Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

ઈરાન યુદ્ધના કારણે બધી અર્થવ્યવસ્થાઓ ખોરવાશે

યૂનાઈટેડ નેશન્સના અર્થશાસ્ત્રીઓએ દુનિયાને ચેતવી

મોંઘવારી વધશે અને ગ્લોબલ ઈકોનોમી પર અસર થશે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૦ મે ૨૦૨૬ — ઈરાન અને અમેરિકાના યુદ્ધે આપી દુનિયા માટે મુશ્કેલીઓ વધારી દીધી છે. વૈશ્વિક સપ્લાયને ઊંડી અસર થઈ છે. મોંઘવારી વધતી જઈ રહી છે. એવામાં UN એટલે કે, યૂનાઈટેડ નેશન્સના અર્થશાસ્ત્રીઓએ આખી દુનિયાને ચેતવી છે કે, ઈરાન યુદ્ધના કારણે બધી અર્થવ્યવસ્થાઓ ખોરવાઈ જશે. મોંઘવારી પણ વધશે અને કોરોના મહામારીથી હજુ સુધી જે પણ ગ્રોથ થઈ છે, તેના પર પાણી ફરી વળશે.

સંયુક્ત રાષ્ટ્રના અર્થશાસ્ત્રીઓએ ગ્લોબલ GDPને લઈને નવી ચેતવણી જારી કરી દીધી છે. તેમણે કહ્યું છે કે, મિડલ ઈસ્ટમાં જારી સંકટ અને ક્રૂડ ઓઈલની વધતી કિંમતોથી મોંઘવારી વધશે અને ગ્લોબલ ઈકોનોમી પર અસર થશે. માહિતી પ્રમાણે, વર્ષ ૨૦૨૬માં ગ્લોબલ ઈકોનોમીનો વિકાસ દર ૨.૫ ટકા રહેવાનો અંદાજ છે. તેના પહેલા જાન્યુઆરીમાં ૨.૭ ટકા વિકાસ દરનો અંદાજ લગાવવામાં આવ્યો હતો. જો સ્થિતિ વધારે ખરાબ થઈ તો આ વિકાસ દર ૨.૧ ટકાની આસપાસ પણ જઈ શકે છે.

૧૦૦ વર્ષની સૌથી સુસ્ત ગતિ-UNના ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક એન્ડ સોશિયલ અફેર્સનાં ડિરેક્ટર શાંતનુ મુખર્જીએ જણાવ્યું હતું કે, આ એક સદી એટલે કે ૧૦૦ વર્ષમાં સૌથી ધીમો વિકાસ દર હશે. આવું તો કોવિડ-૧૯ મહામારી અને ૨૦૦૮ની આર્થિક મહામંદી વખતે પણ થયુ નથી. તેમણે અંદાજ લગાવ્યો કે, ઈરાન સંકટના કારણે ગ્લોબલ મોંઘવારી આ વર્ષે ૩.૯ ટકા સુધી પહોંચી જશે, જે જાન્યુઆરીમાં લગાવવામાં આવેલા અંદાજ ૦.૮૦ ટકાથી વધારે છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બ્લોક હોવાથી દુનિયાના તમામ દેશોને ક્રૂડ, પ્રાકૃતિક ગેસ, ફર્ટિલાઈઝર્સ તેમજ અન્ય પેટ્રો ઉત્પાદનોની સપ્લાય પર અસર પડી રહી છે.

દરેક વસ્તુને અસર કરે છે ક્રૂડ- મુખર્જીએ કહ્યું કે, ક્રૂડ એક એવી વસ્તુ છે જે લગભગ દરેક ઉત્પાદનને અસર કરે છે. ક્રૂડ ઓઇલ મોંઘુ થવાથી રિફાઇનરીનો ખર્ચ વધશે અને ઔદ્યોગિક ઉત્પાદન તેમજ કોમર્શિયલ પરિવહન ધીમું થશે. આનાથી વિશ્વભરના મોટાભાગના દેશોમાં મોંઘવારી વધશે.

ધનવાન અને વિકસિત દેશોમાં મોંઘવારી ૨૦૨૬ સુધીમાં ૨.૬% થી વધીને ૨.૯% થઈ શકે છે, જ્યારે વિકાસશીલ દેશોમાં તે ૪.૨% થી વધીને ૫.૨% થઈ શકે છે. મોંઘું ઇંધણ માત્ર પરિવહન ખર્ચમાં જ નહીં વધારે, પરંતુ કમાણી પર પણ અસર કરશે.

Related posts

લંડનમાં તિલક લગાવતા હિન્દુ વિદ્યાર્થીને શાળા છોડવા મજબૂર કરાયો

Master Admin

એપસ્ટિન ફાઈલ્સ કેસમાં ઈલોન મસ્ક અને ઝુકરબર્ગ પણ ફસાયા

Master Admin

મોટી રાહત : ટ્રમ્પે ભારત પર દંડરૂપે લગાવેલો ૨૫% ટેરિફ હટાવ્યો

Master Admin

Leave a Comment

Translate »