Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
GujaratPolitics

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઢોલ વાગ્યા! ૧ મે બાદ યોજાશે

ગુજરાતમાં ફરી ચૂંટણીનો માહોલ

૨૬૦ તાલુકા ગુજરાતમાં પંચાયત, ૩૨ જિલ્લા પંચાયત, ૧૫ મનપા અને ૭૧ નપમાં ચૂંટણી યોજાઈ શકે છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા.૬ માર્ચ ૨૦૨૬ — ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ હવે જોવા મળી રહ્યો છે. રાજ્યમાં લાંબા સમયથી બાકી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે તૈયારીઓ તેજ બની છે. નવા અપડેટ આવ્યા છે કે, આગામી ૧ મે પછી ચૂંટણી યોજાઈ શકે છે, તેથી રાજકીય પક્ષોમાં ધમધમાટ શરૂ થઈ ગયો છે. ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ત્રણેય રાજકીય પક્ષોએ પોતાના સોગઠા ગોઠવવાનું શરૂ કરી દીધું છે.

ગુજરાતમાં ભર ઉનાળે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી જાય તેવા ભણકારા વાગી રહ્યાં છે. હવે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સંભવ ૧ મેના રોજ મતદાન યોજાય તેવી શક્યતા છે. ગુજરાત સ્થાપનાના દિનના દિવસે ગુજરાતમાં ૨૬૦ તાલુકા ગુજરાતમાં પંચાયત, ૩૨ જિલ્લા પંચાયત, ૧૫ મહાનગરપાલિકા અને ૭૧ નગરપાલિકાઓમાં ચૂંટણી યોજાઈ શકે છે. રાજ્ય ચૂંટણી આયોગે આ માટે મતદાર મંડળો-યાદીને આખરી આપ આપવા પ્રાથમિક જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. ત્યારે આકરી ગરમી વચ્ચે ગુજરાતમાં ચૂંટણીના માહોલને કારણે ગરમાવો આવશે.

રાજ્ય ચૂંટણી આયોગે જીૈંઇ પછી ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયા-ઈઝ્રૈંની મતદાર યાદીને આધારે પંચાયતોમાં મતક્ષેત્રો અને પાલિકાઓમાં વોર્ડમાં બેઠકોની ફાળવણી માટે પ્રાથમિક જાહેરનામાઓ પ્રસિધ્ધ કર્યા છે. સંભવતઃ માર્ચ મહિનાના અંત સુધીમાં તેને ફાઈનલ કરી દેવામાં આવે તેવી શક્યા છે. તેના બાદ એપ્રિલ મહિનાના બીજા કે ત્રીજા સપ્તાહે ચૂંટણી જાહેર કરવા લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જેના આધારે શક્યતા ૧ મે બાદ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. બીજો પાયદો એ પણ છે કે, ગુજરાતની અનેક નગરપાલિકા, પંચાયતોમાં વહીવટદારોનું શાસન છે. તો કેટલીક પાલિકાઓમાં જલ્દી જ પ્રજા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓની મુદત પૂર્ણ થઈ જશે. નવા પ્રતિનિધિ નહિ ચૂંટાય ત્યા સુધી તમામ પાલિકાઓમાં વહીવટદારો રાજ કરશે. જે અંતર્ગત સરકારના પ્રતિનિધિઓ જેમકે, આઈએએસ, ય્છજી સહિતના અધિકારીઓ ચાર્જ સંભાળશે. ગુજરાતની તમામ પાલિકા અને નગરપાલિકાઓમાં ૯ થી ૧૧ માર્ચ દરમિયાન તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓની મુદત પૂરી થઈ રહી છે. જેમ કે, નગરસેવકો, કોર્પોરેટર, મેયર, પ્રમુખ સહિતના સમયગાળાનો અંત આવશે. તેથી ૧૦ માર્ચથી ૨૦ મે સુધી વહીવટદારો ગુજરાતમાં રાજ કરશે. જ્યા સુધી ચૂંટણી નહિ થાય, અને પ્રતિનિધિ નહિ ચૂંટાય, અને પ્રતિનિધિઓની પ્રથમ બેઠક નહિ મળે ત્યાં સુધી વહીવટ સરકારી અધિકારીઓ કરશે.

Related posts

માતૃશરીરમાં કીર્તિ, શ્રી, વાક્ , સ્મૃતિ, મેધા, ધીરજ અને ક્ષમા એ વિભૂતિ રૂપે ભગવાનનો વાસ

Master Admin

ગુજરાતનો ગેમ ચેન્જર બનશે નવો કોસ્ટલ હાઈવે

Master Admin

લેન્ડ ફોર જોબ્સ કૌભાંડમાં લાલુ યાદવ સામે આરોપો નક્કી થયા

Master Admin

Leave a Comment

Translate »