Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City NewsGujarat

અમદાવાદ માટે ૧૦ સહિત નવી ૩૪ ટ્રેન સેટ્‌સનો ઓર્ડર

ડ્રાઈવરલેસ મેટ્રો દોડશે

કોમનવેલ્થ પૂર્વે અમદાવાદ-ગાંધીનગર વચ્ચે ફ્રિક્વન્સી વધશે, સુરત માટે ૨૪ ટ્રેન ખરીદાશે

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ , તા.૧૨ માર્ચ ૨૦૨૬ — અમદાવાદના આંગણે કોમનવેલ્થ ગેઈમ્સ ખેલાશે ત્યાં સુધીમાં અમદાવાદ-ગાંધીનગર વચ્ચે ડ્રાઈવરલેસ (ડ્રાઈવર વગરની) મેટ્રો ટ્રેન દોડતી થાય તેવું આયોજન મેગા દ્વારા કરાયું છે. ગાંધીનગર ગિફ્ટ સિટીથી નવા છ કિ.મી.ના ટ્રેક તેમજ અમદાવાદમાં સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ સુધીના નવા ટ્રેકની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ તમામ રૂટ પર હાલની ટ્રેન ફ્રિકન્વસી ફેઝ-૨ માટે નવી ૧૦ તેમજ સુરત શહેરમાં શરૂ થનારી સેવા માટે નવી ૨૪ મેટ્રો ટ્રેનના સેટ્‌સ મળી કુલ ૩૪ નવા ટ્રેન સેટ્‌સ માટે ઓર્ડર અપાયા છે. આ ટ્રેનો કોલકાતામાં ટીટાગઢની અદ્યતન મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ખાતે બનાવવામાં આવી રહી છે.ગુજરાતમાં નવી મેટ્રો સિસ્ટમ્સ અત્યાધુનિક ડ્રાઈવરલેસ (ડ્રાઈવર વગરની) ટેન્કોલોજીથી સજ્જ હશે, જે સમયપાલકતા, સલામતી અને ઊર્જા કાર્યક્ષમતા સુનિશ્ચિત કરવા માટે ડિઝાઈન કરવામાં આવી છે. આ ટ્રેનોમાં રિયલ-ટાઈમ મોનીટરિંગ અને ઓટોમેટેડ બ્રેકિંગ સિસ્ટમ્સ, ઑપ્ટિમાઈઝ્‌ડ સ્પીડ પ્રોફાઈલ્સ અને ઈન્ટેલિજન્ટ ફોલ્ટ ડાયગ્નોસ્ટિક્સ હશે, જે વિશ્વસનીય કામગીરીની ગેરંટી આપે છે. વધુમાં, સીસીટીવી સર્વેલન્સ, ફાયર ડિટેક્શન સિસ્ટમ્સ, ફેઈલ-સેફ ડોર ઓપરેશન્સ અને ઓબ્સ્ટેકલ ડિટેક્શન એટલે કે અવરોધોને શોધવા માટેની પદ્ધતિઓ જેવા મુસાફર-કેન્દ્રીત સુધારા મુસાફરોને સુરક્ષિત અને સરળ મુસાફરીનો અનુભવ પ્રદાન કરશે.અમદાવાદ મેટ્રો ફેઝ-૨ હેઠળ અમદાવાદ-ગાંધીનગર કોરિડોરમાં, ૬૮.૨ કિ.મી. મેટ્રો નેટવર્ક પહેલેથી જ કાર્યરત છે, જેમાં હાલમાં ૩૨ ટ્રેન સેટ્‌સ સેવામાં છે. તેમાં વધુ ૧૦ ટ્રેન સેટ્‌સનો ઉમેરો થવાથી ટ્રેનની ફ્રિકવન્સી વધી જશે, ટ્રેનો માટે રાહ જોવાનો સમય ઘટશે અને મુસાફરોને વધુ સારી સુવિધા મળશે. આ જ રીતે સુરત ખાતે ૪૦.૩ કિ.મી. લાંબા મેટ્રો રેલ નેટવર્કનું બાંધકામ ઝડપથી આગળ વધી રહ્યું છે. સુરત મેટ્રો માટે ૨૪ ટ્રેન સેટ્‌સનો ઓર્ડર આપવામાં આવ્યો છે. રાજ્યમાં હાલમાં મેટ્રો રેલ નેટવર્ક ૧૦૮ કિ.મી. સુધી વિસ્તરેલું છે, અને આગામી વર્ષોમાં ૧૯૦ કિ.મી. સુધી તેનું વિસ્તરણ થવાનો અંદાજ છે. તેમાં ૬.૦૪ કિ.મી.ની અગાઉથી આયોજિત એરપોર્ટ લાઈનનો પણ સમાવેશ થાય છે, જે કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવશે.

Related posts

પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ નથી ત્યારે આજથી શૈક્ષણિક સત્ર શરૂ

Master Admin

રખિયાલમાં ધોળા દિવસે યુવક પર તલવારથી જીવલેણ હુમલો

Master Admin

ધો.૧૨ સાયન્સનું ૮૪.૩૩% અને સા.પ્રવાહનું ૯૨.૭૧% રિઝલ્ટ

Master Admin

1 comment

Elliot4786 March 13, 2026 at 10:58 am Reply

Leave a Comment

Translate »