Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
GujaratPolitics

અમદાવાદ મનપા ચૂંટણીમાં પોલીસની લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે

૮ હજાર પોલીસ જવાનો રહેશે તૈનાત

૨૫૦૦ જેટલા જવાનો VVIP મુવમેન્ટ અને સુરક્ષાને લઈ તૈનાત રહેશે : મતગણતરી કેન્દ્રમાં ત્રણ લેયરમાં સુરક્ષા ગોઠવાઈ

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૨૪ એપ્રિલ ૨૦૨૬ — આગામી ૨૬ એપ્રિલે અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈ પોલીસે લોખંડી સુરક્ષાનો એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ચૂંટણી દરમિયાન ૮ હજાર જેટલા પોલીસ જવાનો તૈનાત રહેશે અને ૨૫૦૦ જેટલા જવાનો VVIP મુવમેન્ટ અને સુરક્ષાને લઈ તૈનાત રહેશે. ખાસ કરીને મતગણતરી કેન્દ્રમાં ત્રણ લેયરમાં સુરક્ષા ગોઠવાઈ છે. જેમાં મતગણતરી કેન્દ્રની અંદર SRP જવાનો તૈનાત કરવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ૨૬ એપ્રિલના રોજ મતદાન અને ૨૮ એપ્રિલે મતગણતરી થવાની છે. ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે મતદાન મથકો અને મતગણતરી કેન્દ્રની મુલાકાત લીધી હતી. તેઓએ જણાવ્યું કે, મતદાન મથકો સાથે મતગણતરી કેન્દ્રની સમીક્ષા કરવામાં આવી છે. ૨૮ તારીખે મતગણતરીના દિવસે મતગણતરી કેન્દ્ર પર ત્રણ લેયર સુરક્ષા રાખવામાં આવશે. ૨૬ એપ્રિલે મતદાન પૂર્ણ થયા બાદ મતપેટીઓ સુરક્ષા હેઠળ અહીં લાવવામાં આવશે. ૨૮ વોર્ડની મત ગણતરી એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજ અને ૨૧ વોર્ડની મત ગણતરી ગુજરાત કોલેજ ખાતે થશે.

અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે જ્યાં મતપેટીઓ રાખવાની છે તે સ્ટ્રોંગરૂમની પણ મુલાકાત લીધી હતી. ૨૮મી તારીખે મતગણતરી કેન્દ્રની અંદર SRP જવાનો તૈનાત કરવામાં આવશે. મતગણતરી કેન્દ્રની બહાર લોકલ પોલીસ રહેશે. દરેક જગ્યા પર સીસીટીવી લગાવવામાં આવ્યા છે. ચૂંટણી કામગીરીને લઈને ૮૦૦૦ લોકલ પોલીસ સમગ્ર પ્રક્રિયા દરમિયાન તૈનાત કરાઈ છે. જ્યારે ૨૫૦૦ પોલીસ જવાનો VVIP મુવમેન્ટ માટે તૈનાત રાખવામાં આવ્યા છે.

મતગણતરી કેન્દ્રમાં મોબાઈલ ઉપકરણો લઈ જવા પર પ્રતિબંધ લગાવ્યો છે. જ્યારે મતગણતરી અગાઉ કેન્દ્રમાં કેટલાક રસ્તાઓ પર બેરીકેટ લગાવવામાં આવશે. તો કેટલાક રસ્તાઓ અવરજવર માટે બંધ કરાશે. મહત્વનું છે કે, મતદાન મથકો ઉપરાંત મતગણતરી કેન્દ્રમાં પોલીસ કમિશનરે મુલાકાત લઈ સમીક્ષા કરી હતી. જેમાં એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજ પર કાઉન્ટિંગ થવાનું છે. ત્યારે આ બન્ને કેન્દ્ર પર પોલીસ કમિશનરે મુલાકાત લઈ સમીક્ષા કરી હતી.

Related posts

રાજ્યસભાની ૧ બેઠક માટે મહાવિકાસ અઘાડીમાં ખેંચતાણ

Master Admin

યુદ્ધમાં ફસાયેલા લોકો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર

Master Admin

પલસાણામાં ૧૦ કરોડનું MD ડ્રગ્સ ઝડપાયું, મૈસૂરમાં ચાલતી ફેક્ટરીનો પર્દાફાશ

Master Admin

Leave a Comment

Translate »