Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gujarat

વરસાદને લઈને ચિંતાજનક વરતારો, આ વર્ષે ચોમાસું નબળું રહેવાના સંકેત

આવી ગઈ ચોમાસાની આગાહી!

જૂનમાં સારી શરૂઆત થવાની ધારણા છે, પરંતુ જુલાઈ અને સપ્ટેમ્બર વચ્ચે વરસાદ નબળો પડવાની આગાહી

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૮ એપ્રિલ ૨૦૨૬ — ગુજરાતમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. એક તરફ કાળઝાળ ગરમીથી લોકોને આંશિક રાહત મળી છે, તો બીજી તરફ કમોસમી વરસાદ ગુજરાતના ખેડૂતો માટે આફત બનીને ત્રાટક્યું છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ધમધોકાર વરસાદ અને ગાજવીજ સાથે વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં આકાશમાંથી ફરી વરસાદી તુટી પડી શકે છે. કચ્છથી લઈને દાહોદ સુધી, રાજકોટથી લઈને વડોદરા સુધી બે દિવસ આંધી તોફાન અને વીજળીના કડકા-ભડકા સાથે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.

દર વર્ષની જેમ હવામાન એજન્સી જીાઅદ્બીં એ ૨૦૨૬ માટે ચોમાસાની પહેલી આગાહી જાહેર કરી છે, અને આ વખતે ચિત્ર સંપૂર્ણપણે સંતુલિત દેખાતું નથી. જૂનમાં સારી શરૂઆત થવાની ધારણા છે, પરંતુ જુલાઈ અને સપ્ટેમ્બર વચ્ચે વરસાદ નબળો પડવાની આગાહી છે. અલ નીનોના કારણે મોટા ફેરફાર થઈ શકે છે. આનો અર્થ એ છે કે શરૂઆતની રાહત પછી ચોમાસાની ગતિ ધીમી પડી શકે છે. આ વર્ષે દેશમાં એકંદરે સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની ધારણા છે. જૂન સારો રહેશે, પરંતુ જુલાઈથી સપ્ટેમ્બર સુધી વરસાદ નબળો પડી શકે છે. આગાહી મુજબ, જૂનથી સપ્ટેમ્બર દરમિયાન દેશનો એકંદર વરસાદ સામાન્ય કરતાં ૬% ઓછો હોઈ શકે છે. એજન્સીએ તેને ન્ઁછ ના ૯૪% પર મૂક્યો છે. ન્ઁછ એટલે લાંબા ગાળાની સરેરાશ, અને ભારતમાં ચોમાસાને માપવા માટે આ બેઝલાઇન ધોરણ છે. સ્કાયમેટે જૂનમાં ૧૦૧% ન્ઁછ રહેવાનો અંદાજ લગાવ્યો છે. આનો અર્થ એ કે ચોમાસુ સામાન્યની નજીક શરૂ થઈ શકે છે. જોકે, જુલાઈમાં ૯૫%, ઓગસ્ટમાં ૯૨% અને સપ્ટેમ્બરમાં ૮૯% ન્ઁછ રહેવાનો અંદાજ છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસના જણાવ્યા અનુસાર, રાજ્યમાં એકસાથે ત્રણ સિસ્ટમ (બે સાયક્લોનિક સર્ક્‌યુલેશન અને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) સક્રિય થઈ છે. જેના કારણ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, મહીસાગર, પંચમહાલ, વડોદરા, રાજકોટ અને જામનગર સહિતના મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આગામી બે દિવસ આંધી-તોફાન અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી માહોલ રહેશે. ખરાબ હવામાન અને પવનને જોતા માછીમારોને આગામી બે દિવસ દરિયો ન ખેડવા કડક સૂચના અપાઈ છે.

હાલમાં વરસાદી માહોલને કારણે ગરમીમાં ઘટાડો થયો છે, પરંતુ હવામાન વિભાગના મતે આગામી ૪૮ કલાક બાદ વાતાવરણ ચોખ્ખું થતા તાપમાનમાં ફરી ૨ થી ૪ ડિગ્રીનો વધારો નોંધાશે. એટલે કે, માવઠાની આફત બાદ ફરી ગરમીનો પારો ઉંચકાશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ૩૦ થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ખાસ અસર થઈ શકે છે અને સાથે કરા, વીજળી અને આંધીનો ડબલ ખતરો પણ તોળાઈ રહ્યો છે. એટલે કે, આવનારા દિવસો સરળ નથી. કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પવનની ગતિ વધુ રહેશે. સૌરાષ્ટ્રના ભાગોમાં હવામાન પલટો આવશે.

Related posts

ગાંધીનગરમાં ઠાકોર સમાજનું અભ્યુદય મહાસંમેલન યોજાયું

Master Admin

મને ગર્વ છે કે હું ભણ્યો છું, હું ૮ પાસ નથી : ઈટાલિયા

Master Admin

સૌરાષ્ટ્રના ખેડૂત નેતા રાજુ કરપડાએ કેસરિયા કર્યા

Master Admin

Leave a Comment

Translate »