Nirmal Metro Gujarati News
business

કોગ્નિઝન્ટે આજે જણાવ્યું હતું કે તેના આશરે 80 ટકા લાયક કર્મચારીઓ પગારમાં વધારો મેળવશે, જે 1 નવેમ્બર, 2025થી લાગુ છે. આ બીજા ક્વાર્ટરની આવકો દરમિયાન તેણે કરેલી જાહેરાત સાથે સુસંગત છે કે તે વર્ષ 2025ના બીજા અર્ધવાર્ષિકગાળામાં મોટાભાગના કર્મચારીઓને મેરિટ-આધારિત પગાર વધારો આપવાની યોજના ધરાવે છે.

આ વધારો સિનિયર એસોસિયેટ લેવલ સુધી અપાશે. આ વધારાની રકમ વ્યક્તિગત પર્ફોર્મન્સ રેટિંગ અને દેશ મૂજબ અલગ-અલગ રહેશે. ભારતમાં સતત શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા માટે પગાર વધારો સૌથી વધુ સિંગલ ડિજિટમાં રહેશે.ટોપ પર્ફોર્મર્સ સૌથી વધુ વધારો મેળવશે. આ વર્ષની શરૂઆતમાં કોગ્નિઝન્ટે તેના મોટાભાગના એસોસિયેટ્સને ત્રણ વર્ષમાં સૌથી વધુ બોનસ આપ્યું છે.

Related posts

Samsung introduces personal Health Records feature on  Samsung Health app in India

Reporter1

PBL 4.0 VYUH auction celebrates Business strategy, teamwork and excitement

Reporter1

Exclusive. Legendary. Unleashed: The return of the global icon – Škoda Octavia RS

Reporter1
Translate »