Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

શાંતિ વાટાઘાટો અટકી! ઈરાને અમેરિકા પાસે માંગ્યા ૨૪ અબજ ડૉલર

યુદ્ધ થયું તો મોટા હુમલાની ધમકી

અમેરિકા દ્વારા ફ્રીઝ કરાયેલા તેના અબજો ડૉલર મુક્ત કરવામાં નહીં આવે, ત્યાં સુધી કોઈ પણ પ્રકારની સમજૂતી શક્ય નથી

(સંપૂર્ણ સમાચાર સેવા)
તેહરાન, તા.૬ જૂન ૨૦૨૬ — પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી ભારે અશાંતિ વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચેની રાજકીય વાટાઘાટો સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે. તેહરાને સ્પષ્ટ શરત મૂકી છે કે જ્યાં સુધી અમેરિકા દ્વારા ફ્રીઝ કરાયેલા તેના અબજો ડૉલર મુક્ત કરવામાં નહીં આવે, ત્યાં સુધી કોઈ પણ પ્રકારની સમજૂતી શક્ય નથી.

ઈરાનના સર્વોચ્ચ નેતા મોહમ્મદ મોહતબા ખામેનેઈના સૈન્ય સલાહકાર મોહસેન રેઝાઈએ તેહરાનમાં ઝ્રદ્ગદ્ગને આપેલા એક ઇન્ટરવ્યૂમાં મોટો ધમાકો કરતાં કહ્યું છે કે, હાલમાં આ વાટાઘાટો ગતિરોધમાં છે અને હવે નિર્ણય ટ્રમ્પે જ લેવાનો છે. ઇતિહાસમાં આ પહેલીવાર બન્યું છે કે જ્યારે ઈરાન યુદ્ધોમાં વિજયી બનીને ઉભરી આવ્યું છે.

આ આખા વિવાદના કેન્દ્રમાં ઈરાનનું ફ્રીઝ થયેલું ફંડ છે. ઈરાન માંગ કરી રહ્યું છે કે અમેરિકા તેના જપ્ત કરાયેલા ૨૪ અબજ ડૉલર તાત્કાલિક મુક્ત કરે. મોહસેન રેઝાઈએ આ રકમ મેળવવા માટેનો આખો પ્લાન રજૂ કર્યો છે. જે અનુસાર બંને દેશો વચ્ચે પ્રારંભિક કરાર પર હસ્તાક્ષર થતાં જ અમેરિકાએ ૧૨ બિલિયન ડૉલર મુક્ત કરવા પડશે. જ્યારે વાટાઘાટોના આગળના તબક્કા દરમિયાન બાકીના ૧૨ બિલિયન ડૉલર મુક્ત કરવાના રહેશે.

ઈરાને સ્પષ્ટ કર્યું છે કે આ રકમ કોઈ અમેરિકાની મદદ કે છૂટછાટ નથી, પણ તેમના પોતાના જ પૈસા છે. રેઝાઈએ કહ્યું કે, જો ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સાથે કોઈ કરાર કરવા માંગતા હોય, તો આ ૨૪ અબજ ડૉલર એ ’વિશ્વાસની અગ્નિપરીક્ષા’ છે. આ એક એવી પરીક્ષા છે જેમાં અમેરિકાએ પાસ થવું જ પડશે, તો જ આગળનો રસ્તો ખુલશે. આ અમારો પોતાનો જ પૈસો છે, અમેરિકાનો પૈસો નથી.

જો રાજકીય પ્રયાસો નિષ્ફળ જશે અને ફરીથી લશ્કરી સંઘર્ષ શરૂ થશે, તો ઈરાને અમેરિકાને અત્યંત ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી આપી છે.

રેઝાઈએ ચેતવણી આપી છે કે જો અમેરિકા ફરીથી યુદ્ધ શરૂ કરશે, તો ઈરાન આ જંગને માત્ર પર્શિયન ગલ્ફ પૂરતો સીમિત નહીં રાખે, પણ તેને ખૂબ દૂર સુધી “ખેંચી જશે”. ઈરાન હિંદ મહાસાગર, બાબ અલ-મંદબ ખાડી, લાલ સમુદ્ર સુધી હુમલા કરી શકે છે.
ઇન્ટરવ્યુ દરમિયાન, રેઝાઈએ વર્તમાન પરિસ્થિતિઓમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાનના સર્વોચ્ચ નેતા વચ્ચે કોઈ પણ પ્રકારની સીધી મુલાકાત થવાની શક્યતાને નકારી કાઢી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, આવું બિલકુલ નહીં થાય.

અત્યારે આપણે વાટાઘાટોના પ્રથમ તબક્કામાં છીએ અને ટ્રમ્પે પોતે આ વાટાઘાટોને સ્થિર કરી દીધી છે. આ મુલાકાત અત્યારે શક્ય જ નથી.

Related posts

ઈરાન સાથે દુશ્મનાવટ મામલે ઈઝરાયલે હવે અમેરિકાને જ આપી ધમકી

Master Admin

UNSCનું સભ્ય બનવા ભારતને મળ્યું મજબૂત સમર્થન

Master Admin

ઈરાનમાં સરકાર વિરોધી પ્રદર્શનો પર વહીવટીતંત્રની કડક કાર્યવાહીને કારણે સ્થિતિ અત્યંત ગંભીર બની

Master Admin

Leave a Comment

Translate »