Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

બ્રાઝિલના બ્રેલો હોરિઝોન્ટો શહેરમાં એક ભયાનક વિમાન દુર્ઘટના સર્જાઈ

ઉડતું વિમાન સીધું રહેણાંક બિલ્ડીંગમાં ઘૂસ્યું!

વિમાનમાં સવાર અન્ય ૩ મુસાફરોને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું

(સંપૂર્ણ સમાચાર સેવા)
બ્રાઝિલ,તા.૫ મે ૨૦૨૬ — બ્રાઝિલના બ્રેલો હોરિઝોન્ટો શહેરમાં એક ભયાનક વિમાન દુર્ઘટના સર્જાઈ છે, જેમાં એક નાનું વિમાન રહેણાંક બિલ્ડીંગ સાથે ટકરાતા ૩ લોકોના મોત થયા છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે, જે જોઈને લોકોને અમેરિકાના ૯/૧૧ હુમલાની યાદ આવી ગઈ હતી.

બ્રાઝિલના મિનાસ જેરાઈસ રાજ્યના બ્રેલો હોરિઝોન્ટો શહેરમાં સોમવારે એક નાનું વિમાન કન્ટ્રોલ ગુમાવીને સીધું એક ત્રણ માળની બિલ્ડીંગ સાથે ટકરાયું હતું. રિપોર્ટ અનુસાર, વિમાન હવામાં ધીમે-ધીમે નીચે આવી રહ્યું હતું અને ઊંચી બિલ્ડીંગથી બચવા માટે ડાબી તરફ વળ્યું હતું, પરંતુ અંતે તે એક બિલ્ડિંગના સીડીવાળા ભાગ (સ્ટેયરવેલ) સાથે ટકરાઈને પાર્કિંગમાં ખાબક્યું હતું. આ ટક્કર બાદ સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટા અને લોકોમાં ભારે નાસભાગ અને બૂમાબૂમ મચી ગઈ હતી.

આ દુર્ઘટનામાં વિમાનના પાયલટ અને કો-પાયલટનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. વિમાનમાં સવાર અન્ય ૩ મુસાફરોને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે અન્ય ૨ લોકોની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. સદનસીબે, વિમાન બિલ્ડીંગના સીડીવાળા ભાગ સાથે ટકરાયું હોવાથી ફ્લેટની અંદર રહેલા કોઈ પણ વ્યક્તિને ઈજા પહોંચી નથી. ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, જો વિમાન સીધું ફ્લેટ સાથે ટકરાયું હોત તો જાનહાનિનો આંકડો ઘણો મોટો હોત.

Related posts

બલૂચિસ્તાનમાં BLA નો હુમલો, ૪૫ પાકિસ્તાની સૈનિકોના મોતનો દાવો

Reporter1

CBSE એ ૨ માર્ચની ધો. ૧૦-૧૨ ની પરીક્ષા રદ કરી

Master Admin

ભારત એવો દેશ છે જે દરેક પક્ષ સાથે વાત કરી શકે છે

Master Admin

Leave a Comment

Translate »