Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

ગાઝામાં સહાય જૂથોને કામગીરીની મંજૂરી વચ્ચે ઈઝારાયેલના હુમલાં ચાલુ

યુદ્ધવિરામનો ભંગ કરનારા આતંકીઓને ઠાર કર્યાઃ ઇઝરાયેલી સેના

ઇઝરાયેલ સેનાનો દાવો કર્યો કે તેમણે યુદ્ધવિરામનો ભંગ કરનારા હથિયારધારી આતંકવાદીઓને ઠાર કર્યા છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
તેલ અવીવ, તા.૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ — ઇઝરાયેલની સર્વોચ્ચ અદાલતે શુક્રવારે આંતરરાષ્ટ્રીય સહાયતા જૂથોને ગાઝા પટ્ટી અને અન્ય પેલેસ્ટિનિયન વિસ્તારોમાં કામ ચાલુ રાખવાની મંજૂરી આપી છે. જોકે તેની વચ્ચે પણ ઇઝરાયેલે હુમલા ચાલુ રાખ્યા છે અને તેમાં ગાઝામાં ચારનાં મોત થયા છે અને અનેકને ઇજા પહોંચી છે. ૧૭ સહાય જૂથોની અરજી પર સુનાવણી કરતા કોર્ટે ઇઝરાયેલ સરકારના તે નિર્ણયને અટકાવી દીધો છે, જેમાં સહાયતા જૂથો પર પ્રતિબંધ મૂકવાની વાત હતી. ઇઝરાયેલ સરકારે ગયા વર્ષે નવા નિયમો લાગુ કર્યા હતા, જે મુજબ સેવાકીય સંસ્થાઓએ તેમના કર્મચારીઓના નામ, સંપર્ક અને ફંડિંગની વિગતો આપવી ફરજિયાત હતી. આ નિયમોનું પાલન ન કરનારા ૩૭ જૂથો પર ૧લી માર્ચથી પ્રતિબંધ લાદવાની જાહેરાત કરાઈ હતી. કોર્ટે હવે અંતિમ ચુકાદો ન આવે ત્યાં સુધી જૂથોને કામ ચાલુ રાખવા કહ્યું છે. ગાઝાના ૨૦ લાખ રહેવાસીઓ ખોરાક, પાણી અને તબીબી સહાય માટે આ સેવાભાવી જૂથો પર નિર્ભર છે. ૧૦મી ઑક્ટોબરથી અમલી બનેલા યુદ્ધવિરામ છતાં હિંસા અટકી નથી. બુરેજ શરણાર્થી શિબિર પાસે થયેલા તાજેતરના હવાઈ હુમલાઓમાં ચાર લોકોના મોત થયા છે, જ્યારે ઇઝરાયેલ સેનાનો દાવો છે કે તેમણે યુદ્ધવિરામનો ભંગ કરનારા હથિયારધારી આતંકવાદીઓને ઠાર કર્યા છે.

Related posts

ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અફઘાનિસ્તાનની પડખે ઉભુ રહ્યું !

Master Admin

અમેરિકન સૈન્યનું મોટું ઓપરેશનઃ ડ્રગ્સ તસ્કરોની ૩ નૌકા પર ભયાનક હુમલો

Master Admin

‘અમે શાંતિના દૂત, ગાઝા શાંતિ યોજનાને ભારતનું સમર્થન’

Master Admin

Leave a Comment

Translate »