Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

ટ્રમ્પે ઈરાનના ઊર્જા મથકો પરના હુમલા ૧૦ દિવસ અટકાવ્યાં

મિડલ ઈસ્ટ યુદ્ધમાં મોટી રાહત

છેલ્લા કેટલાક અઠવાડિયાથી અમેરિકા અને ઈઝરાયેલ સતત ઈરાનના તેલ અને ઉર્જા કેન્દ્રો પર ભીષણ હુમલા કરી રહ્યા હતા, જેનો હેતુ ઈરાનની આર્થિક કમર તોડવાનો હતો

(સંપૂર્ણ સમાચાર સેવા)
વોશિગ્ટન, તા.૨૭ માર્ચ ૨૦૨૬ — અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં પ્રથમ વખત નરમાશ જોવા મળી રહી છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેઓ ઈરાનના ઊર્જા મથકો પર થનારા હુમલાઓને આગામી ૧૦ દિવસ માટે સ્થગિત કરી રહ્યા છે. ટ્રમ્પના મતે, ઈરાન સરકારના અનુરોધ પર આ નિર્ણય લેવામાં આવ્યો છે જેથી બંને દેશો વચ્ચે ચાલી રહેલી વાતચીતને આગળ વધારવાની તક મળી શકે.ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્‌્રુથ સોશિયલ’ પર પોસ્ટ કરતા લખ્યું કે, “ઈરાની સરકારની વિનંતી પર હું ઉર્જા મથકોને તબાહ કરવાની કાર્યવાહીને ૧૦ દિવસ માટે રોકી રહ્યો છું. આ વિરામ સોમવાર, ૬ એપ્રિલ ૨૦૨૬ના રોજ રાત્રે ૮ વાગ્યા સુધી જારી રહેશે.” તેમણે વધુમાં ઉમેર્યું કે મીડિયાના અહેવાલોથી વિપરીત, બંને દેશો વચ્ચેની વાતચીત ખૂબ જ હકારાત્મક દિશામાં આગળ વધી રહી છે.છેલ્લા કેટલાક અઠવાડિયાથી અમેરિકા અને ઈઝરાયેલ સતત ઈરાનના તેલ અને ઉર્જા કેન્દ્રો પર ભીષણ હુમલા કરી રહ્યા હતા, જેનો હેતુ ઈરાનની આર્થિક કમર તોડવાનો હતો. જોકે, આ દરમિયાન ઈરાને પણ વળતો પ્રહાર કરતા મધ્ય પૂર્વમાં સ્થિતિ વણસી હતી. હવે ૧૦ દિવસની આ રાહતને નિષ્ણાતો બેકચેનલ ડિપ્લોમેસી માટેનો મોટો રસ્તો માની રહ્યા છે.આ અગાઉ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાને હોર્મુઝની સામુદ્રધુનીમાંથી ૧૦ તેલ ટેન્કરો પસાર કરવાની મંજૂરી આપીને સકારાત્મક સંકેત આપ્યો છે. શરૂઆતમાં ઈરાન માત્ર ૮ ટેન્કરો માટે તૈયાર હતું, પરંતુ બાદમાં આ સંખ્યા વધારીને ૧૦ કરવામાં આવી હતી, જેમાં કેટલાક પાકિસ્તાની ધ્વજ ધરાવતા ટેન્કરો પણ સામેલ હતા. આ ઘટનાક્રમ બાદ ટ્રમ્પે હુમલા રોકવાનો નિર્ણય લીધો છે.

Related posts

ઈરાને ડિએગો ગાર્સિયા પર છોડી મિસાઈલ, રેન્જ જોઈ દુનિયા સ્તબ્ધ

Master Admin

હોર્મુઝની ખાડી ફરી ખુલશે! અમેરિકા-ઈરાન વચ્ચે ‘કામચલાઉ’ શાંતિ કરાર ફાઈનલ

Master Admin

મિડલ ઈસ્ટ સંઘર્ષ અંગે મોદીની શાંતિ અને સંવાદની અપીલ

Master Admin

Leave a Comment

Translate »