Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
EducationGujarat

બોર્ડની પરીક્ષામાં ધમકી મળશે તો શાળા તરત ખાલી નહીં કરાવાય

ગુજરાત સરકાર એક્શન મોડમાં

ચાલુ પરીક્ષામાં ધમકીભર્યો મેઈલ આવે તો શું કરવું અને શું ન કરવું તે અંગે ગૃહ વિભાગ તથા શિક્ષણ વિભાગની બેઠક યોજાઈ

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૧૯ ફેબ્રુઆરી ૨૦૨૬: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી વિવિધ કોર્ટ અને શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો સિલસિલો ચાલુ જ છે, અને અટકવાનું નામ નથી લઈ રહ્યો. પરંતું હવે તંત્રને ટેન્શન પરીક્ષાઓનું છે. થોડા દિવસમાં શાળા-કોલેજોમાં પરીક્ષાઓ શરૂ થશે. તેમજ બોર્ડની પરીક્ષાઓ પણ આવશે. આવામાં ચાલુ પરીક્ષામાં જો બોમ્બનો કોલ આવ્યો તો શું કરવું? ત્યારે વારંવાર મળતી ધમકીઓને પગલે ગુજરાત સરકારના ગૃહ, પોલીસ અને શિક્ષણ વિભાગની એક મહત્વની બેઠક મળી હતી. જેમાં સ્કૂલમાં ચાલુ પરીક્ષા દરમિયાન જો બોમ્બની ધમકી કે મેસેજ મળે ત્યારે તાત્કાલિક પરીક્ષા કેન્દ્રો ખાલી નહીં કરાવાય તેવો નિર્ણય લેવાયો છે.

હવે થોડા દિવસોમાં જ બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે. ત્યારે ધમકીભર્યા મેઈલ મળવાના સિલસિલાથી તંત્ર પણ વિચારમાં મૂકાયું છે કે, ગમે ત્યારે આવી જતા ધમકીભર્યા મેઈલ ચાલુ પરીક્ષા દરમિયાન આવે તો શું કરવું. ત્યારે આ અંગે ગુજરાત સરકાર દ્વારા એક મહત્વની બેઠક ગાંધીનગરમાં આયોજિત કરાઈ હતી. જેમાં આવા મેસેજ સમયે શું કરવું તે અંગે ચર્ચા કરાઈ હતી, અને કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે.

આ બેઠકમાં નિર્ણય લેવાયો કે, બોમ્બની ચેતવણીનો મેઈલ મળે તો તાત્કાલિક પરીક્ષા કેન્દ્રો ખાલી નહિ કરાવાય. આ પ્રકારના મેસેજના ગંભીરતાની ચકાસણી કરાશે તેના બાદ જ ચોક્કસ નિર્ણય લેવામાં આવશે. જોકે, સાથે એ પણ નક્કી કરાયું કે, કોઈ પણ બોમ્બની ધમકીને હળવાશથી નહિ લેવાય. જે સ્થળ માટે એલર્ટ હશે ત્યાં પૂરતું ચેકિંગ અને તપાસ કરવામાં આવશે તેવું રાજ્યના શિક્ષણ સચિવ મિલિન્દ તોરવણેએ જણાવ્યું.

આ બેઠકના અંતે નક્કી કરાયું કે, દરેક શાળા પોતાના સ્ટાફમાંથી નોડલ ઓફિસની નિમણૂંક કરશે. તો પોલીસ કમિશનર પોતાના વિસ્તારમાં નોડલ ઓફિસર નિયુક્ત કરશે. ચેતવણીના મેસેજ દરમિયાન બંને નોડલ ઓફિસર સંકલન સાધશે. આ બાદ યોગ્ય નિર્ણય લેવાશે.

હાલમાં જ વડોદરામાં સ્કૂલ અને કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મામલે નવા અપડેટ સામે આવ્યા છે. કોર્ટમાં આપવામાં આવેલ ધમકીનો ઇ-મેઇલ કેલિફોર્નિયાના સર્વરથી રૂટ થયો હોવાનું ખૂલ્યું છે. કોર્ટમાં ૧૯ બ્લાસ્ટ તેમજ શ્રીલંકાના ઈસ્ટર આત્મઘાતી ઓપરેશનની જેમ વિસ્ફોટનો ઉલ્લેખ કરાયો છે. પોલીસને ગેરમાર્ગે દોરવા મેલ ગુજરાતીમાં મોકલ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. તેમજ વડોદરા કોર્ટને કેલિફોર્નિયાના સર્વરથી રૂટ કરી મેલ મોકલાયો છે. તે સાચો કે ખોટો તે દિશામાં પોલીસની તપાસ ચાલુ છે. અગાઉ સ્કૂલને આપવામાં આવેલ ધમકી પણ નેધરલેન્ડ સહિતના યુરોપિયન દેશના આઈપી એડ્રેસથી મેઈલ મોકલાયા છે. પ્રોક્ષી, વીપીએનનો ઉપયોગ કરાયો કે કેમ તેની પણ પોલીસ તપાસ કરી રહી છે.

Related posts

ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાને ટકોર કરતા અધ્યક્ષે કહ્યું હતું કે આ માર્કેટ નથી

Master Admin

મ્યુનિ. કોર્પો.ની આવાસ યોજનાના ૨૦૦ લાભાર્થીને મકાન પરત લેવાની નોટિસ

Master Admin

માથે લાકડા અને સિલિન્ડર લઈને વિધાનસભા પહોંચ્યા કોંગ્રેસના ધારાસભ્યો

Master Admin

Leave a Comment

Translate »