સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે સરકારે બદલ્યો નિર્ણય
ચૂંટણી બાદ નવી તારીખો જાહેર કરવામાં આવશે : એટલે કે, હાલ પૂરતી ગુજરાતમાં વસ્તી ગણતરીના કાર્યક્રમ પર બ્રેક
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા.૩ એપ્રિલ ૨૦૨૬ — ગાંધીનગરથી મોટી ખબર આવી છે. રાજ્યમા શરૂ થનારી વસ્તી ગણતરી હાલ નહિ થાય. કારણ કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કારણે હાલ મોકુફ રાખવાનો નિર્ણય લેવાયો છે. ચૂંટણી બાદ નવી તારીખો જાહેર કરવામાં આવશે. એટલે કે, હાલ પૂરતી ગુજરાતમાં વસ્તી ગણતરીના કાર્યક્રમ પર બ્રેક મૂકવામાં આવ્યો છે.
ગુજરાતમાં ૧૬ વર્ષ પછી વસ્તી ગણતરી (Census 2027) ના પ્રથમ તબક્કાનો ૧ એપ્રિલથી સત્તાવાર પ્રારંભ થયો છે. જેમાં પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ શરૂ થયું છે. આ પ્રક્રિયા સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી ચાલશે. દેશમાં પહેલીવાર ડિજિટલ વસ્તી ગણતરી થશે. ભારતની આ પ્રથમ સંપૂર્ણ ડિજિટલ વસ્તી ગણતરી છે, જેમાં ફોર્મને બદલે મોબાઈલ એપનો ઉપયોગ થવાનો છે. જેમાં નાગરિકો સેલ્ફ-એન્યુમરેશન (સ્વ-ગણતરી) કરી શકેશ. પહેલીવાર નાગરિકો પોતે ઓનલાઇન પોર્ટલ દ્વારા પોતાની વિગતો ભરી શકશે. દરેક રાજ્ય માટે ૧૫ દિવસનો સેલ્ફ-એન્યુમરેશન વિન્ડો આપવામાં આવશે. ગુજરાતમાં વસ્તી ગણતરી ૫ એપ્રિલથી શરૂ થવાની હતી, જે ૧૯ મે સુધી તેની કામગીરી ચાલવાની હતી. આ બાદ ઘરે-ઘરે જઈને ગણતરી કરવાની પ્રક્રિયા ૨૦ એપ્રિલથી ૧૯ મે દરમિયાન થશે.
ત્યારે ગાંધીનગરથી પ્રાપ્ત માહિતી અનુસાર, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે ૫ એપ્રિલે શરૂ થનારી વસ્તી ગણતરીની તારીખ પાછી ઠેલાઈ છે. સરકારે ચૂંટણીને પગલે નિર્ણય લીધો છે. જોકે, સરકારે નવી તારીખ હજી સુધી જાહેર નથી કરી. ફરીથી વસ્તી ગણતરીની તારીખ હાલ જાહેર નથી કરાઈ. આ ઉપરાંત ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી પણ આવી રહી છે. આ કારણે હવે વસ્તી ગણતરી બાદમાં કરવામા આવશે, જેની તારીખ સરકાર જાહેર કરશે
૫ એપ્રિલથી દેશમાં વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે. જેમાં નારિકોને ૩૩ અલગ અલગ સવાલો પૂછવામાં આવશે. દરેક ઘરનું જિયો-મેપિંગ કરવામાં આવશે. આ પ્રક્રિયામાં ડિજિટલ નકશાનો ઉપયોગ થશે, જેથી કોઈ પણ ઘર નોંધણી વગરનું બાકી ન રહી જાય.
બંગાળ, આસામ, કર્ણાટક અને કેરળમાં હાલ ચૂંટણી હોવાથી ત્યાં પણ વસ્તી ગણતરીનું શિડ્યુલ જાહેર કરાયું નથી. આવામાં હવે ગુજરાતમાં હવે વસ્તી ગણતરીની તારીખ મોકૂફ રખાઈ છે.

