Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

આસારામની મુશ્કેલી વધી, ગેંગરેપના આરોપમાં રાહત પણ ઉંમર કેદની સજા રાખી યથાવત

તરત સરેન્ડર કરવા આપ્યો આદેશ

રાજસ્થાન હાઈકોર્ટે સગીરા સાથે દુષ્કર્મ મામલે આસારામને મોટી રાહતનો ઇનકાર કરતા તેની આજીવન કેદની સજાને યથાવત રાખી

(સંપૂર્ણ સમાચાર સેવા)
જયપુર, તા.૨૭ મે ૨૦૨૬ — રાજસ્થાન હાઈકોર્ટે સગીરા સાથે દુષ્કર્મ મામલે સજા ભોગવી રહેલા આસારામને મોટી રાહત આપવાથી ઇનકાર કરતા તેની આજીવન કેદની સજાને યથાવત રાખી છે. જો કે અદાલતે તેને ગેંગરેપના આરોપમાંથી મુક્ત કર્યા છે. પરંતુ અન્ય ગંભીર આરોપમાં દોષિત માનતા સજાને યથાવત રાખવામાં આવી છે. સાથે જ તેને સરેન્ડર કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. જોધપુરથી આવેલા આ નિર્ણયને લઈને ફરી એકવાર આ મુદ્દે ચર્ચાએ જોર પકડ્યું છે.

રાજસ્થાન હાઈકોર્ટે જોધપુર બેંચમાં જસ્ટિસ અરુણ મોંગાઅને જસ્ટિસ યોગેન્દ્ર કુમાર પુરોહિતની ડિવિઝન બેંચે આસારામ સહિત ત્રણ આરોપીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ પર પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. કોર્ટે સ્પષ્ટ કર્યું કે, સગીર પીડિતા સાથે દુષ્કર્મના કેસમાં નિચલી અદાલત દ્વારા સંભળાવવામાં આવેલી ઉંમરકેદની સજામાં કોઈ પ્રકારનો ફેરફાર કરવામાં નહીં આવે.

સુનાવણી દરમિયાન અદાલતમાં ગેંગરેપ સંબંધિત આરોપ પર વિચાર કરતા આસારામને એ વિશેષ આરોપથી રાહત આપી છે. કોર્ટે કહ્યું કે, ઉપલબ્ધ સાક્ષીઓના આધાર પર ગેંગરેપની કલમમાં દોષ પુરવાર થતો નથી, પરંતુ અન્ય આરોપ પૂરતી રીતે સાબિત થાય છે. જેના લીધે તેની બાકીની સજાઓ યથાવત રાખવામાં આવી છે.

આ મામલે સાથી આરોપી શિલ્પી અને શરતચંદની અપીલો પર પણ અદાલતે નિર્ણય સંભળાવ્યો. બંને આરોપીઓને સજામાં આંશિક રાહત આપવામાં આવી છે. અદાલતે તેઓની સામે કેટલીક કલમોમાં રાહત આપી છે, જ્યારે અન્ય કેસમાં આદેશ યથાવત રાખવામાં આવ્યાં.

નોંધનીય છે કે વર્ષ ૨૦૧૩માં જોધપુરમાં નોંધાયેલા આ બહુચર્ચિત કેસમાં આરોપ હતો કે, આસારામે પોતાના અશ્રમમાં એક સગીર વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

કેસમાં તપાસ બાદ પોલીસે એફઆઈઆર નોંધી અને લાંબી સુનાવણી બાદ વિશેષ અદાલતે વર્ષ ૨૦૧૮માં આસારામને દોષિત માની તેને ઉંમરકેદની સજા સંભળાવી હતી. પરંતુ હાલ તે પરેલો પર બહાર છે.

Related posts

ચૂંટણી પછી પેટ્રોલ ડીઝલના ભાવમા વધારો થાય તેવી શક્યતા

Master Admin

ઘરેલુ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ૨૯ રૂપિયાનો વધારો

Master Admin

પાકિસ્તાનમાં ટ્રેક પર બ્લાસ્ટ, જાફર એક્સપ્રેસના ૩ ડબ્બા પાટા પરથી ઉતર્યા

Master Admin

Leave a Comment

Translate »