Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gujarat

ગાંધીનગરમાં હવે ટ્રાફિક જ નક્કી કરશે સિગ્નલનો સમય

આઇકોનિક રોડ પર હાઇટેક AI સિસ્ટમ કાર્યરત

આ સિગ્નલને પરિણામ સ્વરુપ દરેક વાહન ચાલકો-નાગરિકોનો વધારાનો સમય વેડફાતો અટકશે

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા.૧ મે ૨૦૨૬ — ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (GMC) દ્વારા શહેરના આઇકોનિક રોડ એવા ભાઈજીપુરા બ્રિજથી PDEU-GNLU-ગિફ્ટ સિટી રોડ ઉપર વાહન વ્યવહાર સુચારુરુપે ચાલતો રહે તેમજ રોડ સલામતી વ્યવસ્થા જળવાઈ રહે તે આશયથી સૌ પ્રથમ વખત AI(આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) આધારિત ટ્રાફિક સિગ્નલ લગાવામાં આવ્યું છે. આ AI ટ્રાફિક સિગ્નલ મેટ્રોના બ્રિજ નીચે આવેલા હેપ્પીનેશ સર્કલ ખાતે કાર્યરત કરવામાં આવ્યું છે.

આ સિગ્નલને પરિણામ સ્વરુપ દરેક વાહન ચાલકો-નાગરિકોનો વધારાનો સમય વેડફાતો અટકશે, ઓટોમેટીક ટ્રાફિક નિયમન, ટ્રાફિક નિયમ ભંગ દરમિયાન VOC મદદથી દંડની રકમનો મેમો વાહન માલીકને પહોંચાડી દેવા ઉપરાંત અનેક રીતે ઉપયોગી સાબિત થશે. આ AI આધારિત સિગ્નલ ટ્રાફિક પ્રમાણે સિગ્નલ જાતે જ બદલાશે.

ગાંધીનગર જિલ્લા ટ્રાફિકના પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આ પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવ્યું છે. આની અસરકારકતા દેખાઈ રહી છે. હાલના સિગ્નલમાં જ્યારે વાહનો ઊભા હોય અને ૬૦ સેકન્ડનું સિગ્નલ હોય તો ગ્રીન સિગ્નલ વાહનો ન હોય તો પણ ચાલુ રહે છે, અને હવે છૈં સિગ્નલથી જ્યાં રોડ ઉપર વધુ વાહનો હશે ત્યાં વધુ સમય સિગ્નલ ચાલુ રહેશે અને બિન જરૂરી ગ્રીન સિગ્નલ બંધ થશે, જેથી લોકોનો સમય વેડફાઇ નહીં.

ગાંધીનગરની ડેમોગ્રાફી મુજબ, ગાંધીનગરના રસ્તાઓ પર સાંજ અને સવારના સમયે ટ્રાફિકની અવરજવર અને ઘસારો અલગ-અલગ જોવા મળે છે. જેથી ભવિષ્યમાં જો વધુ સિગ્નલ આ પદ્ધતિથી કાર્યરત થશે તો લોકોનો સમય બચશે અને રોડ ઉપર વધુ પડતું ટ્રાફિક બંધ થશે.

Related posts

ISAR 2026 — વંધ્યત્વ વિષય પર 30મું વાર્ષિક સંમેલન, ડૉ. આર. જી. પટેલના નેતૃત્વ હેઠળ

Master Admin

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જંગ તેજ

Master Admin

બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા મેઈલ કરતાં આરોપીની ધરપકડ

Master Admin

Leave a Comment

Translate »