Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City News

અમદાવાદના વસ્ત્રાપુરની શિવાલિક હાઈ સ્ટ્રીટ બિલ્ડિંગમાં આગ લાગી

ફાયરની ટીમ ઘટનાસ્થળે, ફસાયેલા ૧૦૦ લોકનું રેસ્ક્યુ

ફાયર વિભાગની ૮ થી ૧૦ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧૨ ફેબ્રુઆરી ૨૦૨૬: અમદાવાદની ITC નર્મદાની બાજુમાં આવેલા શિવાલિક હાઈ સ્ટ્રીટ બિલ્ડિંગના ચોથા માળે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આગના બનાવના કારણે બિલ્ડિંગમાં કેટલાક લોકો ફસાયા હતા. ફાયર વિભાગની ૮ થી ૧૦ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. છે. જેમાં ફાયરની ટીમ દ્વારા ૧૦૦ જેટલાં લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.

અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી શિવાલિક હાઈ સ્ટ્રીટ બિલ્ડિંગમાં ભીષણ આગ લાગ લાગતા આખા બિલ્ડિંગ તથા કેમ્પસમાં ભાગદોડી મચી હતી. આગ લાગતા તાત્કાલિક ફાયર બિગ્રેડને જાણ કરતાં નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, પ્રહલાદનગર અને મણિનગર ફાયર સ્ટેશનની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. જેમાં ૨૫થી વધુ ફાયરકર્મી દ્વારા બચાવ કામગીરી હાથ ધરી હતી.

આગની ઘટનાને પગલે લોકો જીવ બચાવવા માટે બિલ્ડિંગના ધાબા પહોંચ્યા હતા. ફાયરની ટીમે બિલ્ડિંગમાં ફસાયેલા ૧૦૦થી વધુ લોકોનું સ્નોરકેલથી નીચે ઉતારીને રેસ્ક્યુ કર્યું. આગ લાગતા બિલ્ડિંગમાં ધુમાડો ફેલાઈ ગયો હતા, જેના કારણે ચારથી પાંચ લોકોને ગુમરાહમણ થતાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

Related posts

હિન્દુ સનાતન ધર્મના સંસ્કારો અને પરંપરાઓને ઉજાગર કરતો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજાયો

Master Admin

૧.૪૦ લાખ આંગણવાડી વર્કર્સે ઓનલાઈન કામનો બહિષ્કાર કર્યો

Master Admin

અમદાવાદના જુહાપુરામાં યુવકની ઘાતકી હત્યા કરાઈ

Master Admin

Leave a Comment

Translate »