Nirmal Metro Gujarati News
article

મોરબીના પાટીદાર અગ્રણી ગોવિંદભાઈ વરમોરાના ઘરે લગ્ન પ્રસંગે મોંઘેરા મહેમાનો પધાર્યા રાજકીય, સામાજિક, ઔદ્યોગિક અને ધાર્મિક આગેવાનોએ વરમોરા પરિવારનું આંગણું શોભાવ્યું 

 

અમદાવાદ ખાતે ગોવિંદભાઈ વરમોરાના ભત્રીજા હિતેનનો જાજરમાન લગ્ન પ્રસંગ યોજાયો

મોરબીના પાટીદાર અગ્રણી, ભામાશા અને સનહાર્ટ સિરામિક ગ્રુપના ગોવિંદભાઈ વરમોરાના ભાઈ ભુદરભાઈ વરમોરાના પુત્ર હિતેનના લગ્ન પ્રસંગમાં મોંઘેરા મહેમાનોએ પધારીને નવદંપતીને આશીર્વાદ પાઠવ્યા હતા. અમદાવાદ ખાતે તારીખ 24 થી 26 નવેમ્બર સુધી ગોવિંદભાઈ વરમોરાના ભત્રીજા હિતેન વરમોરાનો જાજરમાન લગ્ન પ્રસંગે યોજાયો હતો. જેમાં રાજકીય, સામાજિક, ઔદ્યોગિક અને ધાર્મિક અગ્રણીઓએ પધારીને વરમોરા પરિવારનું આંગણું શોભાવ્યું હતું અને નવદપંતીને શુભકામના પાઠવી હતી.

ગોવિંદભાઈ વરમોરાના ભત્રીજા હિતેનના લગ્ન પ્રસંગે ગોસ્વામી 108 આહિતાગ્નિ શ્રી પુરુષોત્તમ લાલજી મહારાજ શ્રી (શ્રી રાજુબાવા) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, કુંવરજીભાઈ બાવળિયા, મુળુભાઈ બેરા, સાંસદ સભ્ય હરિભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ કવિતાબેન પાટીદાર, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રવીણભાઈ તોગડીયા, સમાજ અગ્રણી રવજીભાઈ વસાણી, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, પ્રકાશભાઈ વરમોરા, કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, મહેશભાઈ કસવાલા, હર્ષદભાઈ પટેલ, મોન્ટેકાર્લો ગ્રુપના કનુભાઈ, હરેકૃષ્ણ ગ્રુપના સવજીભાઈ ધોળકિયા અને તેમનો પરિવાર, અવધ ગ્રુપના લવજીભાઈ બાદશાહ, કાકુભાઈ, ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ મહેમાનોનું બન્ને વેવાઈ ભુદરભાઈ વરમોરા અને નિરવભાઈ ખુંટ તથા ગોવિંદભાઈ વરમોરા, કે.કે. પટેલ, જગદિશભાઈ વરમોરા, મનોજભાઈ વરમોરા, હાર્દિકભાઈ વરમોરા સહિતના પરિવારજનોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.

મહત્વનું છે કે, ગોવિંદભાઈ વરમોરાના નાના ભાઈ ભુદરભાઈ વરમોરાના પુત્ર હિતેન વરમોરાના લગ્ન નિરવભાઈ ખુંટના દીકરી રિયા સાથે યોજાયા હતા. આ લગ્ન પ્રસંગની ત્રણ દિવસ સુધી અમદાવાદમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ લગ્ન પ્રસંગમાં અવરણનીય શુશોભિતતા અને શણગાર સાથે આ લગ્ન પ્રસંગ ઉજવાયો હતો. ખાસ કરીને આ લગ્ન પ્રસંગમાં દરેક વિધિમાં સંતોની હાજરી, સાક્ષાત દેવોની હાજરી, સંગીતની શૂરાવલી અને પવિત્ર વાતાવરણમાં લગ્ન યોજાયા હતા.

Related posts

નરસૈયાંની ચૈતસિક અને દિલેર ભૂમિ ગોપનાથથી ૯૬૫મી રામકથાનો રાસોત્સવ શરૂ થયો

Reporter1

રામચરિત માનસ ત્રિભુવનીય ધરોહર છે

Reporter1

મા રેવાના તીરે,વિશ્વ વિખ્યાત કબીરવડનાં સાંન્નિધ્યમાં ૯૪૯મી કથા

Reporter1
Translate »