દ્રમાં મેટર AERA છે, જે ભારતની પ્રમથ ગિયર્ડ ઇલેક્ટ્રિક મોટરબાઇક છે, જેની ડિઝાઇન અને નિર્માણ સંપૂર્ણપણે ભારતમાં જ કરાયું છે.

આ લોંચ કાર્યક્રમમાં મેટરના સહ-સ્થાપક અને ગ્રૂપ સીઓઓ અરૂણ પ્રતાપ સિંઘ, ડિલર પ્રિન્સિપાલ શ્રી આશિષ પરસાણા, મનોજ દુધરેજીયા, પ્રશાંત સુરૈયા અને રમેશભાઈ પટેલ, સ્થાનિક મહાનુભાવો, સમગ્ર સૌરાષ્ટ્રના ઇવીમાં રૂચિ ધરાવતા વ્યક્તિઓ અને મેટરની લીડરશીપ ટીમના સદસ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પ્રસંગે કંપનીના સહ-સ્થાપક અને ગ્રૂપ સીઓઓ અરૂણ પ્રતાપ સિંઘે જણાવ્યું હતું કે, રાજકોટ ગુજરાતની આકાંક્ષાઓ અને ઇનોવેશનનું પ્રતિનિધિત્વ કરે છે. આ શહેર નવી ટેક્નોલોજી અપનાવવા અંગે હંમેશાથી અગ્રેસર રહ્યું છે. અહીં અમારા નવા એક્સપિરિયન્સ હબ સાથે અમે રાઇડર્સ સુધી AERAને રજૂ કરવાની સાથે-સાથે પ્રદેશમાં મજબૂત ઇવી સંસ્કૃતિની રચના પણ કરી રહ્યાં છીએ.

AERA – ભારત માટે ડિઝાઇન કરાયું, રાઇડર્સ દ્વારા પસંદ કરાયું
મેટર AERA 5000+ એક્સપિરિયન્સ હબમાં મુખ્ય આકર્ષણ છે. તે હાઇપરશિફ્ટ 4-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે ભારતની પ્રથમ ઇલેક્ટ્રિક બાઇક છે, જે ગિયરના રોમાંચ સાથે ઇલેક્ટ્રિકની સ્મૂથનેસ અને કાર્યક્ષમતા પણ ડિલિવર કરે છે. આ ઇનોવેશન પરંપરાગત બાઇકિંગ રોમાંચ તેમજ સ્વચ્છ અને સ્માર્ટ ભવિષ્ય વચ્ચેના અંતરને દૂર કરે છે.

રાજકોટ એક્સપિરિયન્સ હબ ફિઝિટલ સ્પેસ તરીકે ડિઝાઇન કરાયું છે, જે ફિઝિકલ જોડાણ અને ડિજિટલ ડિસ્કવરીનું ઉત્તમ મિશ્રણ છે. અહીં મુલાકાતીઓ ટેસ્ટ રાઇડ, પ્રોડક્ટ ફીચર્સ તેમજ મેટરની ટેક્નોલોજી અને એન્જિનિયરીંગ જોઇ શકે છે તેમજ મોબિલિટીના ભવિષ્યને દર્શાવતા ડિસ્પ્લે સાથે ઇન્ટરેક્ટ કરી શકે છે.
ડીલર પ્રિન્સિપાલ મનોજ દુધરેજીયા એ જણાવ્યું હતું કે, અમે મેટર સાથેની ભાગીદારીમાં રાજકોટમાં અદ્યતન ઇવી એક્સપિરિયન્સ રજૂ કરતાં ગર્વ કરીએ છીએ. શહેર AERA સાથે ટ્રાન્સપોર્ટેશનના નવા પ્રકરણ માટે સજ્જ છે અને અમે ઇનોવેશન અને પર્ફોર્મન્સનું ઉત્તમ મિશ્રણ ધરાવતી વિશિષ્ટ ઓફર રજૂ કરી રહ્યાં છીએ.

AERA 5000+ની મુખ્ય વિશેષતાઓઃ
• હાઇપરશિફ્ટ ગિયરબોક્સ – 3 રાઇડ મોડ્સ સાથે 4-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન: ઇકો, સિટી અને સ્પોર્ટ
• લિક્વિડ-કૂલ્ડ પાવરટ્રેન – ઉચ્ચ તાપમાન અને શહેરી ટ્રાફિક માટે ડિઝાઇન કરાયું છે
• 7” સ્માર્ટ ટચ ડેશબોર્ડ – નેવિગેશન, રાઇડ સ્ટેટ્સ, મીડિયા અને ઓટીએ અપડેટ્સ
• 5kWh બેટરી પેક – 172 કિમી સુધીની સર્ટિફાઇડ રેન્જ, પાણી અને ધૂળથી રક્ષણ માટે IP67 રેટેડ
• ઝડપી એસ્સિલરેશન – 2.8 સેકન્ડથી ઓછા સમયમાં 0 થી 40 કિમી/કલાક
• બેજોડ સલામતી – એબીએસ સાથે ડ્યુઅલ ડિસ્ક બ્રેક્સ, ડ્યુઅલ સસ્પેન્શન, સ્માર્ટ પાર્ક આસિસ્ટ
• મેટર મોબાઇલ એપ્લિકેશન – રીઅલ-ટાઇમ ટ્રેકિંગ, જીઓ-ફેન્સિંગ, રાઇડ હિસ્ટ્રી અને રિમોટ કંટ્રોલ
• લાઇફટાઇમ બેટરી વોરંટી – લાંબા ગાળાની વિશ્વસનીયતા માટે ભારતમાં પહેલીવાર
હરિયાળા ભવિષ્યની દિશામાં કદમ
દેશભરમાં હજારો રાઇડર્સ પહેલેથી જ MATTER LOOPED પ્રોગ્રામનો હિસ્સો છે ત્યારે રાજકોટ એક્સપિરિયન્સ હબનું ઉદઘાટન દેશભરમાં કનેક્ટેડ, ઇલેક્ટ્રિફાઇડ રાઇડિંગ કમ્યુનિટીની રચના કરવાના મેટરના મિશનને મજબૂત કરે છે. પાવરટ્રેનથી લઈને બેટરી સુધીની કામગીરીને આવરી લેતાં કંપનીના ઇન-હાઉસ આરએન્ડડી અને ઉત્પાદન બેજોડ ક્વોલિટી, હાઇ પર્ફોર્મન્સ અને સ્થાનિક સુસંગતતા સુનિશ્ચિત કરે છે.
ગુજરાતમાં તહેવારોની મોસમ શરૂ થઇ રહી છે ત્યારે રાજકોટમાં મેટરનો પ્રવેશ ડીલરશીપ લોંચથી આગળ વધતાં સૌરાષ્ટ્રના કેન્દ્રમાં ઇલેક્ટ્રિક મૂવમેન્ટને આગળ વધારવા ઉપર કેન્દ્રિત છે.

Related posts

Tie the Knot in Türkiye: Stunning Locations for Your Dream Wedding

Reporter1

Reporter1

Upgrade your Home, Kitchen and Outdoors this festive season with the Amazon Great Indian Festival 2024

Reporter1
Translate »