Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gujarat

ગુજરાતમાં આગામી બે દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી

હવે પાછો રેઈનકોટ-છત્રી કાઢી રાખજો

ગુજરાતમાં આગામી બે દિવસ એટલે કે, ૧૯ અને ૨૦મી તારીખે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૧૮ માર્ચ ૨૦૨૬ –– ગુજરાતમાં થોડા દિવસથી વહેલી સવારે અને મોડી સાંજે થોડી ઠંડક લાગી રહી છે.
જોકે બપોરે તો ગરમી જ લાગી રહી છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં આગામી બે દિવસ એટલે કે, ૧૯ અને ૨૦મી તારીખે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. જ્યારે ૧૯મી માર્ચના રોજ તો રાજ્યભરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગે આપેલા વેધર રિપોર્ટ પ્રમાણે, દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને પડોશમાં સર્જાયેલું અપર એર સર્ક્‌યુલેશન હવે પશ્ચિમ રાજસ્થાન ઉપર સ્થિત છે. આ સાથે એક પશ્ચિમી વિક્ષોભ જે મધ્ય અને ઉપલા સ્તરના પશ્ચિમી પહાડી પ્રદેશોમાં એક ટ્રફ તરીકે છે. આ બે સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા માનવામાં આવી રહી છે.

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આગામી ત્રણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ૨-૩ ૦ઝ્રનો ધીમે ધીમે ઘટાડો નોંધાશે. ત્યારબાદ ધીમે ધીમે ૨-૩ ૦ઝ્રનો વધારો થવાની સંભાવના છે.

લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો, આગામી ૩ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ૨-૩ ૦ઝ્રનો ધીમે ધીમે ઘટાડો નોંધાશે. ત્યારબાદ ગુજરાતમાં ધીમે ધીમે ૨-૩ ૦ઝ્રનો વધારો થવાની સંભાવના જોવા મળશે. હવામાન વિભાગે આપેલા વેધર રિપોર્ટ પ્રમાણે, મંગળવારે ગુજરાતમાં સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટમાં ૩૮.૫ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે સૌથી નીચું લઘુત્તમ તાપમાન મહુવામાં ૧૬.૫ ડિગ્રી નોંધાયું હતું.

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, ૧૯મી માર્ચે આખા ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.

૨૦ માર્ચ, શુક્રવારે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.

 

Related posts

“સોજીત્રા સબ-ડિવિઝનના મેઘલપુર ગામમાં 450 સ્માર્ટ મીટર સ્થાપન પૂર્ણ : MGVCL ના આધુનિકીકરણ અભિયાનને મોટી સફળતા”

Master Admin

આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની અટકાયત કરાઇ

Master Admin

રાજ્યસભા ચૂંટણીમાં ગુજરાત ભાજપના ચારેય ઉમેદવારો બિન હરીફ જાહેર

Master Admin

1 comment

Kimberly906 March 19, 2026 at 1:52 pm Reply

Leave a Comment

Translate »