શહેરની પર્યાવરણપ્રેમી મહિલા ધારા ઠક્કરે રક્ષાબંધનની ઉજવણીને અનોખો આયામ આપ્યો. તેમણે પરંપરાગત રાખડી સાથે ભાઈને પ્લાન્ટની ભેટ આપીને તેને પ્રેરણા આપી કે તે આ છોડની ખાસ કાળજી રાખે, નિયમિત પાણી આપે અને પ્રેમપૂર્વક તેની સંભાળ કરે.
ધારા ઠક્કરે જણાવ્યું કે ભાઈ-બહેનનો પવિત્ર સંબંધ માત્ર સુરક્ષા અને પ્રેમ પૂરતો નથી, પરંતુ આવતી પેઢી માટે સ્વસ્થ પર્યાવરણ આપવાની જવાબદારી પણ છે. તેમણે ભાઈને વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા અને કુદરતી સંસાધનોનું સંરક્ષણ કરવાની પ્રતિજ્ઞા લેવડાવી.
આ પ્રસંગે ધારા ઠક્કરે સમાજને સંદેશ આપ્યો કે પ્રકૃતિનું રક્ષણ કરવું, વૃક્ષો વાવવું અને તેની સંભાળ રાખવી એ દરેક નાગરિકનો કર્તવ્ય છે. “જો આજે આપણે પ્રકૃતિને સાચવીશું, તો જ આવતી પેઢી માટે હરિયાળો અને સ્વસ્થ ભવિષ્ય નિર્માણ કરી શકીશું,” તેમ તેમણે ઉમેર્યું.