Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City News

ચાંદખેડામાં મેડિકલ કોલેજની હોસ્ટેલમાં વિદ્યાર્થીનો આપઘાત

માનસિક તણાવમાં ભર્યું આત્મઘાતી પગલું

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૨ માર્ચ ૨૦૨૬ — અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી એમ.કે. મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલમાં એક અત્યંત દુખદ ઘટના બની છે. મૂળ જામનગરના વતની અને કોલેજમાં અભ્યાસ કરતા ચિંતન પરમાર નામના વિદ્યાર્થીએ હોસ્ટેલના રૂમમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. હોસ્ટેલના રૂમમાંથી વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવતા કોલેજ પ્રશાસન અને અન્ય વિદ્યાર્થીઓમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે.

ચિંતન પરમારે થોડા સમય પહેલા જ સ્જી ઓર્થો (માસ્ટર ઓફ સર્જરી – ઓર્થોપેડિક્સ) ના પ્રથમ વર્ષમાં એડમિશન લીધું હતું. ડોક્ટર બનવાનું સપનું સેવનાર આ યુવાન એડમિશન લીધા બાદ સતત માનસિક તણાવમાં રહેતો હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. અભ્યાસનું ભારણ કે અન્ય કોઈ અંગત કારણોસર તે ડિપ્રેશનમાં હતો, જેને પગલે તેણે આ આત્યંતિક પગલું ભર્યું હોવાની આશંકા સેવાઈ રહી છે.ઘટનાની જાણ થતા જ ચાંદખેડા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ચિંતનના પરિવારને જાણ કરવામાં આવતા જામનગરથી તેના સગા-સંબંધીઓ અમદાવાદ દોડી આવ્યા છે. મેડિકલના ઉચ્ચ અભ્યાસમાં વધતા જતા માનસિક દબાણ અને વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યને લઈને આ ઘટનાએ ફરી એકવાર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

Related posts

અમદાવાદમાં આજે નગરદેવી ભદ્રકાળી માતાની નગરયાત્રા

Master Admin

નિર્માણ હાઇસ્કૂલ વસ્ત્રાપુર ખાતે ટી૨૦ વર્લ્ડ કપની ઓફિશિયલ ટ્રોફીનું ભવ્ય આગમન

Master Admin

અમદાવાદના થલતેજમાં યુવતીએ પ્રેમીના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો

Master Admin

Leave a Comment

Translate »