Nirmal Metro Gujarati News
nationalPolitics

૮૦ ધારાસભ્યોના સમર્થનના દાવા વચ્ચે દિલ્હીમાં ડિકે શિવકુમારની બેઠક

કોંગ્રેસમાં ફરી ખુરશી માટે ખેંચતાણ?

જો કે શિવકુમારે કહ્યું છે કે આ મુલાકાત હાલ ચાલતા રાજનૈતિક મામલાઓ પર ફોકસ કરવા માટે હતી

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૨ ફેબ્રુઆરી ૨૦૨૬ — કર્ણાટકમાં સત્તા માટે અંદર ખાને સમરાંગણ ચાલી રહ્યું છે. CM સિદ્ધારમૈયાના સમર્થકો ઇચ્છી રહ્યા છે તે ૫ વર્ષ સુધી મુખ્યમંત્રી પદ પર યથાવત રહે. જ્યારે ડીકે શિવકુમારના સમર્થકો તેમણે મુખ્યમંત્રી બનાવવાની તીવ્ર માગ કરી રહ્યા છે. તો બીજી તરફ ત્રીજો મોરચો પણ એક્ટિવ થઈ ગયો છે. આ વચ્ચે હવે ડીકે શિવકુમારે દિલ્હી કોંગ્રેસના હાઈકમાન્ડ સાથે મુલાકાત કરી છે. જે બાદ ફરી અફવાઓનું બજાર ગરમ થઈ ગયું છે. જો કે શિવકુમારે કહ્યું છે કે આ મુલાકાત હાલ ચાલતા રાજનૈતિક મામલાઓ પર ફોકસ કરવા માટે હતી.

AICCની બેઠક બાદ શિવકુમારે કહ્યું કે, મને નથી લાગતું કે મારે એ બતાવવાની જરૂર છે કે ૧૦ જનપથની અંદર હું કોને મળ્યો, અમે રસ્તા પર રાજકારણની વાતો કરવા તૈયાર નથી. હું અમારા હાઈકમાન્ડને મળ્યો છું. જે વાત કરવાની હતી તે કરી છે. જેમાં ઘણી ચર્ચાઓ થઈ, મારે એ પણ બતાવવાની જરૂર નથી કે અમે અહીં હાલની રાજનૈતિક સ્થિતિઓ અંગે ચર્ચા કરી, માત્ર હવા લેવા માટે આવ્યા ન હતા.

જણાવી દઈએ કે કોંગ્રેસમાં અંદરખાને ડખો ગત નવેમ્બર ૨૦૨૫થી ચાલુ થયો, જ્યારે કર્ણાટક સરકાર તેના પાંચ વર્ષના શાસનકાળની અધવચ્ચે પહોંચી ગઈ. નવા મુખ્યમંત્રી માટે સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર સાથે ગૃહમંત્રી જી પરમેશ્વર પણ ટોપ લિસ્ટમાં ચર્ચાઈ રહ્યા છે. આ પહેલા કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્ય ઈકબાલ હુસેને કહ્યું હતું કે, ઓછામાં ઓછા ૮૦ ધારાસભ્યોએ મુખ્યમંત્રીના પદ માટે શિવકુમારનું નામ આગળ ધપાવ્યું છે. ઈકબાલ હુસેને કોંગ્રેસના સ્ન્ઝ્ર યતીન્દ્ર સિદ્ધારમૈયાને તેમના પિતા અને મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના પક્ષમાં સતત નિવેદન આપવા માટે ઝાટકણી કાઢી હતી અને તેમણે શિસ્તનું પાલન કરવા પર સૂચન કર્યું હતું.

સાથે એ પણ કહ્યું હતું કે, કોંગ્રેસ હાઈકમાન્ડનો નિર્ણય શિરોમાન્ય રહેશે. ૮૦-૯૦ સ્ન્છજએ હાઈકમાન્ડને શિવકુમારને મુખ્યમંત્રી બનાવાય માટે રજૂઆત કરી છે. કોંગ્રસ એક શિસ્તબદ્ધ પાર્ટી છે માટે તમામ તે પ્રમાણે વર્તન કરવું પડશે. અમને યતીન્દ્ર સિદ્ધારમૈયાનું વાંરવાર પોતાના પિતાનું સમર્થન કરવું અને હાઈ કમાન્ડને શરમમાં મૂકવાએ પસંદ નથી. દરેક પિતા તેના દીકરાની પ્રેમ કરે છે. અને દીકરો પિતાથી પણ રાજકારણમાં આપણે શિસ્ત જાળવીને કામ કરવું પડશે. અન્યને ભડકાવનારા નિવેદનોથી દૂર રહેવું પડશે.

અમારા બધાના દિલમાં એક જ વાત છે કે એક વખત શિવકુમારને પણ મોકો મળવો જોઈએ. બધા એ જ ઈચ્છે છે. પણ નિવેદનબાજીથી મુંઝવણ ઊભી ન કરવી જોઈએ. એટલા માટે હાલ બધા ચૂપ છે. કેટલાક લોકો વચ્ચે વચ્ચે બોલી રહ્યા છે. હું અંગત પણે માનું છું કે શિવકુમારને આ જ કાર્યકાળમાં તક મળવી જોઈએ.

Related posts

I-PAC રેડ મામલે મમતા સરકારને ઝટકો : સુપ્રીમ કોર્ટે ફટકારી નોટિસ

Master Admin

ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાતા છેલ્લી ઘડીએ મોટો વળાંક

Master Admin

રાહુલ ગાંધીનો ગંભીર આરોપ : અદાણી કેસ અને એપસ્ટિન ફાઈલ્સના કારણે PM મોદીએ ટ્રેડ ડીલ પર સહી કરી

Master Admin

Leave a Comment

Translate »