Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

હોર્મુઝની ખાડી ફરી ખુલશે! અમેરિકા-ઈરાન વચ્ચે ‘કામચલાઉ’ શાંતિ કરાર ફાઈનલ

અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી ૬૦ દિવસનો સીઝફાયર

યુદ્ધવિરામના સમયગાળા દરમિયાન બંને દેશો ઈરાનના વિવાદાસ્પદ પરમાણુ કાર્યક્રમ અને યુરેનિયમના જથ્થા અંગે ગંભીર ચર્ચાઓ કરશે

(સંપૂર્ણ સમાચાર સેવા)
વૉશિગ્ટન, તા.૨૯ મે ૨૦૨૬ — છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે મધ્ય પૂર્વમાં હવે કૂટનીતિના નવા પવન ફૂંકાઈ રહ્યા છે. હજારો કિલોમીટર દૂર ચાલી રહેલા આ જંગે વિશ્વના ઓઈલ માર્કેટ અને સુરક્ષા સમીકરણોને હચમચાવી દીધા હતા, પરંતુ હવે એક આશાનું કિરણ દેખાઈ રહ્યું છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ૬૦ દિવસના યુદ્ધવિરામ અને પરમાણુ મંત્રણા ફરી શરૂ કરવા માટે એક પ્રાથમિક સમજૂતી સધાઈ હોવાના અહેવાલો છે.અમેરિકન રિપોટ્‌ર્સ અનુસાર, આ સમજૂતીનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી ૬૦ દિવસ સુધી યુદ્ધવિરામને લંબાવવાનો છે. આ સમયગાળા દરમિયાન બંને દેશો ઈરાનના વિવાદાસ્પદ પરમાણુ કાર્યક્રમ અને યુરેનિયમના જથ્થા અંગે ગંભીર ચર્ચાઓ કરશે. આ કરારનું સૌથી મોટું પાસું એ છે કે ઈરાન પરમાણુ હથિયારો ન બનાવવા માટે કમિટમેન્ટ આપે તેવી શક્યતા છે. વિશ્વના ઓઈલ સપ્લાય માટે સૌથી મહત્વનો ગણાતો ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ હવે આ મંત્રણાના કેન્દ્રમાં છે. કરાર મુજબ, આ જળમાર્ગ પર શીપિંગ ‘મુક્ત’ બનાવવામાં આવશે. ઈરાનને ૩૦ દિવસમાં માઈન્સ હટાવવાની શરત રાખવામાં આવી છે. બદલામાં, અમેરિકા તેના નૌકાદળ દ્વારા લાદવામાં આવેલા બ્લોકેડને તબક્કાવાર હળવું કરશે. જોકે બુધવારે અને ગુરુવારે બંને દેશો વચ્ચે ફરીથી સૈન્ય સંઘર્ષ જોવા મળ્યો હતો. કુવૈતમાં અમેરિકન બેઝ પર ઈરાનનો મિસાઈલ હુમલો અને બદલામાં અમેરિકાએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. હાલના તબક્કે, આ એક માત્ર કામચલાઉ સમજૂતી છે, કોઈ અંતિમ શાંતિ કરાર નથી.

Related posts

અમેરિકામાં ઉઠી રાષ્ટ્રપતિ ટ્રમ્પને હટાવવાની માંગ

Master Admin

અમેરિકાનો ૨૪ કલાકમાં ઈરાન પર બીજો મોટો હુમલો

Master Admin

હવે યુદ્ધ જીત્યાની જાહેરાત કરી સંઘર્ષનો અંત લાવો

Master Admin

Leave a Comment

Translate »