Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

રશિયા પાસેથી ઓઈલ ખરીદવા પર પ્રતિબંધ મૂકશે ટ્રમ્પ

અમેરિકાએ ફરી ભારતનું ટેન્શન વધાર્યું

રશિયાથી ભારતની ક્રૂડ ઓઇલની આયાત મે મહિનામાં વધીને ૬.૭ બિલિયન ડોલર થઈ

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૭ જૂન ૨૦૨૬ — ફ્રાન્સના એવિયન-લેસ-બૅન્સમાં ચાલી રહેલા G7 શિખર સંમેલનમાંથી ભારત માટે એક મોટા અને ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ખાડી દેશોમાં ઈરાન યુદ્ધના કારણે યુક્રેનનો મુદ્દો વૈશ્વિક મંચ પર થોડો પાછળ ધકેલાઈ ગયો હતો, પરંતુ હવે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને અન્ય G7 નેતાઓએ રશિયા-યુક્રેન યુદ્ધને ફરીથી પોતાના એજન્ડામાં ટોચ પર રાખ્યું છે. અમેરિકાએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે ગ્લોબલ ઓઇલ માર્કેટને સ્થિર રાખવા માટે રશિયન ઓઇલ પર આપવામાં આવેલી છૂટછાટ ટૂંક સમયમાં જ સમાપ્ત થઈ શકે છે, જેના કારણે ભારતની ઊર્જા સુરક્ષા અને સસ્તા ક્રૂડ ઓઇલની આયાત પર સીધી અસર પડશે.જ્યારે વૈશ્વિક ઓઇલ સપ્લાય ખતરામાં હતી, ત્યારે અમેરિકા અને દુનિયામાં મોંઘવારી ન વધે તે માટે રશિયાને ઓઇલ વેચવાની છૂટ આપવામાં આવી હતી. હવે જ્યારે ઈરાન સાથેનો તણાવ ઓછો થઈ રહ્યો છે, ત્યારે તેઓ રશિયા પર ફરીથી કડક આર્થિક દબાણ લાવવા માટે તૈયાર છે. ટ્રમ્પે એવિયનમાં પત્રકારોને જણાવ્યું હતું કે ખાડીમાં આશરે ૩.૫ મહિનાથી ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવાના કરાર બાદ હવે ઈરાનનો મુદ્દો પાછળ રહી જશે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી ઓઇલની અવરજવર ફરીથી સુચારૂ થતાં જ પ્રતિબંધો ફરી લાગુ કરવાનો સમય આવી ગયો છે. આ સાથે જ G7 દેશો વચ્ચે રશિયાની ઊર્જા કમાણી રોકવા માટે દબાણ વધારવા પર સહમતિ બની છે. બ્રિટનના પીએમ કીર સ્ટાર્મર અને કેનેડાના પીએમ માર્ક કાર્નીએ રશિયાના ‘શેડો ફ્લીટ’ (ગુપ્ત ઓઇલ ટેન્કરો) પર નવા પ્રતિબંધોની જાહેરાત પણ કરી દીધી છે.ભારત દુનિયાના સૌથી મોટા ઓઇલ આયાતકારોમાંનું એક છે અને પશ્ચિમી દેશોના પ્રતિબંધો છતાં છેલ્લા કેટલાક મહિનાઓથી રાહત દરે રશિયન ઓઇલનો મુખ્ય ખરીદદાર રહ્યો છે. ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ ઈરાન યુદ્ધ શરૂ થયા બાદ ક્રૂડ ઓઇલની કિંમતોમાં આવેલા ભારે ઉછાળાને જોતા, અમેરિકાએ વૈશ્વિક ઓઇલ માર્કેટને સ્થિર કરવા માટે ભારત સહિત કેટલાક દેશોને રશિયન ઓઇલની ખરીદી પર અસ્થાયી છૂટ આપી હતી. આ ૧ મહિનાની છૂટછાટને બે વાર લંબાવવામાં આવી છે અને આજે આ ડેડલાઇન સમાપ્ત થઈ રહી છે. જો અમેરિકા તેને આગળ નહીં વધારે, તો ભારતીય રિફાઇનરીઓ માટે રશિયાથી સસ્તું ઓઇલ મંગાવવું અને તેની ચૂકવણી કરવી એ ભારે કૂટનીતિક અને નાણાકીય જોખમનું કામ બની જશે. G7 સંમેલનમાં આમંત્રિત પીએમ મોદીએ પણ પશ્ચિમ એશિયાના સંઘર્ષ દરમિયાન હોર્મુઝના રસ્તે થતા વેપારમાં આવેલા અવરોધો અને વૈશ્વિક અર્થતંત્ર પર તેની અસરનો મુદ્દો પ્રમુખતાથી ઉઠાવ્યો છે.યુક્રેન પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કી પણ G7 બેઠકમાં હાજર રહ્યા હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે રશિયા શાંતિ માટે ગંભીર નથી અને તેને વાતચીત માટે મજબૂર કરવાનો એકમાત્ર રસ્તો કડક આર્થિક પ્રતિબંધો છે. ઝેલેન્સ્કીએ રશિયન બેલિસ્ટિક મિસાઇલ હુમલાઓથી યુક્રેનના પાવર ગ્રીડ અને શહેરોને બચાવવા માટે ય્૭ નેતાઓ પાસે વધુ પેટ્રિઅટ મિસાઇલોની માંગ કરી છે, જેને સહયોગી દેશોએ સમર્થન આપ્યું છે. એક તરફ ભારતને પોતાની વધતી અર્થવ્યવસ્થાની ઊર્જા જરૂરિયાતો પુરી કરવા માટે સસ્તા ઓઇલની જરૂર છે, તો બીજી તરફ અમેરિકાના કડક વલણ વચ્ચે સંતુલન સાધવું હવે ભારત માટે મોટો પડકાર રહેશે.

Related posts

પીસ બોર્ડમાં નહીં જોડાઓ તો ૨૦૦ ટકા ટેરિફ નાંખીશ : ટ્રમ્પની ફ્રાન્સને ધમકી

Master Admin

ભારત પર વધુ ટેરિફ ઝીંકવાનું બહાનુ શોધી રહ્યા છે ટ્રમ્પ

Master Admin

ઈરાન સાથે MoU ફાઇનલ નથી, જો પસંદ નહીં આવે તો અમે ફરીવાર કરીશું એટેક

Master Admin

Leave a Comment

Translate »