Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
GujaratPolitics

પ્રત્યેક નાગરિકને ચૂંટણી પ્રક્રિયા અને મતદાનમાં ભાગ લેવાનો અધિકાર

SIR અંગે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો

મતદાર યાદીમાંથી કમી કરી દેવાયેલા એક નાગરિકે ચૂંટણી પંચ સત્તાવાળાઓના નિર્ણયને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૯ એપ્રિલ ૨૦૨૬ — ગુજરાત હાઇકોર્ટએ એક પુરુષ મતદારનું નામ વિધાનસભા મતવિસ્તારની મતદાર યાદીમાં સામેલ કરવા ચૂંટણી અધિકારીઓને આદેશ કર્યો હતો અને સ્પષ્ટપણે ઠરાવ્યું હતું કે, પ્રત્યેક નાગરિક (રહેવાસી)ને ચૂંટણી પ્રક્રિયામાં એટલે કે, મતદાનમાં ભાગ લેવાનો અધિકાર છે. જસ્ટિસ એન.એસ.સંજય ગૌડા અને જસ્ટિસ જે.એલ. ઓડેદરાની ખંડપીઠે જણાવ્યું હતું કે, ટેકનીકલ કારણોસર મતદારને મતદાનમાં ભાગ લેવાના અધિકારથી વંચિત રાખી શકાય નહીં. આમ, જીૈંઇ મામલે હાઈકોર્ટએ નાગરિકોના લોકતાંત્રિક અધિકારોનું રક્ષણ કરતો આ મહત્ત્વનો ચુકાદો આપ્યો છે.રાજ્ય ચૂંટણી પંચ અને સત્તાવાળાઓએ એ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે, સ્થાનિક સ્વરાજ્યના દરેક રહેવાસીને ચૂંટણી પ્રક્રિયામાં એટલે કે, મતદાનમાં ભાગ લેવાનો અધિકાર છે, તેમાં શરત માત્ર એટલી જ છે કે, તે મતદાર યાદીમાં સમાવિષ્ટ હોવો જોઈએ.હાઈકોર્ટે વધુમાં એમ પણ જણાવ્યું કે, મતદાર યાદીનું સંચાલન કરવાની રીત નિયમો દ્વારા નિયંત્રિત થાય છે. જોકે, એકવાર વિધાનસભા મત વિસ્તારની મતદાર યાદીમાં સુધારો થઈ જાય પછી અરજદારને નિયમો-૧૯૯૪ હેઠળ પ્રકાશિત અંતિમ યાદીમાં તેનું નામ સામેલ કરી તેનો લાભ આપવો જોઈએ.મતદાર યાદીમાંથી કમી કરી દેવાયેલા એક નાગરિકે ચૂંટણી પંચ સત્તાવાળાઓના નિર્ણયને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જેમાં હાઈકોર્ટે કેસની હકીકતોની નોંધ લેતાં જણાવ્યું કે, રેકોર્ડ પરથી સ્પષ્ટ થાય છે કે, અરજદારનું નામ સંબંધિત વિધાનસભા મત વિસ્તારની મતદાર યાદીમાં અગાઉ હતું પરંતુ તેમણે પોતાનું રહેઠાણ બદલ્યું હોવાથી તેમનું નામ કાઢી નાંખવામાં આવ્યું હતું. જોકે, બાદમાં તા. ૩-૩-૨૦૨૬ દ્વારા સંબંધિત અધિકારી દ્વારા નિયમો ૧૯૯૪ના નિયમ-૪ હેઠળ અરજદારનું નામ સામેલ કરવાની અરજી સ્વીકારી હતી પરંતુ મતદાર યાદીમાં તેમનું નામ ઉમેરવામાં આવ્યું નથી.

Related posts

ગુજરાતમાં નગરપાલિકા-પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર કરાઈ

Master Admin

કેમિકલના બેરલમાં છુપાવી લવાતો ૧૦ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

Master Admin

સમર્થ ઈ-મોબિલિટી દ્વારા ભારતમાં નિર્મિત 100 ટકા ઘરેલુ ફુલ- સ્ટેક ઈવી ટેકનોલોજી રજૂ કરી

Master Admin

Leave a Comment

Translate »