Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

યુદ્ધ સમાપ્ત થવાના આરે… ડોનાલ્ડ ટ્રમ્પનો વધુ એક મોટો દાવો!

ઈરાનને આપી છેલ્લી ચેતવણી

મિડલ ઈસ્ટની યુદ્ધ અસ્થિરતાને કારણે વૈશ્વિક બજાર અને ઓઇલની કિંમતોમાં પણ ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
વૉશિગ્ટન, તા.૧૦ માર્ચ ૨૦૨૬ — અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મિડલ ઈસ્ટના તણાવ વચ્ચે એક મોટું નિવેદન આપતા જણાવ્યું છે કે, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલું આ યુદ્ધ હવે લગભગ સમાપ્તિના આરે છે. ટ્રમ્પે મીડિયા સાથેની વાતચીતમાં સ્પષ્ટ કર્યું કે ૨૮ ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા સંયુક્ત સૈન્ય હુમલા બાદ ઈરાનની શક્તિ સંપૂર્ણપણે વેરવિખેર થઈ ગઈ છે. તેમણે દાવો કર્યો હતો કે આ લડાઈ હવે તેના અંતિમ તબક્કામાં છે અને ઈરાન પાસે હવે પ્રતિકાર કરવાની ક્ષમતા બચી નથી.ટ્રમ્પે ઈરાનની સૈન્ય સ્થિતિ અંગે વિગતવાર માહિતી આપતા કહ્યું કે, ‘તેહરાનની કોમ્યુનિકેશન સિસ્ટમ અને નેવી સંપૂર્ણપણે નાશ પામી છે. આ ઉપરાંત ઈરાનની વાયુસેના અને મિસાઇલ સિસ્ટમ પણ ધ્વસ્ત થઈ ગઈ છે. ટ્રમ્પે જણાવ્યું કે તેમના ડ્રોન દરેક જગ્યાએ તોડી પાડવામાં આવ્યા છે અને ડ્રોન બનાવતી ફેક્ટરીઓ પણ હવે અસ્તિત્વમાં નથી. આ સાથે જ તેમણે સ્ટ્રેટ ઑફ હોર્મુઝ હવે વ્યાપારી જહાજો માટે ખુલ્લું હોવાનો દાવો કર્યો છે અને અમેરિકા આ મહત્ત્વના દરિયાઈ માર્ગ પર પોતાનું નિયંત્રણ મેળવવા વિચારી રહ્યું છે.જોકે, આ મામલે ટ્રમ્પે ઈરાનને અત્યંત કડક શબ્દોમાં ચેતવણી પણ આપી છે. તેમણે કહ્યું કે જો ઈરાને હવે કોઈ પણ પ્રકારની ‘ચાલાકી’ કે નવી હરકત કરવાની કોશિશ કરી, તો તે આ દેશનો અંત હશે અને પછી તેનું નામ પણ સાંભળવા નહીં મળે. એક તરફ ટ્રમ્પ આ જંગ પૂરી થવાની વાત કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ અમેરિકાના સંરક્ષણ મંત્રાલયનું માનવું છે કે લડાઈ હજી તો માત્ર શરૂ થઈ છે. મિડલ ઈસ્ટની આ અસ્થિરતાને કારણે વૈશ્વિક બજાર અને ઓઇલની કિંમતોમાં પણ ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે.

Related posts

યુઆનને વૈશ્વિક કરન્સી બનાવવાની ચીનની હાકલથી પ્રમુખ ટ્રમ્પ ભડક્યા

Master Admin

બોલિવિયામાં એરફોર્સનું હર્ક્યુલસ વિમાન રોડ પર ક્રેશ, ૧૫ના મોત

Master Admin

ડોનાલ્ડ ટ્રમ્પ સરકારમાં ભારતીય વિદ્યાર્થીઓનો US પ્રત્યે મોહભંગ

Master Admin

Leave a Comment

Translate »