Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

ભારત આ વર્ષે જ અંતરિક્ષમાં પોતાનું AI ડેટા સેન્ટર ઉભું કરીને નવો ઇતિહાસ રચશે

પૃથ્વી પરના ડેટા સેન્ટર મોટા પ્રમાણમાં વીજળી અને પાણી વાપરે છે

આ સેન્ટટર સોલર એનર્જીથી સંચાલિત થશે અને સ્પેસની ઠંડકથી કૂલિંગની સુવિધા મળી રહેશે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૪ ફેબ્રુઆરી ૨૦૨૬: ભારત ડિસેમ્બર ૨૦૨૬માં ભારત અંતરિક્ષ ક્ષેત્રમાં એક નવો ઇતિહાસ રચી શકે છે. સ્પેસ ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ક્ષેત્રમાં ભારત હવે હરણફાળ ગતિએ આગળ વધી વિશ્વના અનેક દેશોને પાછળ છોડવાની તૈયારીમાં છે.ર્દ્ગીદૃઝ્રર્ઙ્મેઙ્ઘ નામના સ્ટાર્ટઅપ અને ચેન્નાઇ સ્થિત છખ્તહૈોઙ્મ ર્ઝ્રજર્દ્બજકંપની ભેગા મળીને મળીને ભારતનું પ્રથમ ખાનગી ઓર્બિટલ છૈં ડેટા સેન્ટર અંતરિક્ષમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ પ્રોજેક્ટ પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. આ ડેટા સેન્ટરની પ્રથમ ઝલક ૨૦૨૬માં દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયેલ એઆઇ ઇમ્પેક્ટ સમિટ દરમિયાનર્દ્ગીદૃઝ્રર્ઙ્મેઙ્ઘ દ્વારા રજૂ કરવામાં આવી હતી. કંપનીનો દાવો છે કે આ પ્રોજેક્ટ ખર્ચ ઘટાડશે, ડેટા પ્રવાહ ઝડપથી વધારશે અને કુદરતી આપત્તિઓ દરમિયાન જમીન આધારિત ડેટા સેન્ટર કરતાં વધુ સુરક્ષિત રહેશે.આ હાઇ-રિસ્ક મિશન અંતર્ગત એઆઇ ૈં સિસ્ટમને પૃથ્વીની ભ્રમણકક્ષામાં ચલાવવામાં આવશે. સૂર્ય ઊર્જાથી સંચાલિત અને અંતરિક્ષના ઠંડા વેક્યૂમ દ્વારા કુદરતી રીતે ઠંડક પ્રાપ્ત કરતું આ ડેટા સેન્ટર આધુનિક અને સ્કેલેબલ હાર્ડવેર તરીકે વિકસાવવામાં આવશે. ર્દ્ગીદૃઝ્રર્ઙ્મેઙ્ઘ ના સ્થાપક અને ઝ્રર્ઈં એ. નરેન્દ્ર સેને જણાવ્યું હતું, “અમે માત્ર અંતરિક્ષમાં ડેટા સેન્ટર બનાવી રહ્યા નથી, પરંતુસંપૂર્ણ નવી ઓર્બિટલ ઇન્ફરન્સિંગ ઇન્ળાસ્ટ્રક્ચર તૈયાર કરી રહ્યા છીએ.” આ ડેટા સેન્ટરની મુખ્ય વિશેષતાઓ મુજબ જમીન પરના બાંધકામના સમયને ઘટાડવાનો ઉદ્દેશછે, ભ્રમણકક્ષા સંપૂર્ણ સોલાર પાવર પર આધારિત છે અને આ સેન્ટર પાણી અથવા જમીન આધારિત કૂલિંગ સિસ્ટમ પર નિર્ભર નહીં રહે અંતરિક્ષ આધારિત ડેટા સેન્ટરનો વિચાર વૈશ્વિક સ્તરે વર્ષોથી ચર્ચામાં રહ્યો છે. જોકે અત્યાર સુધી આ વિચાર મોટાભાગે સિદ્ધાંત પૂરતો જ રહ્યો છે. અમેરિકા માં એક્સિઓમ સ્પેસ અને સ્ટારક્લાઉડ દ્વારા મર્યાદિત પ્રયોગો થયા છે.હવે છખ્તહૈોઙ્મ અને ર્દ્ગીદૃઝ્રર્ઙ્મેઙ્ઘ આ વિચારને વ્યાવહારિક અને મોટા પાયે અમલમાં મૂકવા માંગે છે. પૃથ્વી પરના ડેટા સેન્ટર મોટા પ્રમાણમાં વીજળી અને પાણી વાપરે છે, ખાસ કરીને પાવર અને કૂલિંગ માટે. જ્યારે અંતરિક્ષમાં સૂર્ય ઊર્જા અને રેડિયેટિવ કૂલિંગ લગભગ મફતમાં ઉપલબ્ધ છે. વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર, ઓર્બિટમાં સોલાર પેનલને જમીન કરતાં વધુ સમય સુધી સૂર્યપ્રકાશ મળે છે. તદઉપરાંત કૂલિંગ માટે પેદા થતી ગરમી સીધી ડીપ સ્પેસમાં રેડિએટ થઈ શકે છે.

Related posts

નેશનલ હાઈવે પર બિઝનેસ કરવા ઓનલાઈન મળશે NOC

Master Admin

સરકાર વિદ્યાર્થીઓનો અવાજ દબાવી રહી છે : પ્રિયંકા ગાંધી

Master Admin

પુણેમાં માનવતા શર્મસારઃ ૪ વર્ષની બાળકી પર ૬૫ વર્ષના વૃદ્ધે દુષ્કર્મ આચર્યું

Master Admin

Leave a Comment

Translate »