Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessHealth Carenational

ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ એ ટાઇપ 2 ડાયાબિટીસ માટે ભારતના પ્રથમ DCGI-મંજૂર સેમાગ્લુટાઇડ ઇન્જેક્શન ‘ઓબેડા®’ લોન્ચ કરવાની જાહેરાત કરી

  • આ જાહેરાત ડૉ. રેડ્ડીનો GLP 1 રીસેપ્ટર એગોનિસ્ટ થેરાપી ક્ષેત્રમાં પ્રવેશ અને ભારતમાં દર્દીઓની સેવા કરવાની તૈયારીનો દિવસ છે.
  • 312 સહભાગીઓનો સમાવેશ કરતા એક મુખ્ય તબક્કા-III ક્લિનિકલ અભ્યાસમાં, ડૉ. રેડ્ડીઝ ઓબેડા® એ નવીન દવા જેવી જ અસરકારકતા અને સલામતી દર્શાવી છે.
  • API ડેવલપમેન્ટ અને મેન્યુફેક્ચરિંગ તેમજ ફોર્મ્યુલેશન ડેવલપમેન્ટ સંપૂર્ણપણે ઇન-હાઉસ કરવામાં આવ્યું હોવાથી, ઓબેડા® એ જટિલ પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને પેપ્ટાઈડ સાયન્સ માં ડૉ. રેડ્ડીઝની મજબૂતીને સાબિત કરે છે.
  • ડૉ. રેડ્ડીઝની ઓબેડા® સેમાગ્લુટાઈડ ઈન્જેક્શન 2 mg અને 4 mg ની ક્ષમતામાં ઉપલબ્ધ છે. તે પ્રી-ફિલ્ડ , ડિસ્પોઝેબલ ફોર્મેટમાં આવે છે, જે અઠવાડિયામાં એકવાર ચામડીની નીચે આપવા માટેનું યુઝર-ફ્રેન્ડલી પેન ડિવાઇસ છે.
  • બંને સ્ટ્રેન્થની દરેક પેન ઓછામાં ઓછા 4 સાપ્તાહિક ડોઝ આપશે. દર્દી માટે આ બંને સ્ટ્રેન્થની કિંમત દર મહિને ₹4,200 રહેશે.
  • ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કા હેઠળ માત્ર ભારત જ નહીં, પરંતુ અન્ય દેશોમાં પણ આ જેનરિક સેમાગ્લુટાઈડ દવા ઉપલબ્ધ કરાવવાનું લક્ષ્ય ધરાવે છે.
  • કંપની ડાયાબિટીસ અને ઓબેસિટી સહિતના અનેક મેટાબોલિક ડિસઓર્ડર માટે સંપૂર્ણ શ્રેણીનું GLP-1 પોર્ટફોલિયો તૈયાર કરી રહી હોવાથી, આ એકીકૃત ઉપચારાત્મક અભિગમને પ્રતિબિંબિત કરવા માટે ‘ઓબેડા®’ બ્રાન્ડ નામ વિચારવામાં આવ્યું હતું.

હૈદરાબાદ, ભારત | ૨૧ માર્ચ ૨૦૨૬ — ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ લિમિટેડ (BSE: 500124, NSE: DRREDDY, NYSE: RDY, NSEIFSC: DRREDDY; તેની પેટાકંપનીઓ સાથે મળીને “ડૉ. રેડ્ડીઝ” તરીકે ઓળખાય છે), એક વૈશ્વિક ફાર્માસ્યુટિકલ કંપની, આજે ઓબેડા® બ્રાન્ડ નામ હેઠળ તેના ઇન્જેક્ટેબલ સેમાગ્લુટાઇડના લોન્ચની જાહેરાત કરી, જે ભારતમાં ટાઇપ 2 ડાયાબિટીસના સંચાલન માટે અદ્યતન GLP-1 રીસેપ્ટર એગોનિસ્ટ-આધારિત ઉપચારની ઍક્સેસને વિસ્તૃત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. ડૉ. રેડ્ડીઝ પહેલી ભારતીય કંપની છે જેને જેનેરિક સેમાગ્લુટાઇડ માટે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI) ની મંજૂરી મળી છે. આ લોન્ચ પેટન્ટ સમાપ્તિ પર કંપનીના ડે-1 સેગમેન્ટમાં પ્રવેશને રેખાંકિત કરે છે, જે ભારતમાં દર્દીઓની જરૂરિયાતો પૂરી કરવા માટે તેની તૈયારી દર્શાવે છે.

ICMR-INDIAB ના અભ્યાસ અનુસાર, ભારત વિશ્વમાં ડાયાબિટીસનો સૌથી મોટો બોજ ધરાવતા દેશોમાંનો એક છે, જ્યાં 10.01 કરોડથી વધુ પુખ્ત વયના લોકો આ સ્થિતિમાં જીવી રહ્યા છે. આ અભ્યાસમાં ડાયાબિટીસનું પ્રમાણ 11.4% હોવાનો અંદાજ છે, જેમાં દર દસમાંથી લગભગ ચાર પુખ્ત વયના લોકો પેટની સ્થૂળતા અનુભવે છે. વધારાના 13.6 કરોડ વ્યક્તિઓ પ્રી-ડાયાબિટીક હોવાનો અંદાજ છે, જે તેમને આ રોગ થવાના ઉચ્ચ જોખમમાં મૂકે છે. આવી સ્થિતિમાં, સેમાગ્લુટાઈડ, જે એક GLP-1 રિસેપ્ટર એગોનિસ્ટ છે, તેણે જ્યારે વ્યાપક સારવાર યોજનાના ભાગ રૂપે ઉપયોગ કરવામાં આવે ત્યારે ગ્લાયકેમિક નિયંત્રણ સુધારવા અને વજન વ્યવસ્થાપનમાં ટેકો આપવામાં વૈશ્વિક સ્તરે સાબિત થયેલો ટ્રેક રેકોર્ડ ધરાવે છે.

312 સહભાગીઓને આવરી લેતા હેડ ટુ હેડ ફેઝ-III ક્લિનિકલ અભ્યાસમાં, ડૉ. રેડ્ડીઝની ઓબેડા® એ મૂળ દવા જેટલી જ અસરકારકતા અને સમાન સુરક્ષા પ્રોફાઇલ પ્રસ્થાપિત કરી છે. તેણે ગ્લાયકેમિક ઘટાડામાં પણ સમાન પરિણામો દર્શાવ્યા છે. આ ઉપરાંત, અભ્યાસના અંતે ફાસ્ટિંગ ગ્લુકોઝ કંટ્રોલ, પોસ્ટ-પ્રેન્ડિયલ ગ્લુકોઝ કંટ્રોલ અને થેરાપ્યુટિક ગ્લાયકેમિક રિસ્પોન્સ (HbA1c < 7.0% પ્રાપ્ત કરવું) માટે પણ સમાન પરિણામો જોવા મળ્યા હતા. શરીરમાં દવાની વિરુદ્ધ કોઈ એન્ટિબોડીઝ મળી આવ્યા નથી, અને તેની ઈમ્યુનોજેનિસિટી પ્રોફાઇલ પણ મૂળ દવા જેવી જ માલૂમ પડી છે.

API ડેવલપમેન્ટ અને મેન્યુફેક્ચરિંગ તેમજ ફોર્મ્યુલેશન ડેવલપમેન્ટ સંપૂર્ણ પણે ઇન-હાઉસ કરવામાં આવ્યું હોવાથી, ઓબેડા® એ જટિલ પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને પેપ્ટાઈડ સાયન્સમાં ડૉ. રેડ્ડીઝની મજબૂતીને પ્રતિબિંબિત કરે છે. તે પેપ્ટાઈડ ટેકનોલોજીમાં કંપનીના દાયકાઓ જૂના અનુભવ અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત, સસ્તી દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરીને ભારતની બદલાતી જતી સ્વાસ્થ્ય જરૂરિયાતોને પૂરી કરવા માટેની તેમજ GLP-1 થેરાપીને બજારમાં લાવવા માટેની તેમની પ્રતિબદ્ધતાને પણ દર્શાવે છે. GLP-1 થેરાપી માટેની તેની ભવિષ્યની યોજનાઓના ભાગ રૂપે, કંપની સંપૂર્ણ સંકલિત API અને ફોર્મ્યુલેશન અભિગમ પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેમાં ઇન-હાઉસ ડેવલપમેન્ટ અને મેન્યુફેક્ચરિંગ બંનેનો સમાવેશ થાય છે.

ડૉ. રેડ્ડીઝના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ઇરેઝ ઇઝરાયેલીએ જણાવ્યું હતું કે: “આજનું લોન્ચિંગ ભારત અને વૈશ્વિક બજારોમાં દર્દીઓને વિશિષ્ટ સોલ્યુશન્સ સાથે જટિલ રોગોની સારવાર માટેના અમારા પોર્ટફોલિયોને વિસ્તારવાની અમારી પ્રતિબદ્ધતામાં એક મહત્વપૂર્ણ પગલું છે. GLP-1 થેરાપીમાં અમારો પ્રવેશ જટિલ પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને પેપ્ટાઈડ સાયન્સમાં અમારી ક્ષમતાઓને પ્રતિબિંબિત કરે છે. તે ઇનોવેશન અને એક્સેસ ને જોડીને હેલ્થકેરમાં એક વિશ્વસનીય ભાગીદાર બનવાના અમારા વિઝનને મજબૂત કરે છે, જે સુનિશ્ચિત કરે છે કે ડાયાબિટીસની અદ્યતન સારવાર માત્ર ઉપલબ્ધ જ નહીં પણ પરવડે તેવી પણ હોય. લોન્ચિંગના પ્રથમ તબક્કાના ભાગ રૂપે, અમે અનેક દેશોમાં જેનરિક સેમાગ્લુટાઈડ રજૂ કરવાનું લક્ષ્ય રાખ્યું છે અને અમારા ‘વન પ્રોડક્ટ, વન ક્વોલિટી’ અભિગમ દ્વારા, અમે તમામ બજારોમાં સમાન ઉચ્ચ ગુણવત્તાનું ઉત્પાદન સુનિશ્ચિત કરવા માટે કટિબદ્ધ છીએ.”

ડૉ. રેડ્ડીઝનું ઓબેડા® ઇન્જેક્શન 2 mg અને 4 mg ની ક્ષમતામાં ઉપલબ્ધ છે અને તે અઠવાડિયામાં એકવાર ચામડીની નીચે આપવા માટે તૈયાર કરવામાં આવેલી પ્રી-ફિલ્ડ, ડિસ્પોઝેબલ પેન છે. તેના વિતરણ દરમિયાન મજબૂત કોલ્ડ-ચેન જાળવી રાખવામાં આવે છે. બંને ક્ષમતાની દરેક પેન ઓછામાં ઓછા 4 સાપ્તાહિક ડોઝ આપશે અને દર્દી માટે તેની કિંમત દર મહિને ₹4,200 રહેશે. આ ઉપરાંત, USFDA ના માર્ગદર્શન હેઠળ 41 સહભાગીઓ સાથે કરવામાં આવેલા હ્યુમન-ફેક્ટર્સ અભ્યાસમાં, ઓબેડા® પેને મૂળ પેન જેવી જ સરળતા અને કાર્યક્ષમતા દર્શાવી છે.

ઓબેડા® માટેના તેના પેશન્ટ સપોર્ટ પ્રોગ્રામના ભાગ રૂપે, ડૉ. રેડ્ડીઝે દર્દીની સારવારની સફરને બહેતર બનાવવા અને સુવ્યવસ્થિત કરવા માટે એક વ્યાપક સપોર્ટ સિસ્ટમ SemaKare™ વિકસાવી છે. ડિજિટલ એપ દ્વારા સમર્થિત, SemaKare™ દર્દીઓને સારવાર શરૂ કરવા માટેનું માર્ગદર્શન, ફિલ્ડ ડિવાઇસ-કાઉન્સેલરની સહાય, ઇન્જેક્શન લેવાની તાલીમ, ટેલિ-સપોર્ટ અને થેરાપી-એડહેરન્સ મોનિટરિંગ જેવી સુવિધાઓ આપે છે, જે દર્દીઓ માટે સારવારના પરિણામો સુધારવામાં મદદરૂપ થશે.

વધુમાં, ડૉ. રેડ્ડીઝ ભારતભરમાં ‘મેટાબોલિક સેન્ટર્સ ઓફ એક્સેલન્સ’ સ્થાપીને એક સંકલિત સંભાળ વ્યવસ્થા બનાવવાનું લક્ષ્ય રાખે છે. આ કેન્દ્રો હેલ્થકેર પ્રોફેશનલ્સ (HCP) ના શિક્ષણ, પુરાવા-આધારિત વ્યવસ્થાપન અને રિયલ-વર્લ્ડ ડેટા જનરેશન પર ધ્યાન કેન્દ્રિત કરીને ડાયાબિટીસ અને અન્ય મેટાબોલિક રોગોની સારવારને આગળ વધારવા માટેના કેન્દ્રીય હબ તરીકે કાર્ય કરશે. આ પહેલ નિદાન ક્ષમતાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવામાં મદદ કરશે, જ્યારે વ્યવસ્થિત તાલીમ કાર્યક્રમો દ્વારા સપોર્ટ સ્ટાફની કુશળતામાં વધારો કરશે.આ ઉપરાંત, આ કેન્દ્રો દર્દીઓમાં જાગૃતિ લાવવા અને સશક્તિકરણની પહેલો ચલાવશે, જે સુનિશ્ચિત કરશે કે વ્યક્તિઓ તેમની સારવારની સફર વિશે વધુ સારી રીતે માહિતગાર અને સંકળાયેલા રહે. વપરાયેલી પેનનો સુરક્ષિત અને ટકાઉ નિકાલ સુનિશ્ચિત કરવા માટે આ કેન્દ્રોમાં સમર્પિત ‘ડ્રોપ બોક્સ’ પણ રાખવામાં આવશે.વધુમાં, ડૉ. રેડ્ડીઝ તેના જોઈન્ટ વેન્ચર ‘ડૉ. રેડ્ડીઝ નેસ્લે હેલ્થ સાયન્સ’ના મુખ્ય ઉત્પાદનો જેવા કે Celevida GLP+, Optifast વગેરે દ્વારા GLP-1/GIP થેરાપી લેતા દર્દીઓની પોષણ સંબંધી જરૂરિયાતોને પૂરી કરવાનું લક્ષ્ય રાખે છે. આ ઉત્પાદનો પોષક તત્વોના વધુ સારા સેવન અને સ્નાયુઓના જથ્થાને જાળવવામાં મદદ કરે છે, જે મેટાબોલિક અને કાર્યાત્મક સ્વાસ્થ્ય જાળવવા માટે આવશ્યક લક્ષિત પોષણ પૂરું પાડે છે.

ડૉ. રેડ્ડીઝ ઓબેડા® એક પ્રિસ્ક્રિપ્શન-આધારિત દવા છે. દર્દીઓને વધુ વિગતો માટે તેમના ડૉક્ટરનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવે છે.

Related posts

વડોદરાની HCG કેન્સર હોસ્પિટલ ખાતે સફળ દ્વિપક્ષીય સ્તન રિકન્સ્ટ્રક્શન સર્જરી બાદ 64 વર્ષીય મહિલાએ પોતાનો આત્મવિશ્વાસ ફરી મેળવ્યો

Master Admin

The Ultimate Coffee Experience in India: Nespresso’s First Boutique Opening in New Delhi

Reporter1

Tata Motors registered total sales of 2,10,415 units in Q1 FY26 Total CV Sales of 85,606 units, -6% YoY Total PV Sales of 1,24,809 units, -10% YoY

Reporter1

Leave a Comment

Translate »