Nirmal Metro Gujarati News
article

શક્તિ સંધ્યા ગરબા સીઝન 3 માં દિવ્યા ચૌધરી પરત ફરશે

 

22 સપ્ટેમ્બરથી એસજી હાઇવે નજીક દસ દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે

અમદાવાદ: તેની પ્રથમ બે એડિશનની સફળતા પછી, શક્તિ સંધ્યા ગરબા અમદાવાદમાં નવરાત્રીની વધુ ભવ્ય ઉજવણીનું વચન આપતાં તેની ત્રીજી સીઝન માટે ભવ્ય પુનરાગમન કરવા તૈયાર છે. આ કાર્યક્રમ ૨૨ સપ્ટેમ્બરથી ૧ ઓક્ટોબર સુધી એસજી હાઈવે નજીક, જેગુઆર શોરૂમ પાસેના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાશે.

આ સિઝનનું મુખ્ય આકર્ષણ ફરી એકવાર ગુજરાતના સૌથી પ્રિય લોકગીત અને ગરબા ગાયિકામાંના એક દિવ્યા ચૌધરીનું આકર્ષક પ્રદર્શન હશે, જેમની હાજરી અમદાવાદ, ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પ્રેક્ષકોને આકર્ષિત કરશે તેવી અપેક્ષા છે. આયોજકો દસ દિવસના ઉત્સવ દરમિયાન દરરોજ ૧૦,૦૦૦ થી વધુ ગરબા ઉત્સાહીઓની હાજરીની અપેક્ષા રાખે છે.

ગરબા નાઇટ કરતાં પણ વિશેષ, શક્તિ સંધ્યા એક કલ્ચરલ ઘટના બની ગયું છે, જે પરંપરાગત મૂલ્યો, આધ્યાત્મિક ભક્તિ અને આધુનિક પ્રસ્તુતિને જોડે છે. આ વર્ષની થીમ, ” ટ્રેડિશન મીટ્સ ગ્લેમર”, લોક સૌંદર્ય શાસ્ત્રને સમકાલીન સ્ટેજ ડિઝાઇન, ઇમર્સિવ ડેકોર અને ભવ્ય વિઝ્યુઅલ્સ સાથે મિશ્રિત કરીને એક જીવંત અને આકર્ષક ઉત્સવપૂર્ણ વાતાવરણ બનાવશે.

આગામી સિઝન વિશે વાત કરતા, શક્તિ સંધ્યા ગરબાના આયોજક પ્રતીક અમીને જણાવ્યું હતું કે, “સિઝન 3 વધુ બિગર, બ્રાઈટર અને વાઇબ્રન્ટ બનશે, અને તે માઁ અંબેના ભક્તો માટે સલામત, સમાવેશી અને પ્રીમિયમ ગરબાનો અનુભવ પ્રદાન કરવાની અમારી પ્રતિબદ્ધતા પર આધારિત છે. ક્યુરેટેડ ટ્રેડિશનલ ડેકોર, થીમ આધારિત એક્સપિરિયન્સ ઝોન, મજબૂત સેફટી પ્રોટોકોલ્સ અને અફોર્ડેબલ એન્ટ્રી ટિકિટ્સ સાથે, અમારો ઉદ્દેશ્ય ખરેખર ફેમિલી-ફ્રેન્ડલી વાતાવરણ પૂરું પાડવાનો છે જે સંસ્કૃતિ અને ભક્તિની ઉજવણી કરે છે.”

પૂરતી પાર્કિંગ જગ્યા અને કનેક્ટિવિટી ઉપરાંત, જે તેને ગરબા રસિયાઓ માટે સરળતાથી સુલભ સ્થળ બનાવે છે, આ વિશાળ ખુલ્લું સ્થળ ઉચ્ચ-ઊર્જાવાળા સંગીત અને સૌ માટે સલામત, આવકારદાયક વાતાવરણનું સંપૂર્ણ મિશ્રણ પૂરું પાડે છે, જે તેને ગરબાના આનંદદાયક તાલે મગ્ન થવા માંગતા ગરબા રસિયાઓ માટેનું મુખ્ય સ્થળ બનાવે છે.

સીઝન 3 માં ફરી એકવાર મુખ્ય કલાકાર તરીકે પરત ફરેલા દિવ્યા ચૌધરીએ કહ્યું, “અમદાવાદના ગરબા ચાહકો ઉર્જાવાન, આદરણીય અને પરંપરા સાથે ઊંડે સુધી જોડાયેલા છે. શક્તિ સંધ્યામાં પર્ફોર્મન્સ આપવું એ ખરા અર્થમાં ઉજવણી જેવું લાગે છે. આ અદ્ભુત ત્રીજી સીઝનમાં પાછા ફરીને હું ખૂબ જ ઉત્સાહિત છું.”
સંસ્કૃતિ, સમુદાય અને ઉજવણીનું મિશ્રણ કરીને, શક્તિ સંધ્યા ગરબા સીઝન 3 શહેરના વર્ષના સૌથી અપેક્ષિત નવરાત્રી કાર્યક્રમોમાંનો એક બનવા માટે તૈયાર છે.

Related posts

Amit Shah, Morari Bapu unveil Deendayal Upadhyaya’s statue in Chitrakoot

Reporter1

સદગુરુ મનનો જ્ઞાતા પણ છે અને નિર્માતા પણ છે. ગુરુ આપણને પોતાની નજરમાંથી ઉતારી નથી નાખતા,આપણે સ્વયં ઉતરી જઈએ છીએ

Reporter1

ઇન્ડોનેશિયાના યોગ્યાકાર્તામાં પૂજ્ય મોરારી બાપૂની રામકથાનું આયોજન

Reporter1
Translate »