Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

ભારત ક્રૂડની ખરીદી બંધ કરશે તેવું ટ્રમ્પ સિવાય કોઇએ કહ્યું નથી

અમેરિકન પ્રેસિડન્ટના દાવા વચ્ચે રશિયાના વિદેશ મંત્રી લાવરોવની સ્પષ્ટતા

ડિસેમ્બર ૨૦૨૫માં પ્રેસિડન્ટ પુતિનની ભારતની સત્તાવાર મુલાકાતે મોસ્કો અને નવી દિલ્હી વચ્ચેના સંબંધોને વધુ સમૃદ્ધ બનાવ્યા છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
મોસ્કો, તા.૧૨ ફેબ્રુઆરી ૨૦૨૬ — ભારત રશિયન ક્રૂડ ઓઇલની ખરીદી બંધ કરશે તેવી અમેરિકાના પ્રેસિડન્ડ ડોનાલ્ડ ટ્રમ્પ સિવાય બીજા કોઇએ જાહેરાત કરી નથી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે ભારતના બીજા કોઇ નેતાએ આવું કોઇ નિવેદન આપ્યું નથી, એમ રશિયનના વિદેશ પ્રધાન સર્ગેઇ લાવરોવે બુધવારે સંસદમાં જણાવ્યું હતું. અમેરિકા પ્રતિબંધો અને ટેરિફ સહિતના વિવિધ બળજબરીના પગલાં લઇને ભારત અને બીજા દેશોને રશિયન તેલની ખરીદી કરતાં અટકાવવાના પ્રયાસો કરી રહ્યું હોવાના રશિયાના આક્ષેપ પછી લાવરોવે આ નિવેદન આપ્યું હતું. રશિયાની લોકસભા (ડુબા)માં સાંસદોના પ્રશ્નોના જવાબ આપતા લાવરોવે જણાવ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાથી તેલ ન ખરીદવાના ભારતના કરારની જાહેરાત કરી છે. મેં વડાપ્રધાન મોદી અને ભારતના બીજા કોઇ નેતાઓ સહિત અન્ય કોઈ પાસેથી આવું નિવેદન સાંભળ્યું નથી.બ્રિક્સ સમીટનો એક ટોચનો મુદ્દા ઊર્જા સુરક્ષા હશે તેવા ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરના નિવેદનને ટાંકીને જણાવ્યું હતું કે ડિસેમ્બર ૨૦૨૫માં પ્રેસિડન્ટ પુતિનની ભારતની સત્તાવાર મુલાકાતે મોસ્કો અને નવી દિલ્હી વચ્ચેના સંબંધોને વધુ સમૃદ્ધ બનાવ્યા છે. આ વર્ષે ભારતની અધ્યક્ષતામાં યોજાનારી બ્રિક્સ સમિટ દરમિયાન બંને દેશોના નેતાઓ વચ્ચે એક નવી બેઠક યોજાવાની ધારણા છે. ભારત ઇચ્છે તેટલા પ્રમાણ રશિયા તેની સાથેના સંબંધોને આગળ વધારવા તૈયાર છે. માત્ર આકાશ જ મર્યાદા છે.

Related posts

ટ્રમ્પના આકરા નિર્ણયથી ભારત અને ચીનના વિદ્યાર્થીઓને મોટો ઝટકો

Master Admin

સુપરપાવર દેશોમાં ભારત સાથે હાથ મિલાવવાની હરીફાઈ!

Master Admin

ટ્રમ્પે ઈરાનના ઊર્જા મથકો પરના હુમલા ૧૦ દિવસ અટકાવ્યાં

Master Admin

Leave a Comment

Translate »