Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
sports

ગુજરાત સ્ટેટ શોટગન ચેમ્પિયનશિપમાં સાવલીના શૂટર્સનો ભારે દબદબો

વિવિધ કેટેગરીમાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ મેળવી ખેલાડીઓએ પોતાની પ્રતિભા દર્શાવી છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર,તા.૧ એપ્રિલ ૨૦૨૬ — ગાંધીનગર ખાતે યોજાયેલી ૪૫મી ગુજરાત સ્ટેટ શોટગન શૂટિંગ ચેમ્પિયનશિપમાં સાવલી તાલુકા રાઇફલ એસોસિએશનના શૂટર્સનું શાનદાર પ્રદર્શન રહ્યું છે. વિવિધ કેટેગરીમાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ મેળવી ખેલાડીઓએ પોતાની પ્રતિભા દર્શાવી છે.

ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં ઇશિત દોશીએ એન.આર. (નેશનલ રૂલ્સ) મેન્સ ઓપન કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવી ગુજરાતની સૌથી જૂની રોટેટિંગ ટ્રોફી પોતાના નામે કરી હતી. ઉદય અમીને એન.આર. માસ્ટર મેન્સ કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવી સિદ્ધિ હાંસલ કરી હતી. આર્યન સિંહે આઈ.એસ.એસ.એફ( ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્‌સ ફેડરેશન) જુનિયર મેન્સ તેમજ આઈ.એસ.એસ.એફ મેન્સ ઓપન બંને કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતી પ્રતિષ્ઠિત રોટેટિંગ ટ્રોફી કબજે કરી હતી.

યશાયા કોન્ટ્રાક્ટરે આઈ.એસ.એસ.એફ જુનિયર વિમેન તથા વિમેન ઓપન કેટેગરીમાં ડબલ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. ઉપરાંત ડબલ ટ્રેપ સ્પર્ધામાં પણ યશાયા કોન્ટ્રાક્ટરે વધુ બે ગોલ્ડ મેડલ જીતી શ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવ્યું હતું.કશ્યપ ઝાલાએ એન.આર. માસ્ટર મેન્સ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો, જ્યારે સ્કીટ શૂટિંગમાં જતીન પટેલે એન.આર. સિનિયર માસ્ટર કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવી મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી હતી.

આ સ્પર્ધા દરમિયાન ચીફ રેન્જ ઓફિસર તરીકે સેવા આપનાર મેહુલ પટેલને તેમના નોંધપાત્ર યોગદાન બદલ સન્માનિત કરાયા હતા.

Related posts

IndianOil UTT Season 6: Jaipur Patriots Beat Dabang Delhi to Reach Final as Sreeja Akula, Yashansh Malik Shine in Thrilling 8‑7 Win

Reporter1

બેટ્‌સમેન અભિષેક શર્માને હોસ્પિટલમાંથી રજા મળી

Master Admin

અમેરિકામાં વર્લ્ડ કપ ફૂટબોલમાં ભાગ લેવા ઇરાનને ટ્રમ્પની મંજૂરીઃ ફિફાનો દાવો

Master Admin

Leave a Comment

Translate »