Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

૬૬ ટકા લોકો નાખુશ : અમેરિકામાં ઘટી ડોનાલ્ડ ટ્રમ્પની લોકપ્રિયતા

સર્વેમાં ચોંકાવનારો ખુલાસો

અમેરિકાના નાગરિકોમાં ૬૬ ટકાએ ઈરાન સામે અમેરિકી પ્રમુખના વ્યવહાર પર અસહમતિ વ્યક્ત કરી

(સંપૂર્ણ સમાચાર સેવા)
વોશિંગ્ન, તા.૪ મે ૨૦૨૬ — અમેરિકામાં રાષ્ટ્રપતિએ ચાર વર્ષના કાર્યકાળ વચ્ચે નવેમ્બરમાં થનાર ચૂંટણી પહેલા આ સર્વેક્ષણ મહત્વનું માનવામાં આવી રહ્યું છે.

વોશિંગટન પોસ્ટ-એબીસી ન્યૂઝ-ઇપ્સોસ તરફથી જારી સર્વેક્ષણ અનુસાર ઇમિગ્રેશનના મુદ્દા પર ટ્રમ્પને અપેક્ષાકૃત સારૂ સમર્થન મળ્યું છે. અમેરિકા-મેક્સિકો સરહદ પર તેમની નીતિઓને ૪૫ ટકા લોકોએ મંજૂરી આપી, જ્યારે ૫૪ ટકાએ તેના પર અહસમતિ વ્યક્ત કરી છે.

સર્વેક્ષણમાં મોટી સંખ્યામાં અમેરિકીઓએ કહ્યું કે તેઓ મુખ્ય મુદ્દા પર કોઈપણ રાજકીય દળ પર ભરોસો કરતા નથી. ઇમિગ્રેશન પર ૨૩ ટકા, અર્થવ્યવસ્થા પર ૨૭ ટકા, ગુનાઓ પર ૨૮ ટકા અને મોંઘવારી પર ૩૩ ટકા લોકોને કોઈ પણ દળ પર ભરોસો નથી.
અમેરિકામાં આશરે ૫૧ ટકા લોકોએ છૈં ના મુદ્દા પર પણ ન તો રિપબ્લિકન અને ન ડેમોક્રેટિક પાર્ટી પર ભરોસો વ્યક્ત કર્યો. ઈરાનની સાથે તણાવે આર્થિક મુદ્દા પર ટ્રમ્પ પ્રત્યે વિશ્વાસને પ્રભાવિત કર્યો છે, જે ૨૦૨૪મા રાષ્ટ્રપતિ પદ પર બીજા કાર્યકાળ માટે તેમની વાપસીમાં મહત્વનો રહ્યો હતો.

અમેરિકાના નાગરિકોમાં ૬૬ ટકાએ ઈરાન સામે તેમના વ્યવહાર પર અસહમતિ વ્યક્ત કરી, જ્યારે ૩૩ ટકાએ સમર્થન કર્યું. અર્થવ્યવસ્થા પર તેમનું રેટિંગ સાત પોઈન્ટ ઘટી ૩૪ ટકા રહી ગયું છે, તો ઈંધણની કિંમતોમાં વૃદ્ધિની પણ અસર જોવા મળી છે.
મોંઘવારીના મુદ્દે પણ તેમની સ્વીકૃતિ રેટિંગ પાંચ પોઈન્ટ ઘટી ૨૭ ટકા રહી ગઈ, જ્યારે જીવન-નિર્વાહના ખર્ચના સંબંધમાં તેમનું રેટિંગ સૌથી ઓછું ૨૩ ટકા રહ્યું, જ્યાં ૭૬ ટકા લોકોએ અસહમતિ વ્યક્ત કરી. વોશિંગટન પોસ્ટ અનુસાર ટ્રમ્પની કુલ સ્વીકૃતિ રેટિંગ હવે ૩૭ ટકા છે, જે ફેબ્રુઆરીમાં ૩૯ ટકા હતી, પરંતુ અસ્વીકૃતિ વધી ૬૨ ટકા થઈ ગઈ છે, જે તેમના બંને કાર્યકાળમાં સૌથી વધુ છે. પરંતુ રિપબ્લિકન પાર્ટીના સમર્થકો વચ્ચે ટ્રમ્પની લોકપ્રિયતા મજબૂત છે, જ્યાં તેમને ૮૫ ટકા સમર્થન પ્રાપ્ત છે.

Related posts

ઇરાન શરતો ન સ્વીકારે તો બોમ્બ વરસાવીશુંઃ ટ્રમ્પ

Master Admin

ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાતા છેલ્લી ઘડીએ મોટો વળાંક

Master Admin

‘અમે શાંતિના દૂત, ગાઝા શાંતિ યોજનાને ભારતનું સમર્થન’

Master Admin

Leave a Comment

Translate »