Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
CrimeGujarat

વિદ્યાર્થીએ જ મજાકમાં સ્કૂલને મોકલ્યો ધમકીભર્યો મેસેજ

પરીક્ષા આપવાથી બચવા વિદ્યાર્થીએ મેસેજ મોકલ્યો

વડોદરાની કેન્દ્રીય વિદ્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળવાના કેસમાં હાલ ચોંકાવનારો ખુલાસો થયો

(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરા, તા.૧૩ માર્ચ ૨૦૨૬ — તાજેતરમાં ગુજરાતમાં બોમ્બથી સ્કૂલ, કોર્ટ અને પોસ્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકીનો સિલસિયો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે આની વચ્ચે અઠવાડિયા અગાઉ વડોદરમાં એક સ્કૂલને મળેલી બોમ્બની ધમકીના મામલાની તપાસમાં હાલ ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. તપાસમાં ખુલ્યું છે કે, એકાદ સપ્તાહ વડોદરાની કેન્દ્રીય વિદ્યાલયને મળેલી બોમ્બની ધમકી સ્કૂલમાં જ અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ આપી હતી, સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પરીક્ષા ન આપવી પડે તે માટે આ વિદ્યાર્થીએ મજાકમાં આ મેસેજ કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

વિગતે વાત કરીએ તો, વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં એરફોર્સ સ્ટેશન નજીક આવેલી કેન્દ્રીય વિદ્યાલયને ગત ૫ માર્ચના રોજ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. માહિતી મુજબ શાળાના એક શિક્ષકને વોટ્‌સએપ પર મેસેજ મળ્યો હતો કે, “તમારી સ્કૂલ આવતીકાલ સુધીમાં સંપૂર્ણ પણે નાશ થઈ જશે, ભગવાન મહાન છે, અલ્લાહુ અકબર.” જે ધમકીભર્યો મેસેજ મળતા જ સ્કૂલ પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ સહિતની ટીમો સ્કૂલે આવી પહોંચી હતી અને સંપૂર્ણ પણે સ્કૂલને ખાલી કરાવી સઘન તપાસ શરૂ કરી હતી. જોકે લાંબા સમયની સઘન તપાસ બાદ પણ સ્કૂલમાંથી કશું શંકાસ્પદ ન મળતા સૌએ રાહતના શ્વાસ લીધા હતા. જોકે સમગ્ર મામલે મેસેજ કોણે મોકલ્યો છે તે દિશામાં સાયબર ક્રાઇમ વિભાગે તપાસ શરૂ કરી હતી, ત્યારે હાલ સુધીની તપાસમાં આ બાબતે ચોંકાવનારો ખુલાસો સામે આવી રહ્યા છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ૫મી માર્ચે સ્કૂલના જ એક વિદ્યાર્થીએ સ્કૂલને ધમકીભર્યો આ મેસેજ મોકલ્યો હતો. માહિતી મુજબ, ધમકીભર્યો મેસેજ કરનાર આ વિદ્યાર્થી હાલમાં ઝ્રમ્જીઈ બોર્ડની પરીક્ષા આપી રહ્યો છે, જેથી તેને પરીક્ષા ન આપવી પડે તે માટે આ પ્રકારનો મજાક-મજાકમાં મેસેજ કરી સૌને દોડતા કરાવી દીધા હતા.

જોકે આ ચોંકાવનારું તથ્ય સામે આવતા જ પોલીસે આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

સુરતના સિટી લાઇટ રોડ પર લોફી હોમ સ્ટોરનું ભવ્ય ઉદ્ઘાટન – શિવાલિક ગ્રુપનો સુરતમાં પ્રવેશ

Master Admin

ઓલ ગુજરાત ફેડરેશનઑફ ટેક્સ કન્સલ્ટન્ટ્સ તેમજ ઇન્કમ ટેક્સ બાર એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત 6ઠ્ઠીઅને 7મી માર્ચ, 2026ના રોજ યોજાયેલ બે દિવસીય ટેક્સ કોનક્લેવ 2026નું આજે ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું

Master Admin

ગુજરાત સહિત દેશના ૨૧ રાજ્યોમાં વરસાદની આગાહી

Master Admin

Leave a Comment

Translate »