Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

‘હોર્મુઝ કોઈ પણ કિંમતે બંધ નહીં થવા દઈએ’ :ડોનાલ્ડ ટ્રમ્પ

શાંતિ મંત્રણા અગાઉ ટ્રમ્પે ઇરાનને ધમકાવ્યું

હોર્મુઝ સ્ટ્રેટ એ વિશ્વના ઓઈલ પુરવઠા માટેની મુખ્ય નળી સમાન છે, જો ત્યાં તણાવ વધે તો વૈશ્વિક સ્તરે ઇંધણના ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
વૉશિગ્ટન, તા.૧૧ એપ્રિલ ૨૦૨૬ — મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા તણાવનો અંત લાવવા માટે શનિવારે પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં એક ઐતિહાસિક બેઠક યોજાવા જઈ રહી છે. જોકે, આ બેઠક પૂર્વે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અત્યંત કડક વલણ અપનાવી ઇરાનને ગંભીર ચેતવણી આપી છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે ‘વ્યાપારિક દ્રષ્ટિએ અતિ મહત્વના એવા ‘હોર્મુઝ સ્ટ્રેટ’ને કોઈપણ કિંમતે બંધ થવા દેવામાં આવશે નહીં.’અહેવાલો અનુસાર, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ દરિયાઈ માર્ગની સુરક્ષા અંગે અમેરિકાની મક્કમતા વ્યક્ત કરતા કહ્યું કે, ‘હોર્મુઝ સ્ટ્રેટ એક આંતરરાષ્ટ્રીય જળમાર્ગ છે અને ત્યાં કોઈને પણ મનસ્વી રીતે કામ કરવાની મંજૂરી અપાશે નહીં. ઇરાન આ માર્ગ પરથી પસાર થતા જહાજો પર કોઈ પણ પ્રકારનો કર કે ટોલ વસૂલવાનો પ્રયાસ ન કરે, અમેરિકા મુક્ત નેવિગેશન સુનિશ્ચિત કરવા સંપૂર્ણ સજ્જ છે.’ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઇરાન લશ્કરી રીતે યુદ્ધ હારી ગયું છે, અને હવે અમારો ધ્યેય આ માર્ગને સંપૂર્ણપણે ખુલ્લો રાખવાનો છે.પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે આ મેગા સંવાદનું મહત્ત્વ વિશ્વ સમક્ષ રજૂ કર્યું હતું. તેના મતે, આ વાતચીત કાયમી યુદ્ધવિરામ માટેની છેલ્લી અને સૌથી મોટી તક છે. સમગ્ર મિડલ ઇસ્ટમાં શાંતિ આ બેઠકના પરિણામ પર નિર્ભર છે. પાકિસ્તાન આ મહત્ત્વપૂર્ણ વાટાઘાટોનું યજમાન બનીને તણાવનો કાયમી ઉકેલ શોધવા પ્રયાસ કરી રહ્યું છે.જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું આ છેલ્લી બેઠક હશે, ત્યારે તેમણે સસ્પેન્સ જાળવી રાખ્યું હતું. તેમણે અગાઉની અમેરિકાની સરકારો પર નિશાન સાધતા કહ્યું કે, ‘તેઓ ૪૭ વર્ષથી ફક્ત વાતો કરી રહ્યા છે. આજની બેઠક જ નક્કી કરશે કે આગળ શું થશે. આપણે જોવું પડશે કે આવતીકાલ શું લાવે છે.’હોર્મુઝ સ્ટ્રેટ એ વિશ્વના ઓઈલ પુરવઠા માટેની મુખ્ય નળી સમાન છે. જો ત્યાં તણાવ વધે તો વૈશ્વિક સ્તરે ઇંધણના ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે. આ સંજોગોમાં શનિવારે યોજાનારી આ બેઠક માત્ર રાજકીય નહીં પણ આર્થિક દ્રષ્ટિએ પણ અત્યંત નિર્ણાયક સાબિત થશે.

Related posts

‘ભારત-પાકિસ્તાન યુદ્ધ મેં અટકાવ્યું, નહીંતર કરોડો લોકો માર્યા ગયા હોત’

Master Admin

અમેરિકામાં વર્લ્ડ કપ ફૂટબોલમાં ભાગ લેવા ઇરાનને ટ્રમ્પની મંજૂરીઃ ફિફાનો દાવો

Master Admin

ઈરાન સાથે દુશ્મનાવટ મામલે ઈઝરાયલે હવે અમેરિકાને જ આપી ધમકી

Master Admin

Leave a Comment

Translate »