Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gujarat

અમદાવાદ અને રાજકોટમાંથી ૩૨૦થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત

અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચનો મોટો સપાટો

ક્રાઈમ બ્રાન્ચે મુખ્યત્ત્વે ચંડોળા તળાવ, ગુલાબનગર અને દાણીલીમડાના ખોડિયારનગર વિસ્તારમાં આ દરોડા પાડ્યા હતા

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૩ જૂન ૨૦૨૬ — ગુજરાતમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકોને શોધી કાઢવા માટે પોલીસે કડક વલણ અપનાવ્યું છે. ૨ જૂનની મોડી રાત્રે અમદાવાદ અને રાજકોટ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં પોલીસે આખી રાત મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં સેંકડો શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી છે.અમદાવાદ શહેરની સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરીને કુલ ૨૯૧ શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે મુખ્યત્ત્વે ચંડોળા તળાવ, ગુલાબનગર અને દાણીલીમડાના ખોડિયારનગર વિસ્તારમાં આ દરોડા પાડ્યા હતા. પકડાયેલા લોકોમાંથી પ્રાથમિક તપાસમાં જ ૧૩૧ લોકો બાંગ્લાદેશી હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ ચૂકી છે. જ્યારે અન્ય ૧૬૦ શંકાસ્પદ લોકોની ઓળખ પત્ર અને અન્ય પુરાવા અંગે હાલ સઘન પૂછપરછ ચાલી રહી છે. તમામ શકમંદોને ક્રાઈમ બ્રાન્ચ કેમ્પસમાં રાખીને વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.રાજકોટમાં પણ આખી રાત ચાલ્યું કોમ્બિંગબીજી તરફ રાજકોટમાં પણ શંકાસ્પદ બાંગ્લાદેશીઓ અંગે પોલીસે આખી રાત સઘન સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. રાજકોટ પોલીસે જુદા જુદા વિસ્તારોમાંથી આશરે ૩૧ જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરી છે અને તેમના ડોક્યુમેન્ટ્‌સની ઝીણવટભરી ચકાસણી શરૂ કરી દીધી છે. સમગ્ર રાજ્યમાં એકસાથે લેવાયેલા આ એક્શનથી ગેરકાયદેસર ઘૂસણખોરી કરીને રહેતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ હાલ આ તમામ લોકોના સ્થાનિક કનેક્શન અને બોગસ દસ્તાવેજો બનાવનારા નેટવર્ક સુધી પહોંચવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Related posts

રાજકોટમાં ૧૪ વર્ષની સગીરા પર ગેંગરેપ કરાયો

Master Admin

ગુજરાતનો ગેમ ચેન્જર બનશે નવો કોસ્ટલ હાઈવે

Master Admin

અદાણી ટોટલ ગેસે સીએનજીના ભાવમાં ૧.૫૦ રૂપિયાનો કર્યો વધારો

Master Admin

Leave a Comment

Translate »