Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City NewsGujarat

વન વિભાગે કરી જાહેરાતઃ અમદાવાદમાં વાનરોને કોઈ ખાવા આપતું પકડાયું તો થશે જેલ

ત્રણ ત્રણ વર્ષની જેલની હવા ખાવાનો વારો આવી શકે

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૪ એપ્રિલ ૨૦૨૬ — છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં વાનરોનો આતંક અને હુમલાની ઘટનાઓમાં સતત વધારો થતો જઇ રહ્યો છે. જેના પગલે હવે અમદાવાદ માટે વન વિભાગે મોટો નિર્ણય લીધો છે. વન વિભાગે જાહેરાત કરી છે કે જો અમદાવાદમાં વાનરોને કોઇ કઇ પણ ખાવાનું આપતુ દેખાશે તો તેને ત્રણ વર્ષ સુધીની જેલ પણ થઇ શકે છે. અમદાવાદમાં વાનરને ખાવાનું આપવું હવે ગંભીર ગુનો ગણાશે. વન વિભાગે ખાસ જાહેરાત કરી છે કે વાનર વન્યજીવ અધિનિયમ ૨ હેઠળ આવતું પ્રાણી છે, અને તેને ખાવાનું આપવું કાયદા પ્રમાણે દંડનીય પ્રવૃત્તિ છે.તેથી જો તમે અમદાવાદમાં રહેતા હોવ અને વાનર પ્રત્યે જીવદયા રાખીને ભુલથી પણ ખાવાનું આપવાનું વિચારતા હોવ તો ચેતી જજો, નહીંતર તમારે ત્રણ ત્રણ વર્ષની જેલની હવા ખાવાનો વારો આવી શકે છે.

વાનરને ખાવાનું આપવું વન્યજીવ અધિનિયમ ૨ (Wildlife PrOection Act, 1972 – Schedule II) મુજબ ગુનો ગણાય છે. આ કાયદા મુજબ વાનર, અને અન્ય વન્યજીવોની સુરક્ષા માટે કડક નિયમો બનાવવામાં આવ્યા છે. કાયદાનું ઉલ્લંઘન કરવા પર લોકોને કાનૂની પગલાં ભરવામાં આવશે.

વન વિભાગના નિયમો અનુસાર, વાનરને ખાવાનું આપનારને ત્રણ વર્ષની જેલ અને ૨૫,૦૦૦ રૂપિયાનો દંડ થશે. આ સજા કાયદાની ગંભીરતા દર્શાવે છે અને વાનરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જનજાગૃતિ લાવવાનો ઉદ્દેશ છે. આ જાહેરનામું વાનરના વધતા હુમલાઓ અને સડક પર મસ્ત ખાવાના દૃશ્યોને ધ્યાનમાં રાખીને બહાર પાડવામાં આવ્યું છે. શહેરમાં છેલ્લા સમય દરમિયાન વાનરો દ્વારા લોકો પર હુમલાની કેટલીક ઘટનાઓ નોંધાઈ છે. વન વિભાગે સ્થાનિક લોકોને વિનંતી કરી છે કે વાનરને ખાવાનું આપવું બંધ કરે અને જરૂર પડે તો અધિકારીઓને જાણ કરે.

 

Related posts

ગુજરાત સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ‘Mind Strong Gujarat’ની સફળતા બદલ વિદિત શર્મા, યુથ એમ્બેસેડર – ગુજરાત સરકારને અભિનંદન પાઠવ્યા

Master Admin

ગુજરાતમાં આગામી બે દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી

Master Admin

બોટાદ : AAP ના નેતા પ્રવીણ મકવાણા પર જીવલેણ હુમલો

Master Admin

Leave a Comment

Translate »