Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

ઈરાને ડિએગો ગાર્સિયા પર છોડી મિસાઈલ, રેન્જ જોઈ દુનિયા સ્તબ્ધ

હિંદ મહાસાગરમાં યુદ્ધ!

ડિયેગો ગાર્સિયા એ હિંદ મહાસાગરમાં આવેલો એક નાનો ટાપુ છે, જે અમેરિકા અને બ્રિટન માટે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનો છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૧ માર્ચ ૨૦૨૬ — મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે એક એવા સમાચાર સામે આવ્યા છે જેણે સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. વોલ સ્ટ્રીટ જર્નલ ના રિપોર્ટ અનુસાર, ઈરાને હિંદ મહાસાગરમાં આવેલા અમેરિકા અને બ્રિટનના સંયુક્ત સૈન્ય મથક ડિયેગો ગાર્સિયા પર બે મધ્યમ અંતરની મિસાઈલોથી હુમલો કર્યો છે. આ ઘટના બાદ વૈશ્વિક સ્તરે ખળભળાટ મચી ગયો છે.રિપોર્ટ મુજબ, ઈરાન દ્વારા છોડવામાં આવેલી બંને મિસાઈલો અમેરિકી સૈન્ય અડ્ડાને ભેદવામાં નિષ્ફળ રહી છે અને બેઝને કોઈ નુકસાન થયું નથી. અમેરિકાએ આ મિસાઈલને રોકવા માટે પોતાના જંગી જહાજ પરથી જીસ્-૩ ઈન્ટરસેપ્ટર લોન્ચ કર્યું હતું. જોકે, ઈન્ટરસેપ્ટર મિસાઈલને હવામાં તોડી પાડવામાં સફળ રહ્યું કે નહીં તેની સ્પષ્ટતા થઈ નથી. ઈરાનથી ડિયેગો ગાર્સિયાનું અંતર અંદાજે ૪૧૧૮ કિલોમીટર છે. ઈરાનની અત્યાર સુધીની જાણીતી મિસાઈલ ક્ષમતા આટલી લાંબી રેન્જની નથી, જે સૂચવે છે કે ઈરાને ગુપ્ત રીતે પોતાની સૈન્ય શક્તિમાં મોટો વધારો કર્યો છે.સામાન્ય રીતે ઈરાનની ગતિવિધિઓ અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (મિડલ ઈસ્ટ) હેઠળ આવતી હોય છે, પરંતુ ડિયેગો ગાર્સિયા યુએસ ઈન્ડો-પેસિફિક કમાન્ડના વિસ્તારમાં આવે છે. આ હુમલાથી સાબિત થાય છે કે, હવે યુદ્ધનો વ્યાપ વધી રહ્યો છે અને ઈરાન સીધા અમેરિકાના વ્યૂહાત્મક સ્થળોને નિશાન બનાવી રહ્યું છે. આ હુમલા અંગે વ્હાઇટ હાઉસ કે બ્રિટનના સંરક્ષણ મંત્રાલય દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી. આ ઘટનામાં ઇઝરાયલ કે અન્ય પડોશી દેશોની ભૂમિકા અથવા પ્રતિક્રિયા પર પણ દુનિયાની નજર રહેશે.ડિયેગો ગાર્સિયા એ હિંદ મહાસાગરમાં આવેલો એક નાનો ટાપુ છે, જે અમેરિકા અને બ્રિટન માટે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનો છે. અહીંથી જ અમેરિકા એશિયા અને મિડલ ઈસ્ટ પર નજર રાખે છે અને બોમ્બર વિમાનોનું સંચાલન કરે છે.

Related posts

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સતત ગ્રીનલેન્ડ પર દાવો કરી રહ્યા છે

Master Admin

‘અમે શાંતિના દૂત, ગાઝા શાંતિ યોજનાને ભારતનું સમર્થન’

Master Admin

યુદ્ધ શરૂ કરશો તો ખતમ અમે કરીશું : ઈરાનનો ખુલ્લો પડકાર

Master Admin

Leave a Comment

Translate »