Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
sports

ICC T20 વિશ્વકપ ૨૦૨૬નો બહિષ્કાર બાંગ્લાદેશને પડશે ભારે

  • બાંગ્લાદેશને કરોડો રૂપિયા ગુમાવવા પડી શકે છે
  • બાંગ્લાદેશને આશરે ૨૭ મિલિયન અમેરિકી ડોલર એટલે કે લગભગ ૨૪૦ કરોડ રૂપિયાનું સીધુ નુકસાન થઈ શકે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૩ જાન્યુઆરી ૨૦૨૬ : ટી૨૦ વિશ્વકપ ૨૦૨૬ પહેલા બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડનો એક મોટો નિર્ણય હવે ચર્ચામાં છે. ભારતમાં યોજાનાર આ મેગા ટૂર્નામેન્ટ રમવાનો ઇનકાર કર્યા બાદ બાંગ્લાદેશે ન માત્ર ક્રિકેટના ક્ષેત્રમાં નુકસાન ઉઠાવવું પડશે પરંતુ આર્થિક દ્રષ્ટિએ ભારે કિંમત ચુકવવી પડશે. રિપોર્ટ્‌સ પ્રમાણે આ નિર્ણયથી બાંગ્લાદેશને આશરે ૨૭ મિલિયન અમેરિકી ડોલર એટલે કે લગભગ ૨૪૦ કરોડ રૂપિયાનું સીધુ નુકસાન થઈ શકે છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે બાંગ્લાદેશને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જો તે ભારતમાં રમવા તૈયાર નહીં થાય તો તેની જગ્યાએ બીજી ટીમને તક આપવામાં આવશે. બુધવારે યોજાયેલી ICCની બેઠકમાં બધા સભ્યો દેશોનું આ વલણ હતું. તેમ છતાં બાંગ્લાદેશ સરકાર અને ક્રિકેટ બોર્ડ પોતાના નિર્ણય પર અડગ રહ્યાં છે. બાંગ્લાદેશના ખેલ સલાહકાર આસિફ નઝરૂલે ટીમ ખેલાડીઓ સાથે બેઠક બાદ કહ્યું કે આઈસીસીનો પ્રસ્તાવ તેને મંજૂર નથી. તેમણે કહ્યું કે ભારતમાં સુરક્ષાને લઈને તેમની ચિંતાઓ છે અને તેઓ દબાણમાં આવી નિર્ણય લેશે નહીં.

રિપોર્ટ અનુસાર ટી૨૦ વિશ્વકપમાં સામેલ ન થવાને કારણે બાંગ્લાદેશને ૈંઝ્રઝ્ર તરફથી મળનાર વાર્ષિક આવકમાં આશરે ૩૨૫ કરોડ બાંગ્લાદેશી ટકા (લગભગ ૨૭ મિલિયન ડોલર) નું નુકસાન થશે. આ રકમ આઈસીસીના રેવેન્યુ શેરથી મળે છે. આ સિવાય બ્રોડકાસ્ટિંગ રાઇટ્‌સ અને સ્પોનસરશિપથી થનારી કમાણી પર અસર થશે. અનુમાન છે કે વર્તમાન નાણાકીય વર્ષમાં મ્ઝ્રમ્ ની કુલ આવકમાં ૬૦ ટકા કે તેનાથી વધુનો ઘટાડો જોવા મળશે.

આ નિર્ણયની અસર ભવિષ્યની દ્વિપક્ષીય સિરીઝ પર પણ પડી શકે છે. સમાચાર છે કે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ભારતનો બાંગ્લાદેશનો પ્રવાસ રદ્દ થઈ શકે છે. આ સિરીઝના ટીવી રાઇટ્‌સ બાંગ્લાદેશ માટે મહત્વના માનવામાં આવી રહ્યાં હતા, જે અન્ય દેશોનીસાથે યોજાનારી ઘણી સિરીઝની બરાબર કમાણી આપે છે. પરંતુ બાંગ્લાદેશે ખેલાડીઓને વિશ્વાસ અપાવ્યો કે તેને મેચ ફીનું નુકસાન થવા દેશે નહીં, પરંતુ હકીકતમાં અસર તેના કરિયર પર પડશે.

ટી૨૦ વિશ્વકપ જેવી ટૂર્નામેન્ટ રમવી દરેક ખેલાડીઓ માટે ખાસ હોય છે. ખેલાડીઓ પૈસાથી વધુ પોતાની ઓળખ માટે રમતા હોય છે અને આ નિર્ણયથી તે ગ્લોબલ ટૂર્નામેન્ટમાં રમવાથી વંચિત રહી જશે. કુલ મળી ટી૨૦ વિશ્વકપ ૨૦૨૬નો બહિષ્કારનો નિર્ણય બાંગ્લાદેશ ક્રિકેટ માટે આવનાર સમયમાં મોટો પડકાર બની શકે છે.

Related posts

IPL શ્રેષ્ઠ ટીમોમાંથી એક RCB માટે મજબૂત અને સ્પર્ધાત્મક બોલી લગાવીશું

Master Admin

Thums Up’s Olympics Campaign Demonstrates the Power of a ‘thumbs up’ Gesture

Reporter1

IndianOil UTT Season 6: Snehit’s Statement Win Over Quadri Aruna Powers Ahmedabad SG Pipers Past Kolkata ThunderBlades

Reporter1

Leave a Comment

Translate »