Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
GujaratPolitics

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી બદલાયા

સંદીપ સાગલેની નિમણૂક કરાઈ

સરકારના તમામ વર્તમાન હોદ્દાઓ છોડવા માટે આદેશ કરાયો : સંદીપ સાગલે ૨૦૦૭ની કેડરના IAS અધિકારી

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૩ ફેબ્રુઆરી ૨૦૨૬: ગુજરાતમાં સ્થાનિક ચૂંટણી પહેલા મુખ્ય ચૂંટણી અધિકારી બદલાયા છે. હરિત શુકલાને બદલે હવે IAS અધિકારી સંદીપ સાગલે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની જવાબદારી નિભાવશે.

ભારત ચૂંટણી પંચે ગુજરાત સરકાર સાથે પરામર્શ બાદ આ નિર્ણય લીધો છે. રાજ્યના નવા મુખ્ય નિર્વાચન અધિકારી (CEO) IAS સંદીપ જનાર્દનપંત સાગલે હરીત શુક્લાની જગ્યાએ જવાબદારી સંભાળશે. તેઓ જે તારીખથી કાર્યભાર સંભાળશે તે દિવસથી આ આદેશ અમલી ગણાશે. સંદીપ સાગલેએ ગુજરાત સરકાર હેઠળના તેમના અન્ય તમામ વર્તમાન હોદ્દાઓ અથવા કાર્યભાર તાત્કાલિક છોડવાના રહેશે. આ નિમણૂક ચૂંટણી પંચે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૦ની કલમ ૧૩-ક ની પેટા-કલમ (૧) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરી છે.

ગુજરાતમાં જૂન ૨૦૨૪માં પી. ભારતીની જગ્યાએ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે હરિત શુક્લાની નિમણૂક કરવામા આવી હતી. ત્યારે હવે આજે (૨૩ ફેબ્રુઆરી) હરિત શુક્લાની જગ્યાએ સંદિપ સાગલેને જવાબદારી સોંપવામાં આવી છે.
મૂળ મહારાષ્ટ્રના સંદીપ સાગલે ૨૦૦૭ની કેડરના ૈંછજી અધિકારી છે. તેમનો જન્મ ૧૬ નવેમ્બર ૧૯૭૨નો થયો હતો. તેમણે ગાંધીનગર, નર્મદા, ભરૂચ, બનાસકાંઠા, ખેડા, અમરેલી, જૂનાગઢ જિલ્લાઓમાં વિવિધ જવાબદારીઓ નિભાવી છે.

Related posts

ધો.૧૦ ગુજરાતીના પ્રશ્નપત્રમાં ૫૦થી વધુ ભૂલોનો પર્દાફાશ

Master Admin

માતૃશરીરમાં કીર્તિ, શ્રી, વાક્ , સ્મૃતિ, મેધા, ધીરજ અને ક્ષમા એ વિભૂતિ રૂપે ભગવાનનો વાસ

Master Admin

આકાશ એજ્યુકેશનલ સર્વિસિસ લિમિટેડ (AESL) એ બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને ભારતીય સેનાના કર્મચારીઓ તેમજ તેમના પરિવારોને સહાય આપવા માટે MoU પર હસ્તાક્ષર કર્યા

Master Admin

Leave a Comment

Translate »