Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

દુનિયાના ઘણા દેશોમાં ફ્યુલ રેશનિંગ લાગુ કરવામાં આવી રહ્યું છે

ભારતમાં પણ આવા પગલાં લેવામાં આવી શકે છે

ઈરાન યુદ્ધ અને મિડલ ઈસ્ટમાં ઓઈલ પુરવઠાના માર્ગોમાં આવેલા અવરોધોને કારણે દુનિયા ગંભીર ઉર્જા સંકટમાં

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૩ મે ૨૦૨૬ — ઈરાન યુદ્ધ અને મિડલ ઈસ્ટમાં ઓઈલ પુરવઠાના માર્ગોમાં આવેલા અવરોધોને કારણે મે ૨૦૨૬માં આખી દુનિયા ગંભીર ઉર્જા સંકટનો સામનો કરી રહી છે. ભારત સહિત ઘણા દેશોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે કે, શું હવે સામાન્ય જનતાને તેની જરૂરિયાત મુજબ પેટ્રોલ અને ડીઝલ નહીં મળે? શું સરકાર ફ્યુલ રેશનિંગ (Fuel Rationing) જેવું કડક પગલું ભરવા જઈ રહી છે? નોંધનીય છે કે, જો ભારતમાં કોટા સિસ્ટમ લાગુ થશે, તો લોકો નક્કી કરેલી મર્યાદાથી વધુ પેટ્રોલ, ડીઝલ કે ગેસ ખરીદી શકશે નહીં. શ્રીલંકા, પાકિસ્તાન, ફ્રાન્સ અને જર્મની જેવા દેશોમાં ક્યુઆર કોડ (QR Code), ઓડ-ઈવન નિયમ અને સાપ્તાહિક ફ્યુલ લિમિટ લાગુ થઈ ચૂકી છે. જો ભવિષ્યમાં સ્થિતિ વધુ બગડશે તો ભારત સહિત અન્ય દેશોમાં પણ આવા પગલાં લેવામાં આવી શકે છે.

સરળ શબ્દોમાં કહીએ તો, ફ્યુઅલ રેશનિંગ એ સરકાર દ્વારા લગાવવામાં આવતો એવો પ્રતિબંધ છે, જેના હેઠળ તમે તમારી મરજી મુજબ જેટલું ઈચ્છો એટલું પેટ્રોલ કે ડીઝલ ખરીદી શકતા નથી. સરકાર દરેક નાગરિક અથવા વાહન માટે એક કોટા નક્કી કરે છે. એક ચોક્કસ સમય મર્યાદામાં (જેમ કે એક અઠવાડિયામાં) તમે માત્ર મર્યાદિત માત્રામાં જ ઈંધણ ખરીદી શકશો. આ માટે સરકાર ઊઇ-કોડ, કૂપન અથવા વાહનોના નંબરના આધારે ઓડ-ઈવન જેવી પદ્ધતિઓ અપનાવે છે.
દુનિયાના કયા દેશોમાં લાગુ થઈ ચૂક્યો છે કોટા?

૨૦૨૬ના આ વૈશ્વિક સંકટમાં ઘણા દેશોએ પોતાની અર્થવ્યવસ્થાને બચાવવા માટે ઈંધણના વેચાણ પર મર્યાદા લગાવી દીધી છે.
શ્રીલંકાઃ અહીં નેશનલ ફ્યુલ પાસ (ઊઇ કોડ) સિસ્ટમ લાગુ છે. કાર માટે અઠવાડિયામાં માત્ર ૧૫-૨૫ લીટર અને મોટરસાયકલ માટે માત્ર ૫ લીટર પેટ્રોલ નક્કી કરવામાં આવ્યું છે.

પાકિસ્તાનઃ અહીં સ્થિતિ એટલી ગંભીર છે કે, વાહનને એક વારમાં માત્ર ૫ લીટર ઈંધણ મળી રહ્યું છે. સાથે જ સરકારી કર્મચારીઓ માટે અઠવાડિયામાં માત્ર ૪ દિવસ કામ કરવાનો નિયમ બનાવવામાં આવ્યો છે.

ફ્રાન્સ અને જર્મનીઃ યુરોપના સમૃદ્ધ દેશો પણ હવે રેશનિંગના કગાર પર છે. ફ્રાન્સના કેટલાક વિસ્તારોમાં ઊઇ કોડ દ્વારા અઠવાડિયામાં ૧૫-૨૦ લીટરની મર્યાદા નક્કી કરવામાં આવી છે, જ્યારે જર્મનીમાં કેટલીક જગ્યાએ એક વારમાં માત્ર ૧૦ લીટર પેટ્રોલ મળી રહ્યું છે.

બાંગ્લાદેશ અને મ્યાનમારઃ બાંગ્લાદેશે ઉર્જા બચાવવા માટે શાળાઓને ઓનલાઈન કરી દીધી છે અને વીજળીમાં રોટેશનલ કાપ (Load Shedding) શરૂ કરી દીધો છે. મ્યાનમારમાં ઓડ-ઈવન સિસ્ટમથી પેટ્રોલ આપવામાં આવી રહ્યું છે. સ્લોવેનિયા અને કેન્યાઃ સ્લોવેનિયાએ પ્રાઈવેટ ડ્રાઈવરો માટે અઠવાડિયામાં ૫૦ લીટરનો કોટા નક્કી કર્યો છે, જ્યારે કેન્યાએ સ્થાનિક સપ્લાય બચાવવા માટે ઓઈલની નિકાસ પર જ પ્રતિબંધ લગાવી દીધો છે.

ઈંધણની અછતની અસર ભારત પર પણ પડી છે. રિપોર્ટ અનુસાર, પેટ્રોલ પંપ સંચાલકોએ જાતે જ પેટ્રોલ-ડીઝલ ખરીદવાની એક મર્યાદા નક્કી કરી રાખી છે. પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે થોડા દિવસો પહેલા બાઇક સવાર ગ્રાહકોને ૨૦૦ રૂપિયા અને કાર ચાલકોને ૨,૦૦૦ રૂપિયાથી વધુનું ઈંધણ આપવામાં આવતું ન હતું. હજુ પણ ઘણા શહેરોમાં પેટ્રોલ પંપ પર પોતાની ગાડીની ટાંકી ફૂલ કરાવવા પહોંચતા ગ્રાહકોને નિરાશ થઈને પરત ફરવું પડી રહ્યું છે. આનાથી જાણવા મળે છે કે કોઈ પણ સત્તાવાર આદેશ વિના જ પેટ્રોલ પંપ સંચાલકોએ પોતાની કાર્યશૈલી બદલીને કોટા સિસ્ટમ શરૂ કરી દીધી છે.

Related posts

ટ્રમ્પ પાસે અસંભવ મિલિટ્રી ઓપરેશન કે સમજૂતી સિવાય કોઈ વિકલ્પ નથી

Master Admin

ગુંડાગીરી નહીં, સન્માનથી વાત કરો; આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરો

Master Admin

અમેરીકાએ ઈરાનના ઓઈલ પરનો પ્રતિબંધ હટાવ્યો

Master Admin

Leave a Comment

Translate »