Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

યુપીમાં ૧ લાખ તો દિલ્હીમાં ૮૦૦ લોકો ક્યાં ખોવાયા?

હવે જોનપુરની ૩ દીકરીઓ ગુમ થતાં ખળભળાટ

સુરેરી પોલીસ સ્ટેશન વિસ્તારના કમરુદ્દીનપુર ગામની નિવાસી ત્રણ છોકરીઓ ગુમ થવાથી ખળભળાટ મચી ગયો છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૫ ફેબ્રુઆરી ૨૦૨૬: એક તરફ જ્યાં દિલ્હીમાં વર્ષ ૨૦૨૬ની શરૂઆતના ૧૫ દિવસમાં જ સેંકડો લોકો ગુમ થઈ ગયા છે. તેઓ ક્યાં છે અને કેવી સ્થિતિમાં છે તેનો કોઈને કોઈ અંદાજો નથી. બીજી તરફ ઉત્તર પ્રદેશમાંથી પણ એક મિસિંગ રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં ૨ વર્ષની અંદર ૧ લાખથી વધુ લોકો ગુમ થઈ ગયા છે. હવે આ મામલે ખુદ હાઈકોર્ટે સંજ્ઞાન લીધું છે. આ વચ્ચે હવે જોનપુરથી ૩ દીકરીઓ ગુમ થવાના સમાચારથી ખળભળાટ મચી ગયો છે. વાસ્તવમાં બે સગી અને એક પિતરાઈ બહેન આધારકાર્ડની ફોટોકોપી કરાવવા માટે ઘરેથી નીકળી હતી, જે ઘરે પરત નથી ફરી અને ગુમ થઈ ગઈ છે. ત્રણેય બહેનો જ્યારે ઘરે પરત ન ફરી, ત્યારે તેમના પરિવારે તેમની શોધ શરૂ કરી. તેમની શોધ કરવા છતાં તેમની કોઈ માહિતી ન મળતા પરિવારમાં હોબાળો મચી ગયો. આ ઘટના સુરેરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કમરુદ્દીનપુર ગામમાં બની છે. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધ્યો છે અને ગુમ થયેલી ત્રણ છોકરીઓની શોધ કરી રહી છે.

સુરેરી પોલીસ સ્ટેશન વિસ્તારના કમરુદ્દીનપુર ગામની નિવાસી ત્રણ છોકરીઓ ગુમ થવાથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. બે સગી બહેનો અને એક પિતરાઈ બહેન આધાર કાર્ડની ફોટોકોપી બનાવવા માટે ઘરેથી નીકળી હતી પરંતુ મોડી તેઓ સાંજ સુધી ઘરે પરત ન ફરી. આ ઘટના બાદથી પરિવાર ખૂબ જ દુઃખી છે. પરિવારના જણાવ્યા પ્રમાણે ૩ ફેબ્રુઆરીના રોજ બપોરે ૧ઃ૦૦ વાગ્યે કમરુદ્દીનપુરના નિવાસી કૃપા શંકર ચૌહાણની દીકરીઓ શિલ્પી ચૌહાણ (૧૯) અને શિવાંગી ચૌહાણ (૧૮) અને તેમની પિતરાઈ બહેન રિયા ચૌહાણ (૧૧) માર્કેટ જવાની વાત કહીને ઘરેથી નીકળી હતી. મોડી રાત સુધી ત્રણેય ઘરે પરત ન ફરી ત્યારે પરિવારે તેમની ખૂબ શોધખોળ કરી, પરંતુ કોઈ પત્તો ન લાગ્યો.

ત્યારબાદ પરિવારે સુરેરી પોલીસ સ્ટેશનમાં ઘટનાની જાણ કરી. ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધીને તપાસ હાથ ધરી છે. ઘટનાની જાણ થતા જ સ્ટેશન હાઉસ ઓફિસર ઈન્સ્પેક્ટર રાજેશ મિશ્રાએ પોલીસ ટીમોને સક્રિય કરીને સંભવિત સ્થળો પર શોધખોળ હાથ ધરી છે. પોલીસનું કહેવું છે કે કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દરેક પાસાની તપાસ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં ત્રણેય છોકરીઓને શોધી કાઢવાના પ્રયાસો ચાલુ છે.

દેશની રાજધાની દિલ્હીમાં વર્ષની શરૂઆતના માત્ર ૧૫ દિવસની અંદર જ ગુમ થયેલા બાળકોની સંખ્યામાં વધારાએ પોલીસ વિભાગથી લઈને સામાન્ય જનતાને હચમચાવી મૂક્યું છે. આંકડા પ્રમાણે દિલ્હીમાં માત્ર ૧૫ દિવસમાં ૮૦૦થી વધુ લોકો ગુમ થયાના સમાચાર સામે આવ્યા છે. આ આંકડા બાદ સુરક્ષા વ્યવસ્થા પર પણ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. પોલીસના આંકડા પ્રમાણે આ ગુમ થયેલા વ્યક્તિઓમાં મોટાભાગની મહિલાઓ અને છોકરીઓ છે. તમને જણાવી દઈએ કે ૧ જાન્યુઆરીથી ૧૫ જાન્યુઆરી દરમિયાન ગુમ થયેલા ૮૦૭ લોકોમાંથી ૫૦૯ મહિલાઓ અને છોકરીઓ હતી.

Related posts

દુનિયા વિનાશ તરફ, માત્ર ભારત જ યુદ્ધ અટકાવી શકે છે

Master Admin

રાહુલ ગાંધીનો મોદી પર કટાક્ષ, કહ્યું તે ખુદ ગભરાયેલા છે

Master Admin

ગુજરાત સહિત દેશભરમાં ચાલતી સાયબર ફ્રોડ સિન્ડિકેટનો પર્દાફાશ

Master Admin

Leave a Comment

Translate »