- આઠમાં પગાર પંચ પર મોટા અપડેટ
- કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સ સંગઠનોના સભ્યો ૨૫ ફેબ્રુઆરીના રોજ નવી દિલ્હીમાં મળવાના છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૩ જાન્યુઆરી ૨૦૨૬: આઠમાં પગાર પંચ અંગે ખુબ ચર્ચાઓ થઈ રહી છે અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ ક્યારે તે લાગૂ થાય તેની રાહ જોઈ બેઠા છે. આ વખતે પગાર કેટલો વધશે તે સૌથી વધુ ચર્ચામાં છે. પગાર પંચ હેઠળ થતા પગાર વધારામાં જો સૌથી વધુ કોઈ મહત્વનું પરિબળ હોય તો ફિટમેન્ટ ફેક્ટર છે. હજુ સુધી સરકાર દ્વારા કોઈ જ સત્તાવાર જાહેરાત નથી પરંતુ અલગ અલગ સંસ્થાઓ દ્વારા તેના વિશે અલગ અલગ અનુમાન થઈ રહ્યા છે પરંતુ હવે આ બધા વચ્ચે એક મોટા સમાચાર આવ્યા છે.
આઠમાં પગાર પંચ અંગે એક મહત્વના સમાચાર એ સામે આવ્યા છે કે આઠમાં પગાર પંચ હેઠળ પગાર વધારાની માંગણીઓને ફાઈનલ કરવા માટે કર્મચારી સંગઠનો જલદી મળવાના છે.
એક અગ્રણી અખબારના રિપોર્ટ મુજબ કર્મચારીઓ સંગઠનો ઔપચારિક વાતચીત શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. પંચની ઓફિસ પણ હવે નવી દિલ્હીમાં બની ગઈ છે. ત્યારબાદ પ્રમુખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સ સંગઠનોના સભ્યો ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ નવી દિલ્હીમાં મળવાના છે. આ બેઠકમાં સેલેરી રિવિઝન, સર્વિસ કન્ડિશન્સ સંલગ્ન માંગોને તૈયાર કરવા પર ફોકસ કરાશે. જેને ત્યારબાદ પે કમિશનને સોંપવામાં આવશે. એટલે કે પગારમાં વધારાની અપેક્ષા અંગે પોતાના તરફથી ફાઈનલ માંગણી કર્મચારી સંગઠન આઠમાં પગાર પંચને સોંપી શકે છે.
આ બેઠક જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરીની નેશનલ કાઉન્સિલ (સ્ટાફ સાઈડ)ના બેનર હેઠળ થશે. જે સરકાર સાથે વાતચીતમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરે છે. બેઠકનું ફોકસ એક કોમન મેમોરેન્ડમ તૈયાર કરવા પર રહેશે. ત્યારબાદ આઠમાં પગાર પંચને સોંપવામાં આવશે.
નેશનલ કાઉન્સિલ (સ્ટાઈફ સાઈડ)ના સેક્રેટરી શિવ ગોપાલ મિશ્રાએ દ્ગઝ્ર-ત્નઝ્રસ્ ની ડ્રાફ્ટિંગ કમિટી સભ્યોને મોકલેલા એક પત્રમાં કહ્યું છે કે એકવાર જ્યારે આઠમાં પગાર પંચની ઓફિસ કામ કરવાનું શરૂ કરશે ત્યારે કાઉન્સિલને કેન્દ્રીય કર્મચારીઓના કોમન સર્વિસ મુદ્દાઓ પર પોતાનું મેમોરેન્ડમ સબમિટ કરવાનું કહી શકે છે. આ બેઠકમાં અનેક વિભાગના પ્રતિનિધિઓને બોલાવવામાં આવ્યા છે. જેમાં રેલવે, સંરક્ષણ, પોસ્ટ, આવકવેરા અને કેન્દ્ર સરકારના અન્ય વિભાગના કર્મચારીઓ અને પેન્શનર્સ એસોસિએશન પણ સામેલ છે.
આ બેઠકનો હેતુ સામાન્ય માંગણીઓને તૈયાર કરતી વખતે અલગ અલગ વિભાગોના વિચારોને ધ્યાનમાં રાખવામાં આવે તેના પર છે. એટલેકે હવે કેન્દ્રીય કર્મચારીઓને જલદી સારા સમાચાર સાંભળવા મળી શકે છે. એકવાર ફિટમેન્ટ ફેક્ટર શું હશે કે જેના આધારે આઠમાં પગાર પંચ હેઠળ પગાર વધારવામાં આવશે તો પગાર કેટલો વધશે તે ગણતરી સરળ બની રહેશે.

