Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

પેટ્રોલની નિકાસ પર ૩ વિન્ડફોલ ટેક્સ ઝીંકાયો, ડીઝલ-ATF પર રાહત

સરકારનો મોટો નિર્ણય

દેશમાં સ્થાનિક વપરાશ માટે વેચાતા પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં કોઈ ફેરફાર કરાયો નથી

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૬ મે ૨૦૨૬ –– કેન્દ્ર સરકારે પેટ્રોલની નિકાસ પર પ્રતિ લિટર ૩ના દરે સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી (SAED) એટલે કે વિન્ડફોલ ટેક્સ લગાવી દીધો છે. જ્યારે બીજી તરફ, નિકાસ કરવામાં આવતા ડીઝલ અને વિમાન ઈંધણ (ATF) પરના શુલ્કમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. નાણા મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી જાહેરનામા અનુસાર, આ નવી દરો આજથી એટલે કે ૧૬ મે ૨૦૨૬થી અમલમાં આવી ગયા છે.નવા સુધારા મુજબ, ડીઝલ પરની સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી ૨૩ પ્રતિ લિટરથી ઘટાડીને ૧૬.૫ કરવામાં આવી છે. જ્યારે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) પરની ડ્યુટી ૩૩થી ઘટાડીને ૧૬ પ્રતિ લિટર કરી દેવામાં આવી છે. આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલની નિકાસ પર રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસને શૂન્ય રાખવામાં આવ્યો છે.ભારતના સામાન્ય ગ્રાહકો માટે રાહતના સમાચાર એ છે કે આ નિર્ણયની સ્થાનિક બજાર પર કોઈ નકારાત્મક અસર નહીં પડે. દેશમાં સ્થાનિક વપરાશ માટે વેચાતા પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં કોઈ ફેરફાર કરાયો નથી. તેથી દેશની અંદર છૂટક કિંમતો વધશે નહીં અને સામાન્ય માણસનું બજેટ ખોરવાશે નહીં.નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) સંકટના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (ક્રૂડ ઓઈલ)ની કિંમતોમાં ભારે ઉછાળો આવ્યો છે. અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરાયેલી સૈન્ય કાર્યવાહી બાદ ક્રૂડ ઓઈલ $100 પ્રતિ બેરલને પાર થઈ ગયું છે, જે યુદ્ધ પહેલા $73ની આસપાસ હતું. સરકારનો ઉદ્દેશ્ય દેશમાં ઈંધણનો પૂરતો પુરવઠો જાળવી રાખવાનો અને નિકાસકારોને આંતરરાષ્ટ્રીય કિંમતોનો અયોગ્ય લાભ ઉઠાવતા રોકવાનો છે.

Related posts

‘ભારતે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવા જ પડશે, નહીંતર અર્થતંત્ર પર અસર થશે’

Master Admin

બે રાજ્યોમાંથી ૮ શંકાસ્પદ આતંકીઓ ઝડપાયા

Master Admin

શેર બજારમાં મોટો ઘટાડો! સેન્સેક્સ ૫૧૬ પોઈન્ટ તૂટ્યો

Master Admin

Leave a Comment

Translate »