Nirmal Metro Gujarati News
sports

બેટ્‌સમેન અભિષેક શર્માને હોસ્પિટલમાંથી રજા મળી

અભિષેક શર્માના સ્વાસ્થ્યને લઈને મોટી અપડેટ

અભિષેક શર્મા બીમાર પડતા ટીમ ઇન્ડિયાનું ટેન્શન વધ્યું

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૧ ફેબ્રુઆરી ૨૦૨૬: અભિષેક શર્મા બીમાર પડતા ટીમ ઇન્ડિયાનું ટેન્શન વધી ગયું છે. આ વચ્ચે સમાચાર આવી રહ્યાં છે કે, હવે તે સ્વસ્થ છે અને તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. ટીમ ઇન્ડિયા પોતાની આગામી મેચ ગુરુવારે રમશે. એ પહેલા એક સારા સમાચાર આવ્યા છે, જેનાથી ભારતીય ટીમનો આત્મવિશ્વાસ વધી જશે. જો કે, તે રમશે કે નહીં, તે અંગે પછીથી નિર્ણય લેવામાં આવશે.

ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬માં ભારતીય ટીમ ગુરુવારે એટલે કે ૧૨ ફેબ્રુઆરીએ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં પોતાની બીજી મેચ રમશે. તેના એક દિવસ પહેલા ભારતીય ટીમના સ્ટાર બેટ્‌સમેન તિલક વર્માએ મીડિયા સાથે વાતચીત કરી હતી, આ દરમિયાન તેણે સારા સમાચાર આપ્યા. તિલક વર્માએ કહ્યું કે, અભિષેક શર્માને આજે એટલે કે બુધવારે રજા આપી દેવામાં આવી છે. પરંતુ એ નિર્ણય મેચના દિવસે એટલે કે આવતી કાલે થશે કે તે રમશે કે નહીં. અભિષેક શર્માને પેટમાં ઇન્ફેક્શનના કારણે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો.

આ વચ્ચે ભારતીય ટીમ ૧૨ ફેબ્રુઆરીએ દિલ્હીમાં નામીબિયા સામે મેચ રમીને કોલંબો માટે રવાના થશે, જ્યાં ભારત અને પાકિસ્તાનની મેચ રમાશે. આ મેચ વિશે જ્યારે તિલક વર્માને સવાલ કરવામાં આવ્યો તો, તેણે કહ્યું કે, આ મેચમાં રમવા માટે ટીમ એક્સાઇટેડ છે અને તેના માટે પહેલાથી તૈયાર હતા. જ્યારે અમને સમાચાર મળ્યાં કે, પાકિસ્તાની ટીમ રમવા માટે તૈયાર છે, તો અમે મેચને લઈને એક્સાઇટેડ થઈ ગયા.

ટીમ ઇન્ડિયાની જીતમાં અભિષેક શર્માનું મોટું યોગદાન રહે છે. તે આવતા જ ઓપનિંગમાં આક્રમક શરૂઆત કરે છે, જેનાથી વિરોધી ટીમ પહેલા જ પ્રેશરમાં આવી જાય છે.

આ વચ્ચે પહેલી મેચમાં જ્યારે ભારત અને યુએસએ વચ્ચે મેચ રમાઈ ત્યારે તે ખાતું ખોલાવ્યા વગર શૂન્ય પર આઉટ થઈ ગયો હતો. ત્યાર બાદ ટીમ ફસાઈ ગઈ હતી. જો કે કેપ્ટન સૂર્યકુમાર યાદવે શાનદાર ઇનિંગ રમીને ટીમને સંકટમાંથી બહાર કાઢી અને ત્યાર બાદ મેચે જીત નોંધાવી. હવે જોવું રહ્યું કે, કેપ્ટન સૂર્યા અભિષેક શર્માને રમાડવાને શું નિર્ણય લે છે.

Related posts

ભારતનો બહિષ્કાર કરીને ફસાયું પાકિસ્તાન, ભોગવવા પડશે પરિણામ

Master Admin

T20 વર્લ્ડ કપના બહિષ્કારની ચેતવણી ઉચ્ચારતા પાકિસ્તાનને રહાણેએ તતડાવ્યું

Master Admin

GCCI Youth Committee holds player auction ahead of GYPL VII Cricket League Six teams, 130+ players to participate in GYPL VII Cricket League GYPL VII Cricket League to take place from February 28 to March 2

Reporter1

Leave a Comment

Translate »