Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gov. of GujaratGujarat

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગમી ત્રણ દિવસ ગુજરાત પ્રવાસે

સોલામાં ૧૦૪ કરોડના ખર્ચે બનેલા હોસ્ટેલનું લોકાર્પણ કરશે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આગામી ૨૭ થી ૨૯ મે દરમિયાન ૩ દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૫ મે ૨૦૨૬ — કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આગામી ૨૭ થી ૨૯ મે દરમિયાન ૩ દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ રાજ્યના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. અમદાવાદમાં તેઓ વિકાસકાર્યોની સમીક્ષા કરશે અને શિક્ષણ ક્ષેત્રના એક મહત્વપૂર્ણ કામોનું લોકાર્પણ પણ કરશે. આ પ્રવાસ રાજ્યના વિકાસ અને સુરક્ષા બંને દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

અમિત શાહ અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલ ઉમિયાધામ કેમ્પસમાં ૧૦૪ કરોડના ખર્ચે નિર્મિત અત્યાધુનિક બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલનું લોકાર્પણ કરશે. આ હોસ્ટેલમાં કુલ ૪૦૦ રૂમની ક્ષમતા છે, જેમાં ૧,૬૦૦ વિદ્યાર્થીઓ રહી શકે એવી સુવિધા ઉભી કરવામાં આવી છે. ઉમિયાધામ સંકુલમાં આ નવું હોસ્ટેલ શિક્ષણ અને રહેઠાણ સુવિધાનો મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે.

સોલાના આ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ માટે ઈ-લાઇબ્રેરી, જીમ, હાઈસ્પીડ લિફ્ટ અને ૨૪ કલાક ગરમ પાણી જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.UPSC અને GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે UCDC દ્વારા વિશેષ માર્ગદર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત હોસ્ટેલ પરિસરમાં ૨૦૦ કાર અને ૧૦૦ સ્કૂટર માટે પાર્કિંગની વિશાળ સુવિધા પણ ઉપલબ્ધ છે.

ત્રણ-દિવસીય કાર્યક્રમ મુજબ ૨૮ મેના રોજ અમિત શાહ સર્કિટ હાઉસ ખાતે અમદાવાદ શહેરના વિવિધ વિકાસકાર્યોની સમીક્ષા કરશે અને નવા નિમાયેલા પદાધિકારીઓ સાથે બેઠક પણ યોજી શકે છે. ૨૯ મેના રોજ તેઓ ભુજની મુલાકાત લેશે, જ્યાં આંતરરાષ્ટ્રીય સરહદની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવાની શક્યતા છે. આ સમગ્ર પ્રવાસ દરમિયાન રાજ્યના વિકાસ અને સરહદી સુરક્ષા મુદ્દાઓ પર ખાસ ધ્યાન કેન્દ્રિત રહેશે.

Related posts

નર્મદા મુખ્ય કેનાલમાંથી મળ્યો અજાણ્યા પુરુષનો મૃતદેહ

Master Admin

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસરને લઈને ગુજરાત સરકાર એલર્ટ

Master Admin

BNI અમદાવાદ: વ્યવસાયથી પણ વિશેષ… એક જીવનશૈલી.

Master Admin

Leave a Comment

Translate »