Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City NewsCrime

અમદાવાદના શાહઆલમમાં પાર્ક કરવાની ના પાડતા કારચાલક રોષે ભરાયો

દુકાનમાં ઘૂસી બાપ દીકરા પર છરીથી જીવલેણ હુમલો

હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા પિતા અને પુત્રને તાત્કાલિક સારવાર માટે એલ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૫ માર્ચ ૨૦૨૬ — ગુજરાતનું આર્થિક પાટનગર અને ‘સેફ સિટી’ ગણાતું અમદાવાદ અત્યારે ક્રાઈમ સિટી બની રહ્યું હોય તેમ જણાય છે. છેલ્લા કેટલાક સમયથી શહેરમાં નજીવી બાબતે હત્યા અને હુમલાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. આવી જ એક ચોંકાવનારી ઘટના શહેરના શાહઆલમ વિસ્તારમાં બની છે. જ્યાં માત્ર કાર પાર્ક કરવા જેવી સામાન્ય બાબતે ઉશ્કેરાયેલા કારચાલકે કાર વોશિંગની દુકાનમાં ઘૂસી બાપ-દીકરા પર છરીથી જીવલેણ હુમલો કર્યો હતો.ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર, શાહઆલમ વિસ્તારમાં આવેલી એક કાર વોશિંગની દુકાન પાસે એક કારચાલક પોતાની ગાડી પાર્ક કરી રહ્યો હતો. દુકાન માલિકે ત્યાં ગાડી પાર્ક કરવાની ના પાડતા કારચાલક એકદમ ઉશ્કેરાઈ ગયો હતો. શરૂઆતમાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ગાળાગાળી થઈ હતી. જોકે, મામલો ત્યાં શાંત પડવાને બદલે વધુ બિચક્યો હતો.આરોપી કારચાલક પોતાની ગાડીમાંથી તીક્ષ્ણ છરી કાઢી લાવ્યો હતો અને સીધો જ દુકાનની અંદર ધસી ગયો હતો. આવેશમાં આવીને તેણે દુકાન માલિક અને તેમના પુત્ર પર છરીના આડેધડ ઘા ઝીંકવાનું શરૂ કરી દીધું હતું. આ ઓચિંતા હુમલાથી પિતા-પુત્ર લોહીલુહાણ થઈ ગયા હતા.આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા ઝ્રઝ્ર્‌ફ કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, હુમલાખોર અત્યંત આક્રમક મૂડમાં દુકાનમાં પ્રવેશ કરે છે અને જોતજોતામાં બાપ-દીકરા પર તૂટી પડે છે. આસપાસના લોકો તરત જ દોડી આવ્યા હતા અને હુમલાખોરને પકડી પાડી પિતા-પુત્રને વધુ ઈજા થતા બચાવ્યા હતા.હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા પિતા અને પુત્રને તાત્કાલિક સારવાર માટે એલ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે આ મામલે ઝ્રઝ્ર્‌ફ ફૂટેજના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શહેરમાં વધતી જતી આવી હિંસક ઘટનાઓએ સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ પેદા કર્યો છે. લોકોમાં સહિષ્ણુતાનો અભાવ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર હવે સવાલો ઉઠી રહ્યા છે.

Related posts

રાણાસણ ગામે જમીનમાં દાટેલો ૫,૨૦૦ લિટર દેશી દારૂનો આથો ઝડપાયો

Master Admin

અમદાવાદના જ્વેલર્સમાં સોનાની ચોરી કરતી બે મહિલાઓ જેલહવાલે

Master Admin

​અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) દ્વારા ‘ફિલ્મ પ્રોડક્શન એન્ડ મેનેજમેન્ટ’ પર વિશેષ સેશનનું આયોજન

Master Admin

Leave a Comment

Translate »