Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Crime

તમાકુના ખેતરમાંથી વિદેશી દારૂનો રૂ.૭૭,૭૦૦નો જથ્થો ઝડપાયો

  • વડોદરામાં કોયલી ગામ નજીકની ઘટના
  • લોકલ ક્રાઇમ બ્રાંચ ઝોન-૦૧ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.એચ.રાણા તથા સ્ટાફના માણસો સાથે પેટ્રોલીગમાં હતા

(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરા,તા.૨૪ જાન્યુઆરી ૨૦૨૬: વડોદરામાં જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારના કોયલી ગામ પાસે આવેલ મેધા કંપનીના પાછળના ભાગે તમાકુના ખેતરમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિમત રૂપીયા ૭૭,૭૦૦નો મુદ્દામાલ પકડી પાડી શહેર લોકલ ક્રાઇમ બ્રાંચ ઝોન-૦૧ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

શહેરમાં અસામાજીક તત્વો દ્રારા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લાવી ગેરકાયદેસર વેચાણ કરતા હોય તેવા તત્વોને શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરી પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા ઉચ્ચ અધિકારીઓ તરફની મળેલ સુચના આધારે લોકલ ક્રાઇમ બ્રાંચ ઝોન-૦૧ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.એચ.રાણા તથા સ્ટાફના માણસો સાથે પેટ્રોલીગમાં હતા.

દરમ્યાન અ.હે.કો. આઝાદ રધુનાથનાઓને બાતમી મળેલ કે “કોયલી ગામ પાસે આવેલ મેઘા કંપની બાજુમાંથી પસાર થતા કાચા રસ્તા પાસે આવેલ તમાકુના ખેતરમાં કોઇ ઇસમે ઇગ્લીશ દારૂનો જથ્થો સંતાડેલ છે.” બાતમીવાળી જગ્યાએ રેઇડ કરી તમાકુના ખેતરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના ક્વાટર નંગ ૨૫૯ કિમત રૂપીયા ૭૭,૭૦૦નો મુદ્દામાલ કબ્જે કરી અજાણ્યા ઇસમ વિરુધ્ધ જવાહરનગર પો.સ્ટે. ખાતે ગુનો રજીસ્ટર કરાવેલ છે.

Related posts

સત્યનો વિજય થશે જ અને કાયદાકીય વ્યવસ્થા પર અમને પુરો ભરોશો છે: દર્શન શાહ

Master Admin

બે લાખની લાંચ લેતા વચેટિયો ઝડપાયો, કારમાંથી ૪૯ લાખ મળ્યા

Master Admin

૧ હજાર કરોડનું કોકેઈન ઝડપાયું, ATS–કોસ્ટગાર્ડનું મેગા ઓપરેશન

Master Admin

Leave a Comment

Translate »